ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
15 માર્ચ 2021
છેલ્લા 13 વર્ષથી ટીવી પર ધૂમ મચાવતી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા યુટ્યુબ પર પણ ધૂમ મચાવી રહી છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ ઘણા વર્ષોથી લોકોના દિલમાં રાજ કરે છે, વિવિધ એવોર્ડ મેળવવાની સાથે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ તેનું સ્થાન છે. આસિત કુમાર મોદી અને તેની ટીમ દર્શકો પર મજબૂત પકડ જમાવવામાં સફળ થઇ છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલને most viewed show on youtube નો પણ ખિતાબ મળ્યો છે. તેને યુટ્યૂબ ના સૌથી ફેમસ શો pewdiepie અને mr. beast combined ને પણ પાછળ પાડી દીધા છે. આ સીરિયલને 45 મિલિયન વ્યૂઝ મળ્યા છે અને આ સમાચાર સિરીયલના દિગ્દર્શક માલવ રાજાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પણ પોસ્ટ કર્યા છે.