Site icon

TMKOCમાં ‘ થઇ નવા ટપ્પુ’ની ગર્લફ્રેન્ડની એન્ટ્રી, પુત્રવધૂને જોઈને જેઠાલાલ અને ચંપક ચાચા એ આપી આવી પ્રતિક્રિયા

ફેમસ ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં 'નવા ટપ્પુ'એ શાનદાર એન્ટ્રી કરી છે. ટપ્પુ ની એન્ટ્રી જોયા બાદ એવું લાગી રહ્યું છે કે ફરી એકવાર શોમાં ખૂબ જ મસ્તી જોવા મળશે.

taarak mehta ka ooltah chashmah new tappu girlfriend entry gokuldham jethalal champak chacha will be happy

TMKOCમાં ' થઇ નવા ટપ્પુ'ની ગર્લફ્રેન્ડની એન્ટ્રી, પુત્રવધૂને જોઈને જેઠાલાલ અને ચંપક ચાચા એ આપી આવી પ્રતિક્રિયા

News Continuous Bureau | Mumbai

 તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફરી એકવાર ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા શોમાં નવા ટપ્પુની ગ્રેન્ડ  એન્ટ્રી થઈ હતી. રાજ અનડકટે શો છોડ્યા બાદ નીતિશ ભલુનીને જેઠાલાલ અને દયાબેનનો પુત્ર બનાવવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલા, શોના નિર્માતાઓએ નવા ટપ્પુને લોકો સાથે મેળવ્યો હતો. જોકે લોકો નવા ટપ્પુને ટ્રોલ કરવા લાગ્યા. હાલમાં, લેટેસ્ટ એપિસોડમાં એક શાનદાર ટ્વિસ્ટ આવ્યો છે જે શોને વધુ મજેદાર બનાવશે.

Join Our WhatsApp Community

 

ટપ્પુ ની સાથે અન્ય એક પાત્ર ની થઇ એન્ટ્રી 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શોના નવા પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે ટપ્પુ નીતીશ ભલુનીની એન્ટ્રી બાદ વધુ એક નવું પાત્ર આવ્યું છે. હા, તાજેતરમાં જ ટપ્પુના શોમાં પાછા ફર્યા બાદ મેકર્સે શોમાં અન્ય એક પાત્રને સામેલ કર્યું છે. તે બીજું કોઈ નહીં પણ ટપ્પુની મિત્ર છે. પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે જેવો જ ટપ્પુનો આ મિત્ર ગોકુલધામ સોસાયટીમાં આવે છે, તે દોડીને તેને ગળે લગાવે છે. જેઠાલાલ અને તેના પિતા ચંપક ચાચા આ જોઈને ચોંકી જાય છે. સાથે જ સોસાયટીના બાકીના સભ્યો પણ સ્તબ્ધ છે.ટપ્પુના મિત્રને જોઈને તેના દાદા ચંપક ને શંકા જાય છે કે તે તેની ભાવિ વહુ છે. આ જોઈને જેઠાલાલ પણ ખૂબ ખુશ થઈ જાય છે. તે જ સમયે,સોસાયટી વાળા પણ ટપ્પુ પર શંકા કરવા લાગે છે. આ સાથે જ ટપ્પુના લગ્નની ચર્ચા શરૂ થઈ જાય છે.

 નવા ટપ્પુનો પહેલો વિડીયો જોયા બાદ લોકો ગુસ્સે થયા હતા

જ્યારે નીતિશને શોમાં ‘ટપ્પુ’ તરીકે એન્ટ્રી કરવામાં આવી હતી, ત્યારે તેના પહેલા એપિસોડનો વીડિયો જોઈને ઘણા લોકોએ તેને ખરાબ રીતે ટ્રોલ કર્યો હતો. નવા ટપ્પુથી લોકો પરેશાન જોવા મળ્યા. લોકોને ટપ્પુની એન્ટ્રીથી લઈને તેની એક્ટિંગમાં કંઈ ગમ્યું નહીં. સોશિયલ મીડિયા પર લોકો કહે છે કે તે આ રોલમાં બિલકુલ સૂટ નથી થતો.

Dhurandhar Controversy: બોક્સ ઓફિસ હલાવનાર ‘ધુરંધર’ માં ફેરફારના અહેવાલથી ખળભળાટ: જાણો કેન્દ્ર સરકારે શું આપ્યો જવાબ
KBC 17: અમિતાભ બચ્ચનના ઘરે કેવું હોય છે વાતાવરણ? પૌત્ર અગસ્ત્ય નંદાએ ખોલ્યા ‘નાના-નાની’ ના રહસ્યો!
Ikkis Movie Review: ‘ઈક્કીસ’ રિવ્યૂ: એક્શન, ઈમોશન અને દેશભક્તિનો જોશ; ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ આંખોમાં આંસુ લાવી દેશે.
TV TRP List 2026: TRP ચાર્ટમાં મોટો ધડાકો: ‘અનુપમા’નું શાસન ખતમ! સ્મૃતિ ઈરાનીના શોએ છીનવી લીધો નંબર ૧નો તાજ
Exit mobile version