Site icon

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા ના સોઢી ના ગુમશુદા કેસની તપાસમાં થયો મોટો ખુલાસો,આર્થિક તંગી થી ઝઝૂમી રહેલા ગુરુચરણ સિંહ ના બેંક માં હતા અધધ આટલા ખાતા

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં રોશન સિંહ સોઢી ની ભૂમિકા ભજવી ને લોકપ્રિય થનાર અભિનેતા છેલ્લા 16 દિવસ થી ગાયબ છે. હવે આ કેસ ની તપાસ કરી રહેલી પોલીસ ને તેના વિશે એક ખાસ માહિતી પ્રાપ્ત થઇ છે.

Taarak mehta ka ooltah chashmah missing actor gurucharan singh operated 10 bank accounts

Taarak mehta ka ooltah chashmah missing actor gurucharan singh operated 10 bank accounts

News Continuous Bureau | Mumbai

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં રોશન સિંહ સોઢી ની ભૂમિકા ભજવી ને લોકપ્રિય થનાર અભિનેતા છેલ્લા 16 દિવસ થી ગાયબ છે.22 એપ્રિલે રહસ્યમય રીતે ગાયબ થયેલા ગુરુચરણની દિલ્હી પોલીસ તપાસ કરી રહી છે. હવે આ કેસ માં એક અપડેટ સામે આવ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુરુચરણ સિંહ ની આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં, ગુરુચરણ સિંહ 10 બેંક ખાતાઓ ચલાવતા હતા અને તેમના ક્રેડિટ કાર્ડનો પણ મોટા પ્રમાણમાં ઉપયોગ કરતા હતા. દિલ્હી પોલીસની તપાસમાં કોઈ નક્કર પરિણામ ન આવતાં તેની સ્પેશિયલ સેલે પણ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Alia bhatt: મેટ ગાલા 2024 ના રેડ કાર્પેટ પર જતા પહેલા આલિયા ભટ્ટે અપનાવ્યો આ દેશી ટોટકો, અભિનેત્રી ની તસવીર થઇ વાયરલ

ગુરુચરણ સિંહ ના બેંક માં હતા 10 ખાતા 

મીડિયા રિપોર્ટ મુજબ પોલીસને માહિતી મળી છે કે આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં ગુરુચરણ સિંહ 10 બેંક ખાતા ચલાવતા હતા. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુરુચરણ સિંહ તેમના ક્રેડિટ કાર્ડનો પણ મોટાપાયે ઉપયોગ કરતા હતા. નબળી નાણાકીય પરિસ્થિતિને ‘મેનેજ’ કરવા માટે, તેઓ એક ક્રેડિટ કાર્ડમાંથી રોકડ ઉપાડી ને બીજા કાર્ડ પર બાકી રકમ જમા કરાવતા હતા. ગુરુચરણ સિંહે છેલ્લે ATMમાંથી 14,000 રૂપિયા ઉપાડ્યા હતા. ત્યારપછી તેના કોઈ સમાચાર નથી.


તમને જણાવી દઈએ કે,ગુરચરણ સિંહ તેના માતા-પિતાને મળવા દિલ્હી આવ્યા હતા અને મુંબઈ પાછા ફરવાના હતા, પરંતુ 22 એપ્રિલના રોજ તે અચાનક ગુમ થઈ ગયા હતા. ત્યારપછી તેના તરફથી કોઈને કોઈ સમાચાર મળ્યા નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rashmika Vijay wedding: લગ્નની અટકળો વચ્ચે વિજય દેવરકોંડાનું ઘર રોશનીથી ઝળહળ્યું, રશ્મિકા મંદાના સાથેના વીડિયોએ જીત્યા દિલ
Mardaani 3 OTT Release: શું તમે ‘મર્દાની 3’ જોવાનું ચૂકી ગયા છો? જાણો કયા OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થવા જઈ રહી છે રાનીની આ ફિલ્મ.
Vivek Agnihotri Operation Sindoor Film: ઉરી’ જેવો જ ધમાકો! વિવેક અગ્નિહોત્રીએ ‘ઓપરેશન સિંદૂર’ માટે મિલાવ્યો ભૂષણ કુમાર સાથે હાથ; જાણો શું છે આ મિશનની વાર્તા
Yeh Rishta Kya Kehlata Hai Latest Update: ‘યે રિશ્તા…’ માં નવી એન્ટ્રીથી મચશે ખળભળાટ! શું અભીરા અને મુક્તિના સંબંધોમાં આવશે કાયમી તિરાડ?
Exit mobile version