Site icon

અસિત મોદી ના નિવેદન પર શૈલેષ લોઢા એ આપી પ્રતિક્રિયા, નિર્માતા ને ટોણો મારી ને કહી આ વાત

અસિત મોદીએ તાજેતરમાં શૈલેષ લોઢા વિશે નિવેદન આપ્યું હતું કે તેઓ અભિનેતા ન હોવા છતાં તેમને મુખ્ય ભૂમિકા તારક મહેતા નું પાત્ર સોંપીને જોખમ લીધું હતું. હવે આના પર શૈલેષ લોઢા એ પ્રતિક્રિયા આપી છે.

taarak mehta ka ooltah chashmah shailesh lodha reacted on show producer asit modi statement

અસિત મોદી ના નિવેદન પર શૈલેષ લોઢા એ આપી પ્રતિક્રિયા, નિર્માતા ને ટોણો મારી ને કહી આ વાત

News Continuous Bureau | Mumbai

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા અસિત મોદી અને અભિનેતા શૈલેષ લોઢા વચ્ચેનું શીત યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. અભિનેતા શૈલેષે અસિત મોદી પર તેમની બાકી ચૂકવણી ન કરવાનો આરોપ લગાવ્યો હતો, જેના માટે તેણે કોર્ટ નો દરવાજો ખટખટાવ્યો હતો. તે જ સમયે, નોટિસ મળ્યા પછી, અસિત મોદીએ પોતાનો પક્ષ રજૂ કર્યો અને કહ્યું કે શૈલેષે કાગળની ઔપચારિકતા પૂર્ણ કરી ન હતી જેના કારણે ચુકવણીનું કાર્ય પૂર્ણ થઈ શક્યું ન હતું. તેમજ અસિત મોદીએ વધુ એક વાત કહી હતી. અસિતે કહ્યું હતું કે તેણે માત્ર શૈલેષને તેના શો તારક મહેતામાં કામ જ નથી આપ્યું પણ તેઓ અભિનેતા ન હોવા છતાં તેમને મુખ્ય ભૂમિકા તારક મહેતા નું પાત્ર સોંપીને જોખમ લીધું હતું.. હવે શૈલેષ લોઢા અસિતના આ નિવેદન પર ગુસ્સે જોવા મળી રહ્યા છે.

Join Our WhatsApp Community

 

શૈલેષ લોઢા એ અસિત કુમાર મોદી ને માર્યો ટોણો  

એક મીડિયા હાઉસ ના અહેવાલ મુજબ, શૈલેષ લોઢાએ કહ્યું છે કે ‘હું આ કેસ પર વધુ કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી. કારણ કે આ બધું ન્યાયતંત્ર હેઠળ છે. હું એટલું જ કહેવા માંગુ છું કે તારક મહેતા શો મારો પહેલો શો નહોતો. અને મેં અસિત મોદીને મને તારક મહેતામાં કાસ્ટ કરવા માટે નથી કહ્યું. મેં 1981થી કવિ તરીકે મારુ નામ કમાયું છે.. મેં ટીવી પર ઘણું કામ કર્યું છે. તે સમયે મેં વાહ વાહ, કોમેડી સર્કસ, ક્યા બાત હૈ જેવા શો કર્યા હતા. શૈલેષે આગળ કહ્યું- ‘હું અહીં આદરણીય કવિ કૃષ્ણ બિહારી નૂરજીની એક પંક્તિ કહેવા માંગુ છું- ‘સત્ય થોડું ઓછું અથવા થોડું વધી શકે છે, અરીસો જૂઠું નથી બોલતો.’ મારા દ્વારા લખવામાં આવેલી બે પંક્તિઓ પણ છે- ‘તેને અશરફી સાથે જૂઠ ઢાંકવાની આદત છે. તે ભૂલી જાય છે કે મારી પાસે સત્યની શક્તિ છે. શૈલેશે આગળ કહ્યું- હું અસિત મોદી દ્વારા કરવામાં આવેલા દરેક દાવાનો જવાબ આપીશ. જે ઘટનાઓ બની હતી તેના દસ્તાવેજો પણ હું યોગ્ય સમયે રજૂ કરીશ.’.

Anupamaa Spoiler Alert: અનુપમાનો માસ્ટર સ્ટ્રોક! અભિમાનમાં રાચતા કોઠારીઓ થયા પાયમાલ; હવે અનુપમાના એક જ નિર્ણયથી બદલાઈ જશે આખા પરિવારની કિસ્મત
Do Deewane Sahr Mein Teaser Out: ‘દો દીવાને સહર મેં’ નું ટીઝર રિલીઝ: સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુરની કેમેસ્ટ્રીએ જીત્યા દિલ; જાણો ક્યારે રિલીઝ થશે આ રોમેન્ટિક ડ્રામા
Ajay Devgn Bal Tanhaji Announcement: દેશની પ્રથમ AI નિર્મિત ફિલ્મ ‘બાલ તન્હાજી’ની જાહેરાત; અજય દેવગણે વીર મરાઠા યોદ્ધાની ગાથાને આપી નવી ઓળખ
Akshaye Khanna: શું અક્ષય ખન્ના ને નડ્યું સ્ટારડમ? ‘દ્રશ્યમ 3’ બાદ હવે આ મોટી ફ્રેન્ચાઈઝીમાંથી પણ અભિનેતા ની થઇ છુટ્ટી!
Exit mobile version