Site icon

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ફેન્સને ટપ્પુ સેના આપવા જઈ રહી છે સરપ્રાઈઝ, આ છે યોજના

ટપ્પુ સેના એક સિક્રેટ પ્રોજેક્ટમાં લાગેલી છે, જેનું રહસ્ય ટૂંક સમયમાં ખુલવા જઈ રહ્યું છે. નવીનતમ એપિસોડમાં, ટપ્પુ અને સોનુ સમગ્ર 'ટપ્પુ સેના' સાથે એક નવા પ્રોજેક્ટની જાહેરાત કરતા જોવા મળશે. આ કામમાં તેની સાથે શોના નિર્માતા અસિત મોદી પણ જોવા મળવાના છે.

taarak mehta ka ooltah chashmah fans get surprise by tapu sena

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ફેન્સને ટપ્પુ સેના આપવા જઈ રહી છે સરપ્રાઈઝ, આ છે યોજના

News Continuous Bureau | Mumbai

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક લોકપ્રિય ટેલિવિઝન શો છે. તે છેલ્લા ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. ‘તારક મહેતા’માં દરરોજ નવા ટ્વીસ્ટ અને ટર્ન જોવા મળી રહ્યા છે. અને હવે આ શોના ચાહકોને એક નવું સરપ્રાઈઝ મળવા જઈ રહ્યું છે.

Join Our WhatsApp Community

 

ટપ્પુ સેના આપશે સરપ્રાઈઝ 

ટપ્પુ સેના એક સિક્રેટ પ્રોજેક્ટમાં લાગેલી છે, જેનું રહસ્ય ટૂંક સમયમાં ખુલવા જઈ રહ્યું છે. નવીનતમ એપિસોડમાં, ટપ્પુ અને સોનુ સમગ્ર ‘ટપ્પુ સેના’ સાથે એક પ્રોજેક્ટની જાહેરાત કરતા જોવા મળશે. આ કામમાં તેની સાથે શોના નિર્માતા અસિત મોદી પણ જોવા મળવાના છે. ટપ્પુ સેનાનો આ પ્રોજેક્ટ યુવા પ્રેક્ષકો માટે છે જેઓ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કોમેડી અને મનોરંજક એપિસોડ નો આનંદ માણે છે. આ પ્રોજેક્ટનો હેતુ વધુમાં વધુ યુવાનોને શો સાથે જોડવાનો છે.આ શોની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવી છે, જેમાં ટપ્પુ તેની સેના સાથે ખૂબ જ ખુશ જોવા મળી રહ્યો છે. જો કે હજુ સુધી આ માહિતી મળી નથી કે તે સરપ્રાઈઝ શું છે. થોડા દિવસો પહેલા ગોકુલધામ સોસાયટીમાં હોળીની ઉજવણી કરવામાં આવી હતી. 

 

 યુટયુબ પર મરાઠી અને તેલુગુ માં પણ જોવા મળશે શો 

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ સૌથી લાંબી ચાલતી સિટકોમ માંની એક છે, જેનો પ્રથમ એપિસોડ 2008માં પ્રસારિત થયો હતો. આ શોએ 15 વર્ષ પૂરા કર્યા છે અને 3700થી વધુ એપિસોડ પૂરા કર્યા છે. નીલા ફિલ્મ પ્રોડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને યૂટ્યૂબ પર મરાઠીમાં ‘ગુકુલધામ ચી દુનિયાદારી’ અને તેલુગુમાં ‘તારક મામા આયો રામા’ તરીકે સ્ટ્રીમ કરે છે. બધા શો આસિત કુમાર મોદીએ લખેલા અને પ્રોડ્યુસ કર્યા છે.

O Romeo OTT Release: OTT પર રાજ કરવા તૈયાર છે શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’: એપ્રિલના બીજા સપ્તાહમાં થઈ શકે છે રિલીઝ; જાણો કયા પ્લેટફોર્મ પર જોઈ શકાશે ઓનલાઈન
Thalapathy Vijay Divorce Case: શું વિજય અને સંગીતાના ૨૭ વર્ષના લગ્નજીવનનો અંત આવશે? ₹૨૫૦ કરોડની ઓફર સાથે મામલો થાળે પાડવાનો પ્રયાસ; ફેન્સમાં ભારે ચર્ચા.
Janhvi Kapoor on Arjun Kapoor Trolling: ટ્રોલ્સના નિશાના પર અર્જુન કપૂર અને વ્હારે આવી બહેન જ્હાન્વી! ‘બલિનો બકરો’ વાળા નિવેદને સોશિયલ મીડિયામાં જગાવી ચર્ચા; જુઓ શું છે પૂરો મામલો
Kartik Aaryan: મોટા પડદે ફરી જોવા મળશે કાર્તિક આર્યનનો જાદુ! આ સુપરહિટ ફિલ્મે તોડ્યા હતા રેકોર્ડ, હવે થીયેટરોમાં ફરી મચાવશે ધૂમ
Exit mobile version