Site icon News Continuous Bureau | Mumbai

 શું હવે લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા..’ પર બનશે ફિલ્મ? નિર્માતાએ આપ્યો આ જવાબ ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 15 જૂન 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

ટેલિવિઝન જગતનો સૌથી લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' આ વર્ષે જુલાઈમાં 13 વર્ષ પૂરા કરશે. આટલા લાંબા સમય સુધી ચાલવાવાળો આ પહેલો કોમેડી શો બન્યો છે. આ શો અને તેના કલાકારો પ્રેક્ષકોના દિલ પર રાજ કરે છે. ટીવી ટીઆરપીની વાત કરવામાં આવે તો આ શો ઘણીવાર ટોચ પાંચમાં શામેલ હોય છે. પાત્ર સાથે સંબંધિત મિમ્સ સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવે છે.

હવે એવી અટકળો વહેતી થઇ છે કે આ શો મૂવી થિયેટર તરીકે રિલીઝ થશે. હા! તમે તે બરાબર સાંભળ્યું 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નિર્માતાઓ ચાહકો માટે કંઈક મોટું કરવાની યોજના બનાવી રહ્યા છે અને અમને ખબર છે કે આ સમાચાર વાંચ્યા પછી તમે તમારી ઉત્કંઠાને રોકી શકશો નહીં.

કોરોના રસીને કારણે એક વ્યક્તિનું મોત થયું; કેન્દ્ર સરકારે પણ સ્વીકારી આ વાત, જાણો શું છે સમગ્ર મામલો

હકીકતમાં, ટ્વિટર પર એક યૂઝરે નિર્માતા અસિત કુમાર મોદીને ટેગ કરતાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પર ફિલ્મ બનાવવાની વિનંતી કરી હતી. યુઝરે લખ્યું હતું કે, "કૃપા કરીને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પર એક ફિલ્મ બનાવો. આ વિશ્વનો સર્વોત્તમ શો છે.  આ શો પર મૂવી બનાવી અને ઇતિહાસ રચો." 

જોકે આ જવાબ માત્ર એક જ શબ્દનો હતો. ચાહકોના ટ્વીટના જવાબમાં અસિત કુમાર મોદીએ 'હા' લખી હતી. નિર્માતાના આ જવાબ પર ચાહકોએ પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું છે. ચાહકોની આ પ્રતિક્રિયા જોઇને લાગે છે કે તેઓ તેના વિશે ખૂબ ઉત્સાહિત છે અને હવે આતુરતાથી ફિલ્મની રાહ જોઇ રહ્યા છે.

મહારાષ્ટ્રમાં શિક્ષકો વીફર્યા; સરકારે જાહેર કરી આ નવી નિયમાવલી, જાણો વિગત

ઉલ્લેખનીય છે કે શોની લોકપ્રિયતાનું કારણ તેના પાત્રો અને ગોકુલધામ સોસાયટી છે. આ સોસોયટીમાં રહેતા લોકોના કારણે, લોકો ગોકુલધામને મિની ઇન્ડિયા કહે છે કારણ કે અહીં દરેક ધર્મ અને ક્ષેત્રના લોકો છે. અહીં, મરાઠી, બંગાળી, પંજાબી, ગુજરાતી, તમિળ, હિન્દીભાષી પ્રદેશો સાથે મળીને એક થયા છે. તેઓ એકબીજાની સંભાળ રાખે છે.

Kuch Kuch Hota Hai Completes 28 Years ‘કુછ કુછ હોતા હૈ’ની રિલીઝને ૨૮ વર્ષ પૂર્ણ શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુખર્જીમાંથી કોને મળી હતી સૌથી વધુ ફી?
Dulquer Salmaan Aakasamlo Oka Tara પવન સાદિનેની દિગ્દર્શિત ‘AOT’ નું ઓફિશિયલ ટીઝર આઉટ; આ તારીખે વિશ્વભરમાં થશે રિલીઝ
Neha Sharma Legal Action AI Content પરવાનગી વિના એઆઈ કન્ટેન્ટ બનાવનારા સામે નેહા શર્માની કડક ચેતવણી ‘ફેક એકાઉન્ટ પાછળ છુપાઈને નહીં બચી શકાય’, કાનૂની કાર્યવાહીની તૈયારી
Anirudh Ravichander Kavya Maran Wedding રોકસ્ટાર અનિરુદ્ધ સાથે સાત ફેરા લેશે SRH ની બોસ કાવ્યા મારન જાણો ગ્રીસમાં લગ્ન અને ચેન્નાઈ રિસેપ્શનની વિગતો
Exit mobile version