Site icon

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની જેનિફર મિસ્ત્રી અસિત મોદી સામે કેસ જીત્યા બાદ પણ નથી થઇ શાંત, શો ના નિર્માતા ને કહી આવી વાત

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા તેની સ્ટાર કાસ્ટ ને કારણે ચર્ચા નો વિષય બન્યો છે. થોડા દિવસ પહેલા જેનિફર મિસ્ત્રી એ અસિત મોદી સામે કરેલો કેસ જીતી ગઈ હતી તેમછતા તેને શાંતિ નથી. અને શો ના નિર્માતા અસિત મોદી ને ધમકી આપી છે.

taarak mehta ka ooltah chashmah fame jennifer mistry warns asit modi

taarak mehta ka ooltah chashmah fame jennifer mistry warns asit modi

News Continuous Bureau | Mumbai 

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં મિસીઝ સોઢીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી જેનિફર મિસ્ત્રી ( Jennifer Mistry )  એ શો ના નિર્માતા અસિત મોદી વિરુદ્ધ જાતીય સતામણી નો કેસ કર્યો હતો. અને થોડા દિવસો પહેલા જ જેનિફરે આ કેસ જીતી લીધો હતો. આ કેસ નો ચુકાદો અભિનેત્રી ની ફેવર માં આવ્યો હોવા છતાં અભિનેત્રી સંતુષ્ટ નથી. તાજેતર માં જેનિફરે એક વિડીયો શેર કર્યો છે જેમાં તે અસિત મોદી વિરુદ્ધ બોલી રહી છે. 

Join Our WhatsApp Community

 જેનિફર મિસ્ત્રી એ શેર કર્યો વિડીયો

જેનિફર મિસ્ત્રી એ તાજેતર માં તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો ( Instagram Video ) પોસ્ટ કર્યો છે જેમાં તે કહેતી જોવા મળી રહી છે કે, ‘જ્યારે શૈલેષ લોઢાજી કેસ જીત્યા ત્યારે અસિતજી ( Asit Modi ) એ કહ્યું હતું કે ખોટી રીતે સમાચાર ફેલાવવામાં આવ્યા છે એવું કંઈ નથી. તો હવે મારા કેસ જીતવા પર આસિત જી કેમ કંઈ નથી બોલી રહ્યા કે પ્રોડક્શન હાઉસ ( Production House ) કેમ કંઈ નથી બોલી રહ્યું. કૃપા કરીને બોલો, મારે જાણવું છે.આમ પણ, તમારા પ્રોડક્શન હાઉસ, તમારા નિર્દેશનની ટીમે કહ્યું છે કે હું અનુશાસન હીન હતી, અપમાનજનક હતી પણ જ્યારે આ બધું થયું ત્યારે ભગવાને માલવ, પ્રિયા, મોનિકા જેવા સારા લોકોને મોકલ્યા.તેથી જો તમે બોલો, તો યાદ રાખો કે મારી સાથે સારા લોકો છે. ભગવાન મારી સાથે છે. યાદ રાખો, હું એક મધમાખી છું જેને જો તમે છંછેડશો તો તે તમને ક્યારેય છોડશે નહીં, ભલે ગમે તે હોય. તે મરી જશે, પરંતુ હાર માનશે નહીં. વધુ માટે જોડાયેલા રહો. શા માટે? કારણ કે પિક્ચર હજુ બાકી છે, મારા મિત્ર.’

આ સમાચાર પણ વાંચો : Kunal kapur: કુણાલ કપૂર સાથે ના છૂટાછેડા પર પત્ની એ આપ્યું નિવેદન, માસ્ટર શેફ ના આરોપો નો આપ્યો આવો જવાબ

આ વીડિયો શેર કરતા જેનિફરે લખ્યું, ‘કંઈક બોલો.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Dhurandhar 2: ‘મરાઠા મંદિરમાં ‘ધુરંધર ૨’ નો ક્રેઝ: રણવીર સિંહ માટે DDLJ નો સમય બદલાયો, ૨૯ વર્ષમાં પહેલીવાર સર્જાયો આ સંયોગ
Gaurav Kapur Kritika Kamra Wedding Video: ગૌરવ કપૂર અને કૃતિકા કામરાના લગ્નનો વીડિયો વાયરલ: લાલ જોડામાં સજ્જ દુલ્હનની એન્ટ્રી જોઈ ગૌરવની આંખો છલકાઈ, જુઓ ભાવુક ક્ષણો
Matrubhoomi New Song: સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’ના નવા ગીત ‘ચાંદ દેખ લેના’નું ટીઝર રિલીઝ, ચિત્રાંગદા સિંહ સાથે જોવા મળી રોમેન્ટિક કેમેસ્ટ્રી
Orry Viral Video: સેલ્ફી આપો અને સિલિન્ડર લો! ઓરીની નવી ‘ગેમ’માં ફસાયા બોની કપૂર, વાયરલ વીડિયોએ ઇન્ટરનેટ પર મચાવી ધૂમ
Exit mobile version