Site icon

Amit bhatt :  તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના બાપુજી એટલે કે અમિત ભટ્ટ નો જોવા મળ્યો સ્વેગ, બુલેટ પર કરી સવારી , વાયરલ થયો ફોટો

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બાપુજીનો રોલ કરનાર અમિત ભટ્ટનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં ચંપકલાલ ગડા એકદમ અલગ અવતારમાં જોવા મળી રહ્યા છે.

News Continuous Bureau | Mumbai

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ દર્શકોના પ્રિય શો માંથી એક છે. ઘણા વર્ષોથી, ચાહકો આ સીરિયલને ખૂબ પસંદ કરે છે, જેના કારણે આ શો હંમેશા TRP લિસ્ટમાં ટોપ પર રહે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હાલમાં SAB ટીવી પર સૌથી લાંબો સમય ચાલતો શો છે. 2008માં શરૂ થયેલી આ સિરિયલે TRPના તમામ રેકોર્ડ તોડી નાખ્યા અને ઘર-ઘરમાં જાણીતી બની ગઈ. હાલમાં જ આ શોમાં બાપુજીનો રોલ કરી રહેલા અમિત ભટ્ટનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Join Our WhatsApp Community

બાપુજી એટલે કે અમિત ભટ્ટે શેર કર્યો ફોટો

અમિત ભટ્ટ ટીવીના પ્રખ્યાત અભિનેતા છે. થોડા દિવસો પહેલા તેણે એક સ્ટાઇલિશ ફોટો પોસ્ટ કરીને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ ફોટામાં અભિનેતા સુપરબાઈક પર બેઠેલો જોવા મળી રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે, તેણે એવા કપડાં પહેર્યા નહોતા જેમાં લોકો તેને સામાન્ય રીતે ઓન-સ્ક્રીન એટલે કે ધોતી અને કુર્તામાં જુએ છે. તેના બદલે તે ટી-શર્ટ અને જીન્સમાં સ્માર્ટ લાગતો હતો. ત્યારે ચાહકો પણ બાપુજીનો આધુનિક લુક જોઈને દંગ રહી ગયા હતા.આ ફોટો જોયા બાદ ફેન્સ પણ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એકે કહ્યું- બાપુજી નો જલવો. એકે કહ્યું ગોલમાલ 5 માટે ઓડિશન આપતી વખતે બાપુજી. અન્ય એકે કહ્યું – બબુચક.

આ સમાચાર પણ વાંચો:  Bakri id 2023: એશિયાના સૌથી મોટા કતલખાના દેેવનારમાં બકરી ઈદના ઉમટી પડ્યા વિક્રેતાઓ, અધધ આટલા લાખ બકરા-ઘેટાંનું થયું વેચાણ..

 

 

વિવાદો માં ઘેરાયેલો છે તારક મહેતા શો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 15 વર્ષથી દર્શકોનો ફેવરિટ કોમેડી શો રહ્યો છે. તાજેતરમાં, શો એક વિવાદમાં ફસાઈ ગયો હતો જ્યારે રોશનની ભૂમિકા ભજવતી જેનિફર મિસ્ત્રીએ નિર્માતા અસિત મોદી પર ગેરવર્તણૂક અને જાતીય સતામણીનો આરોપ મૂક્યો હતો.

Ramayana Teaser: ‘ટીવીની ‘સીતા’ના બદલાયા સૂર! રણબીર કપૂરની ‘રામાયણ’ જોઈ દીપિકા ચિખલિયા થઈ ફિદા, પહેલા વિરોધ અને હવે વખાણ?
R Madhavan Dhurandhar 2 Theater: થિયેટરમાં ‘અજય સાન્યાલ’ ની એન્ટ્રી! ‘ધુરંધર ૨’ જોવા માટે ભરેલા સિનેમાઘરમાં ચુપકેથી પહોંચ્યા આર. માધવન, પણ ફેન્સે કરી દીધો પર્દાફાશ
Kishore Kumar-Madhubala Relation: મધુબાલા વિશે કિશોર કુમારે કહી હતી આ મોટી વાત, જાણો બોલિવૂડની બ્યુટી ક્વીનના છેલ્લા દિવસોનું સત્ય.
Happy Birthday Joshi: હેપ્પી બર્થડે જોશી! AI પાવર સાથે અજય દેવગણને ખાસ ગિફ્ટ, લેન્સ વોલ્ટ સ્ટુડિયોની અદભૂત શોર્ટ ફિલ્મ વાયરલ
Exit mobile version