Site icon

‘તારક મહેતા કા’ માં સુંદર અભિનેત્રી બબીતાજીના પતિનું પાત્ર ભજવનારા મિ. અય્યર ની રિયલ લાઈફ પત્ની ગોરી હશે કે સાવલી..!! વાંચો શું છે સસ્પેન્સ.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

12 ડિસેમ્બર 2020

સબ ટીવી ચેનલનો લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ છેલ્લા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. ત્યારે દર્શકોને પણ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ અને તેના કેરેક્ટરને ખૂબ જ પસંદ કરે છે. ‘તારક મહેતા’માં એક એવું જ કેરેક્ટર છે અય્યરનું. તારક મહેતા’ માં બબીતાના પતિ મિસ્ટર અય્યરનું પાત્ર ભજવી રહેલા કલાકારનું સાચું નામ તનુજ મહાશબ્દે છે. ટીવી શો માં મિસ્ટર અય્યર મૂળ સાઉથ ઇન્ડિયન અને હાલ મુંબઈના રહેવાસી તરીકે દર્શાવવામાં આવ્યા છે.

તમને એ જાણી ને આશ્ચર્ય થશે કે મિસ્ટર  અય્યર રિયલ લાઇફમાં તમિલ નહીં પણ મહારાષ્ટ્રીયન છે. પરંતુ અનેક લોકો તેમની બોલી ઉપરથી તેમને તમિલ સમજે છે પરંતુ આશ્ચર્યની વાત એ છે મિસ્ટર નું પાત્ર ભજવતા ભજવતા તેમણે તમિલ ભાષા શીખી લીધી છે અને હવે તેમને 25% તમિલ ભાષા પણ આવડી ગઈ છે. હવે એમના વિશે જોડાયેલા બીજા સમાચાર આ અંગે વાત કરીએ કે આવતા વર્ષે તેમના લગ્ન થવાના છે 

 

એક ઇન્ટરવ્યુ દરમિયાન તનુજે મહાશબ્દે કહ્યું હતું કે તેઓ આવતા વર્ષે લગ્ન કરવાના છે. દરમિયાન તનુજે તેની ઓનસ્ક્રીન પત્ની મુનમુન દત્તા એટલે કે બબીતા ​​સાથે પણ તેની કેમિસ્ટ્રી વિશે ચર્ચા કરી હતી. તનુજે કહ્યું કે તે અને મુનમુન ઓફસ્ક્રીન પણ ઘણા સારા મિત્રો છે. મીડિયા સાથે વાતચીતમાં, તનુજ એમ કહીને ભાવુક થઈ ગયા હતા કે અય્યર લોકોમાં પ્રખ્યાત છે, પરંતુ તનુજ નહીં. તનુજ કહે છે, 'હું જાણું છું કે અય્યરનું પાત્ર ખૂબ મોટું છે. ખૂબ જ લોકપ્રિય છે. પરંતુ હું માનું છું કે લોકોએ ફક્ત પાત્ર જ નહીં, પણ તેમને ભજવનારા કલાકારને પણ જાણવું જોઈએ. જોકે, તનુજે એમ પણ કહ્યું હતું કે 'તારક મહેતા કા ઓલતાહ ચશ્મા'ની ટીમનો ભાગ બનીને તે ખૂબ જ ખુશ છે. તનુજ આ પહેલા પણ ઘણા વધુ શો કરી ચૂક્યો છે. તેમને થિયેટરમાં પણ રસ છે. આ સિવાય તે સ્ક્રીપ્ટ રાઇટિંગ પણ કરે છે.  

 

નોંધનીય છે કે '‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ એ તાજેતરમાં 3000 એપિસોડ્સ પૂર્ણ કર્યા છે. 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' પછી ટીવી પર આ બીજો શો છે, જેણે આ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

Kartik Aaryan Birthday Special: એક સમયે ઓડિશન માટે ભટકતો કાર્તિક આર્યન આજે છે કરોડો ની સંપત્તિ નો મલિક, જાણો અભિનેતા ને નેટવર્થ અને તેના સંઘર્ષ ની યાત્રા વિશે
The Family Man 3: ધ ફેમિલી મેન 3 માં ખાલી મનોજ બાજપેયી એ જ નહીં સિરીઝ ની આ સ્ટાર કાસ્ટ એ પણ કર્યું છે અદભુત કામ
Siddhant Kapoor: ઓરી પછી હવે શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂર ને મુંબઈ પોલીસ એ પાઠવ્યું સમન, 252 કરોડના ડ્રગ્સ કેસમાં થશે પૂછપરછ
Abhinav Shukla: અભિનવ શુક્લા બન્યો આઈડેન્ટિટી થેફ્ટ સ્કેમનો શિકાર, તેની આઈડી પર એક કે બે નહીં પરંતુ આટલા લોકો એ લીધી લોન
Exit mobile version