Site icon

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની ટીઆરપી વધારવા માટે મેકર્સે રમેલો નવો દાવ તેના પર પડ્યો ભારે, ટ્વીટર પર ઉઠી આવી માંગ

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની ટીઆરપી વધારવા મેકર્સે નવો દાવ રમ્યો હતો. મેકર્સે પ્રોમો રિલીઝ કરી ને જણાવ્યું હતું કે દયા બેન પાછી આવી રહી હે. હવે મેકર્સ પર તેમનો જ દાવ ઊંધો પડતો જોવા મળી રહ્યો છે.તારક મહેતા નો લેટેસ્ટ એપિસોડ જોયા બાદ ટ્વીટર પર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટ્રેન્ડ કરી રહ્યું છે.

taarak mehta ka ooltah chashmah fans in tears boycott tmkoc trends

taarak mehta ka ooltah chashmah fans in tears boycott tmkoc trends

News Continuous Bureau | Mumbai 

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 15 વર્ષ થી દર્શકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો ના દરેક પાત્રો એ લોકો ના દિલ માં ખાસ જગ્યા બનાવી છે, તેમાં પણ જેઠાલાલ અને દયાભાભી ને લોકો એ ખુબ પ્રેમ આપ્યો છે. જ્યારથી દિશા વાકાણી એ શો છોડ્યો છે ત્યારથી લોકો તેના આગમન ની રાહ જોઈ રહ્યા છે. મેકર્સે તાજેતર ના પ્રોમો એ તેવું બતાવ્યું હતું કે દયાભાભી પાછી આવી રહી છે. આ જાણી ને જેઠાલાલ ની સાથે સાથે દર્શકો પણ ખુશ થઇ ગયા હતા. પરંતુ તારક મહેતા નો લેટેસ્ટ એપિસોડ જોયા બાદ ટ્વીટર પર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટ્રેન્ડ થઇ રહ્યું છે. 

Join Our WhatsApp Community

 

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટ્વીટર પર થયું ટ્રેન્ડ 

તારક મહેતા ના લેટેસ્ટ એપિસોડ માં જોવા મળ્યું હતું કે, ગોકુલધામ સોસાયટીમાં એક કાર આવે છે અને દરેક લોકો ખૂબ જ ખુશ છે. આ દરમિયાન જેઠાલાલ પણ ખૂબ આનંદથી કારનો દરવાજો ખોલે છે પરંતુ તે નિરાશ થઈ જાય છે. આ પછી તે ખૂબ જ દુઃખી થઈ જાય છે.આ જોઈને લોકો એ શોની સાથે જ પ્રોડ્યુસર અસિત મોદીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.


જેઠાલાલ ને રડતા જોઈ ટ્વીટર પર લોકો તેને સાંત્વના આપી રહ્યા છે.


એક યુઝરે અસિત મોદી ને ટેગ કરતા લખ્યું છે કે, ‘@અસીતમોદી બધા દર્શકો ના દિલ તોડી ને ખુશ છો. હવે નવો એપિસોડ જોવા માટે કોઈ કારણ નથી. ઠીક છે અમે હવે સમજી ગયા છીએ કે તમે શું કરવા માંગો છે. શરમ આવવી જોઈએ.’


આ રીતે લોકો પોતાનો ગુસ્સો તારક મહેતા ના મેકર્સ પર કાઢી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચોઃ Alia bhatt animal review: આલિયા ભટ્ટે જોઈ પતિ રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ, અભિનેત્રી દ્વારા આપવામાં આવેલો ફિલ્મ નો રીવ્યુ થયો વાયરલ

Katrina Kaif and Vicky Kaushal: કેટરીના કૈફ અને વિક્કી કૌશલ બન્યા માતા-પિતા, હોસ્પિટલ એ આપ્યું માતા અને દીકરા નું સ્વાસ્થ્ય અપડેટ
Somy Ali on Salman khan: સોમી અલી એ સલમાન ખાન પર ફરી લગાવ્યો ગંભીર આરોપ, વિડીયો શેર કરી કહી આવી વાત
Shraddha Kapoor: શ્રદ્ધા કપૂર બની ‘જૂડી હોપ્સ’નો અવાજ,બોલિવૂડની ‘ક્યૂટ ગર્લ’ નું ડિઝની વર્લ્ડમાં ધમાકેદાર ડેબ્યુ!
Shahrukh khan King: શાહરૂખ ખાનની ‘કિંગ’માં હશે 15 દિગ્ગજ અભિનેતાઓ! જાણો કોણ કોણ જોડાશે?
Exit mobile version