Site icon News Continuous Bureau | Mumbai

Taarak mehta ka ooltah chashmah: રાજ અનડકટ એ કરી નવી શરૂઆત! આ સાથે જ ટપ્પુ એ જણાવ્યું તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા છોડવાનું અસલી કારણ

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નો ટપ્પુ એટલેકે અભિનેતા રાજ અનડકટ એ શો ને અલવિદા કહી દીધું છે તાજેતરમાં જ રાજે તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને તેના નવા પ્રોજેક્ટ અને તારક મહેતા છોડવાનું કારણ જણાવ્યું છે.

taarak mehta ka ooltah chashmah fame tapu aka raj anadkat tells reason of leaving show

taarak mehta ka ooltah chashmah fame tapu aka raj anadkat tells reason of leaving show

News Continuous Bureau | Mumbai 

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 15 વર્ષથી લોકો નું મનોરંજન કરી રહ્યું છે. આ શો ના  પાત્રો એ લોકો ના દિલ માં એક ખાસ જગ્યા બનાવી છે. આ શો મન એવા ઘણા કલાકારો છે જેમને શો ને અલવિદા કહી દીધું છે તેમનો એક અભિનેતા રાજ અનડકટ છે જેને શો માં ટપ્પુ ની ભૂમિકા ભજવી હતી. આ શો દ્વારા રાજ ની લોકપ્રિયતામાં વધારો થયો હતો. રાજ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને તેને હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેને તેના નવા પ્રોજેક્ટ અને તારક મહેતા છોડવા પાછળનું કારણ જણાવ્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Salman khan: સલમાન ખાન ને મારવા નહીં આ ઈરાદો લઈને ભાઈજાન ના ઘરે આવ્યા હતા શુટર, ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યો આરોપીઓનો પ્લાન

રાજ અનડકટ ની પોસ્ટ 

રાજ અનડકટે તેના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે.જેમાં રાજ એક દસ્તાવેજ પર સહી કરતો જોવા મળી રહ્યો છે. આ તસવીર સાથે રાજે કેપ્શનમાં લખ્યું, ‘નવી શરૂઆત’. અભિનેતાએ થોડા સમય બાદ તેણે યુટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે પોતાના વિશે ઘણા ખુલાસા કર્યા છે અને તે પણ જણાવ્યું છે કે તેણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ કેમ છોડી હતી.



રાજ અનડકટ એ  યૂટ્યૂબ ચેનલ પર કહ્યું કે, ‘હું જ્યાં પણ જાઉં છું ત્યાં લોકો મને એક જ પ્રશ્ન પૂછે છે કે તમે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ કેમ છોડી દીધી. મેં આ વિશે ઘણી વખત વાત કરી છે પરંતુ આજે પણ મને આ પ્રશ્ન ઘણો પૂછવામાં આવે છે. તેથી મેં વિચાર્યું કે મારે આ પ્રશ્નનો જવાબ આપવો જોઈએ. મેં આ શોમાં 5 વર્ષ સુધી કામ કર્યું, જો હું ખોટો નથી તો મેં આ શોમાં એક હજારથી વધુ એપિસોડ કર્યા છે. મારી આ સફર ખૂબ જ સુંદર હતી, પરંતુ મારે એક અભિનેતા તરીકે આગળ વધવું હતું હું આ ક્ષેત્રમાં વિવિધ પાત્રો જીવવા માંગુ છું અને જીવનમાં નવી વસ્તુઓ જોવા માંગુ છું. તેથી મેં આ શો છોડવાનો નિર્ણય કર્યો. હું આ ભૂમિકા માટે હંમેશા આભારી છું. મને ટપ્પુની ભૂમિકામાં સ્વીકારવા બદલ હું તમારા બધાનો આભારી છું.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Met Gala 2026। અંબાણી પરિવારની વહુની બહેને લૂંટી લીધી લાઈમલાઈટ! દીયા મહેતાની 3D મોર ડિઝાઈનવાળી સાડી સોશિયલ મીડિયા પર બની સેન્સેશન
Hrithik Roshan| પહેલી ફિલ્મ માટે મળ્યા હતા માત્ર 100 રૂપિયા, આજે છે કરોડોના માલિક! રિતિક રોશને આ રીતે ખર્ચ્યા હતા પોતાની જિંદગીના પહેલા ૧૦૦ રૂપિયા
KSBKBT 2| પોતાનાથી ૮ વર્ષ મોટા એક્ટરની મા બની પરખ મદન? ઉંમરના તફાવત પર તોડી ચુપકીદી, ટ્રોલ્સને આપ્યો આવો જવાબ
Ramanand Sagar’s Iconic Show| રામાયણમહાભારત નહીં, પણ રામાનંદ સાગરનો આ શો હતો ‘માસ્ટરપીસ’! જાણો 8.3 રેટિંગ ધરાવતા તે શો વિશે જેણે રચ્યો હતો ઈતિહાસ
Exit mobile version