Site icon News Continuous Bureau | Mumbai

76 વર્ષીય નટુકાકાની તબિયતને લઈને આવ્યા સારા સમાચાર, જલ્દી જ પરત ફરશે તારક મહેતાના સેટ પર

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

03 ડિસેમ્બર 2020 

ટેલીવિઝન જગતના સૌથી લોકપ્રિય શો ‘તારક મહેતા કા…’ માં નટુકાકાનું પાત્રભજવનાર ઘનશ્યામ નાયક હવે સ્વસ્થ છે અને ફરી સેટ પર પરત ફરવા માંગે છે.  ઉલ્લેખનીય છે કે ગત સપ્ટેમ્બર મહિનામાં તેમના ગળાનું ઓપરેશન કરવામાં આવ્યું હતુ અને કેટલીક ગાંઠો કાઢવામાં આવી હતી. હવે તેમની હાલત સુધારા પર છે અને સેટ પર પાછા ફરવા માંગે છે.

76 વર્ષીય ઘનશ્યામ નાયકે જણાવ્યું હતું કે, ‘હવે હું ફીટ છુ અને મેકર્સ મને પાછો બોલાવે તેની જ રાહ જોઇ રહ્યો છું. હું શૉ અને મેમ્બર્સને ખૂબ જ યાદ કરુ છું. ટીમ મેમ્બર્સ પણ મારી આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. મારી હાલત સુધારા પર છે અને જો મેકર્સ મને પરત બોલાવી લેશે તો 7-10 દિવસની અંદર શૂટ શરૂ કરી દઇશ. હું એકદમ ચોખ્ખું બોલી શકું છું. મારા રિપોર્ટ કરાવવામાં આવ્યા છે જે તમામ રિપોર્ટ નેગેટિવ છે.’

ઘનશ્યામ નાયકે વધુમાં જણાવ્યું હતું કે, ‘ટીમ મેમ્બર્સ હાલમાં જ મારા ફોટો ક્લિક કર્યા હતા અને તેમને હું સંપૂર્ણ રીતે સ્વસ્થ લાગ્યો હતો. મારે દિલીપ જોષી એટલે કે જેઠાલાલ સાથે ફોન પર વાતચીત  થાય છે. તેમણે કહ્યું હતું કે ગડા ઇલેક્ટ્રોનિક તમારી રાહ જોવે છે. બસ મને માત્ર એટલો જ ડર છે કે સિનિયર સિટીઝનના કામ માટેના નવા નિયમ પ્રમાણે મારુ કામ અટકી ન પડે.’

નોંધનીય છે કે તેમના 60 વર્ષ દરમિયાન હિન્દી ફિલ્મો, સિરીયલો અને ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. નટુકાકા છેલ્લા 55 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તેમને ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પરંતુ તેમને ખરી ઓળખ તારક મહેતામાં નટુકાકાના પાત્ર દ્વારા મળી છે.  76 વર્ષના ઘનશ્યામ નાયક મૂળ ગુજરાતી છે. તેમને અત્યાર સુધીમાં 31 ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

Bigg Boss Contestants Passed Away સિદ્ધાર્થ શુક્લાથી લઈને સોનાલી ફોગાટ સુધી ‘બિગ બોસ’ના આ ચર્ચિત સ્પર્ધકો જેમણે નાની ઉંમરે દુનિયાને કહી દીધું અલવિદા…
Navya Naveli Nanda Golden Dress ગોલ્ડન ડ્રેસમાં છવાઈ ગઈ નવ્યા નવેલી નંદા પહેર્યો માતા શ્વેતા બચ્ચનનો ૧૧ વર્ષ જૂનો ડ્રેસ, લૂક જોઈ ફેન્સ થયા ફિદા
Bigg Boss Day 1 High Voltage Drama પહેલા જ દિવસે બિગ બોસ ઘરમાં તડાફડી અરિશ્ફા ખાનના તેવર જોઈ માહી વિજ લાલઘૂમ, કેમેરા સામે ચાલ્યો હાઈવોલ્ટેજ ડ્રામા
Ashneer Grover Rise And Fall 2 ‘રાઇઝ એન્ડ ફોલ’ની બીજી સીઝનમાંથી અશ્નીર ગ્રોવર આઉટ? મેકર્સ શોધી રહ્યા છે નવો ચહેરો, જાણો શું છે કારણ
Exit mobile version