Site icon News Continuous Bureau | Mumbai

Taarak mehta ka ooltah chashmah: ‘જેઠાલાલ’ ના તારક મહેતા શો છોડવાના સવાલ પર અસિત મોદી એ આપી આવી પ્રતિક્રિયા

Taarak mehta ka ooltah chashmah: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં 'જેઠાલાલ' નું પાત્ર ભજવનાર દિલીપ જોશીને જ્યારે શો છોડવા વિશે સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે દિલીપ જોષી પહેલા પ્રોડ્યુસર અસિત મોદીએ પ્રતિક્રિયા આપી.

taarak mehta ka ooltah chashmah jethalal dilip joshi to leave show asit modi reacts

taarak mehta ka ooltah chashmah jethalal dilip joshi to leave show asit modi reacts

News Continuous Bureau | Mumbai

Taarak mehta ka ooltah chashmah: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’  માં ‘જેઠાલાલ’ નું પાત્ર ભજવતા અભિનેતા દિલીપ જોશી શો છોડી રહ્યા હોવાની અટકળો વચ્ચે, એક ઇન્ટરવ્યુમાં તેમને આ અંગે સવાલ પૂછવામાં આવ્યો. જોકે, દિલીપ જોશી જવાબ આપે તે પહેલા જ શોના પ્રોડ્યુસર અસિત મોદીએ પ્રતિક્રિયા આપતા મજાકમાં કહ્યું કે આવા સવાલથી તેમને ટેન્શન થઈ જાય છે, કારણ કે શોને 17 વર્ષ પૂરા થયા છે અને આવા સમયે આવા સવાલ પૂછવા યોગ્ય નથી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Aamir Khan: આમિર ખાનની 25 IPS અધિકારીઓ સાથે મુલાકાત બન્યો ચર્ચા નો વિષય, હવે તેમના મળવા પાછળ નું સાચું કારણ આવ્યું સામે

જેઠાલાલે સંભળાવ્યો ફિલ્મની પાર્ટીઓનો કિસ્સો

અસિત મોદીએ કહ્યું, “આજે હજુ 17 વર્ષ પૂરા થયા છે. આવા પ્રસંગે આવા સવાલ ન પૂછો. મને ટેન્શન   થઈ જશે.” આના પર દિલીપ જોષીએ જવાબ આપ્યો, “કહેવાય છે કે હાસ્યથી મોટી દવા કોઈ નથી. જ્યારે તમને આટલું સારું વાતાવરણ આટલા નસીબથી મળે છે, ત્યારે મને લાગે છે કે…. મને ઘણા મોટા-મોટા કલાકારોએ  ઘણી વાર કહ્યું છે, ક્યારેક કોઈ પાર્ટીમાં તો ક્યારેક ક્યાંક બીજી જગ્યાએ કે ‘ઓર ક્યા ચલ રહા હૈ?'” વર્ષોથી આ શો કરી રહેલા દિલીપ જોષીએ જણાવ્યું કે હું તેમને હસતા-હસતા કહી દઉં છું કે ‘કંઈ નહીં સર નોકરી ચાલી રહી છે.’ આના પર તે કલાકારો જવાબ આપે છે કે ‘અરે સર, દરેક કલાકારને તમારી જેવી નોકરી મળી જાય!’ આ દર્શાવે છે કે આ શો કેટલો લોકપ્રિય છે.


દિલીપ જોષીએ કહ્યું કે આટલા સારા-સારા કલાકારો  છે, તેમની પાસે સ્કિલ છે અને બધું જ છે, પરંતુ કામ નથી તે અફસોસની વાત છે. આજે ભગવાને આપણને એવું કામ આપ્યું છે કે જેનાથી આપણે આખી દુનિયામાં આપણું ગૌરવ બતાવી શકીએ છીએ. ખુશીઓ વહેંચી શકીએ છીએ. આજે એકબીજાને જોશો તો કોઈની પાસે એકબીજા સાથે વાત કરવાનો સમય જ નથી. આવા કામને ઠુકરાવીને ક્યાં જઈશું ભાઈ? જો આ કામને ઠુકરાવીને જઈશું તો આ તો મૂર્ખતા થઈ જશે ને. તેમના આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ શો છોડવાનો કોઈ ઇરાદો ધરાવતા નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Lawrence Bishnoi Threatens Salman Khan લોરેન્સ બિશ્નોઈના ભાઈએ સલમાન ખાન પર સાધ્યું નિશાન ‘આટલો અહંકાર શેનો?’ કહીને ફરી આપી ધમકી
Hanuman Ansh Saturday Collection શનિવારે સર્જાયો ચમત્કાર! ‘હનુમાન અંશ’ એ ૧૮ દિવસમાં જેટલી કમાણી નહોતી થઈ તેટલી એક જ દિવસમાં કરી નાખી
Dil Chahta Hai 25 Years ૨૫ વર્ષ પછી ફરી એકસાથે દેખાયા સ્ટાર્સ! આમિર ખાન અને સૈફ અલી ખાને ખાસ અંદાજમાં ઉજવી ‘દિલ ચાહતા હૈ’ની સિલ્વર જ્યુબિલી
Race 4 Aamir Khan શું બ્લોકબસ્ટર એક્શન ફ્રેન્ચાઇઝીમાં આમિર ખાનની થશે એન્ટ્રી? જાણો કાસ્ટિંગ અંગેનું મોટું અપડેટ
Exit mobile version