Site icon

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં કુંવારા પોપટલાલની વાસ્તવિક પ્રેમકથા છે દિલચસ્પ, અભિનેતા એ કર્યા હતા ભાગી ને લગ્ન

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પોપટલાલ એટલે કે શ્યામ પાઠક સિરિયલમાં લગ્નને લઈને ચિંતિત છે. તેના જીવનમાં દરેક વખતે છોકરી આવે છે, પરંતુ લગ્ન સુધી સંબંધ નથી પહોંચતો. પરંતુ તે વાસ્તવિક જીવનમાં પરિણીત છે.

taarak mehta ka ooltah chashmah shyam pathak aka popatlal real life wife lovestory

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં કુંવારા પોપટલાલની વાસ્તવિક પ્રેમકથા છે દિલચસ્પ, અભિનેતા એ કર્યા હતા ભાગી ને લગ્ન

News Continuous Bureau | Mumbai

ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ હંમેશા દર્શકોનો પ્રિય શો રહ્યો છે. 15  વર્ષથી આ શો લોકોને ખૂબ હસાવી રહ્યો છે. શોમાં એક પાત્ર છે જેનું લગ્ન થવાનું નામ જ નથી લેતું. આ રોલનું નામ પત્રકાર પોપટલાલ છે, જે શ્યામ પાઠક ભજવી રહ્યા છે. શોમાં ભલે તેને પત્ની ન મળી રહી હોય પરંતુ તે વાસ્તવિક જીવનમાં પરિણીત છે. ચાલો જાણીયે તેની લવ સ્ટોરી વિશે .

Join Our WhatsApp Community

 

શ્યામ પાઠક ની લવસ્ટોરી 

શ્યામ પાઠક અને રેશ્મીની લવ સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો રેશમી ને કોલેજમાં જોતા ની સાથે જ શ્યામ પાઠક નું તેના પર દિલ આવી ગયું હતું. રેશમી પણ તેના માટે પાગલ થઈ ગઈ હતી. પરંતુ જ્યારે બંનેના પરિવારજનોને તેમના પ્રેમની જાણ થઈ તો તેઓ ખૂબ ગુસ્સે થઈ ગયા. તેમના પરિવારના સભ્યોએ તેમના સંબંધ માટે ના પાડી હતી. પરંતુ પરિવારના સભ્યોની વિરુદ્ધ જઈને બંને ભાગી ગયા અને લગ્ન કરી લીધા. જોકે થોડો સમય ગુસ્સે થયા બાદ તેના પરિવારના સભ્યો રાજી થઈ ગયા હતા.આ કપલને ત્રણ બાળકો પણ છે અને તેઓ તેમના લગ્ન જીવનમાં ખૂબ જ ખુશ છે. તેમની પુત્રીનું નામ નિયતિ અને પુત્રનું નામ પાર્થ અને શિવમ છે.

 

 શ્યામ પાઠકે આ શોમાં કર્યું હતું કામ

શ્યામ પાઠકે ‘જસુબેન જયંતિલાલ જોશીની જોઈન્ટ ફેમિલી’ અને ‘સુખ બાય ચાન્સ’ જેવા શોમાં પણ કામ કર્યું છે. આ સિવાય પોપટલાલે ચાઈનીઝ ફિલ્મ ‘લસ્ટ કોશન’ માં કામ કર્યું હતું. વર્ષ 2007માં આવેલી આ ફિલ્મમાં તે સુવર્ણકાર એટલે કે ઝવેરાતનો દુકાનદાર બન્યો હતો. આ ફિલ્મમાં શ્યામ પાઠક ઉપરાંત બોલિવૂડ એક્ટર અનુપમ ખેર પણ જોવા મળ્યા હતા.

Aryan Khan: જાણો કેમ કેમેરા સામે હસતો નથી આર્યન ખાન? રાઘવ જુયાલે કર્યો શાહરુખ ખાન ના દીકરા ને લઈને ખુલાસો
Anupama spoiler : ‘અનુપમા’માં ગણપતિ વિસર્જનના એપિસોડમાં થશે ધમાકો, તોષૂ, ગૌતમ અને રાહીનો થશે હિસાબ
Nafisa Ali: અભિનેત્રી નફીસા અલીને ફરીથી થયું કેન્સર, સ્ટેજ 4 કેન્સર માટે શરૂ થશે કીમોથેરાપી
Jolly LLB 3: અક્ષય કુમારની ‘જોલી એલએલબી 3’ પર ચાલી સેન્સર બોર્ડની કાતર, ફિલ્મ માં થયા આટલા મોટા ફેરફાર
Exit mobile version