Site icon

Taarak mehta ka ooltah chashmah Sonu: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની સોનુ ને તેના બોયફ્રેન્ડ એ એવી રીતે કર્યું પ્રપોઝ કે જોતી રહી ગયો ટપ્પુ,જલ્દી જ લગ્નના બંધનમાં બંધાશે ઝીલ મહેતા

Taarak mehta ka ooltah chashmah Sonu: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં ઝીલ મહેતા ટપ્પુ સેના ની સભ્ય સોનુ ના પાત્ર માં જોવા મળી હતી. ઝીલ મહેતા એ નાની સોનુ નો રોલ કર્યો હતો. હવે સોનુ મોટી થઇ ગઈ છે અને જલ્દી જ લગ્ન કરવા જઈ રહી છે.

taarak mehta ka ooltah chashmah sonu aka jheel mehta boyfriend propose in filmy style

taarak mehta ka ooltah chashmah sonu aka jheel mehta boyfriend propose in filmy style

News Continuous Bureau | Mumbai

Taarak mehta ka ooltah chashmah Sonu: અભિનેત્રી ઝીલ મહેતાએ ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નાની સોનુની ભૂમિકા ભજવી હતી. તે શો સાથે શરૂઆત થી જોડાયેલી હતી.ત્યારબાદ ઝીલે આ શો ને અલવિદા કહી દીધું હતું. શો છોડવાની સાથે જ ઝીલે ટીવી ઈન્ડસ્ટ્રીને પણ અલવિદા કહી દીધું.હવે ઝિલ મહેતાના જીવન માં રીલ લાઈફ નહીં પરંતુ રિયલ લાઈફ ટપ્પુ ની એન્ટ્રી થઇ છે. ઝીલ મહેતાએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ સાથે સગાઈ કરી છે. ઝીલે આ ખાસ પ્રસંગનો એક સુંદર વીડિયો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. 

Join Our WhatsApp Community

 

ઝીલ મહેતા એ કરી સગાઇ 

ઝીલ મહેતા એ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે. જેમાં જોઈ શકાય છે કે, ઝીલ ના બોયફ્રેન્ડ આદિત્ય એ પ્રપોઝ ની બધી તૈયારી કરી રાખી છે. ઝીલ મહેતા એ લાલ કલર નો ડ્રેસ પહેર્યો છે તેમજ તેની આંખ પર પટ્ટી બાંધવામાં આવી છે. ત્યારબાદ આદિત્ય ઝીલ ની સામે શાહરૂખ ખાનની સ્ટાઈલમાં ડાન્સ કરે છે અને ઝીલ ને પ્રપોઝ કરે છે. આ પ્રસંગે અભિનેત્રી ખુશીથી રડવા લાગે છે. અને વારંવાર તેના આંસુ છુપાવવાનો પ્રયાસ કરે છે અને તેના બોયફ્રેન્ડને ગળે લગાવે છે. ઝીલ નો આ વિડીયો વાયરલ થઇ રહ્યો છે. ઝીલ ની આ પોસ્ટ પર સૌથી પહેલા ઝીલ ને તેના રીલ લાઈફ ટપ્પુ એટલેકે ભવ્ય ગાંધી એ તેને શુભેચ્છા પાઠવી હતી.


તમને જણાવી દઈએ કે, ઝીલ મહેતાએ અભિનય છોડીને મેકઅપ આર્ટિસ્ટ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. તે લાંબા સમયથી આદિત્યને ડેટ કરી રહી છે. રિપોર્ટ્સનું માનીએ તો ઝીલ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે. જો કે ઝીલ ક્યારે લગ્ન કરશે તેની માહિતી હજુ સુધી સામે આવી નથી.  

આ સમાચાર પણ વાંચો : Aryan khan: શું બોલિવૂડ ના આ સુપરસ્ટાર પર આધારિત છે આર્યન ખાન ની વેબ સિરીઝ ‘સ્ટારડમ’? જાણો કેવી છે સિરીઝ ની વાર્તા

 

Kamini Kaushal passes away: બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન.
De De Pyaar De 2 Review: તમે પણ વિકેન્ડ માં દે દે પ્યાર દે ર જોવા નું વિચારી રહ્યા છો તો ટિકિટ બુક કરાવતા પહેલા વાંચી લો ફિલ્મ નો રીવ્યુ
Dharmendra ICU Video Leak: ધર્મેન્દ્રનો ICU વીડિયો વાયરલ કરનાર હોસ્પિટલ સ્ટાફની ધરપકડ, પ્રાઇવસી ભંગ બદલ પોલીસની કાર્યવાહી
Jaya Bachchan: ફરી પાપારાઝી પર ગુસ્સે થઇ જયા બચ્ચન, ફોટો લેવા ને લઈને કહી આવી વાત
Exit mobile version