Site icon News Continuous Bureau | Mumbai

50 વર્ષની ઉંમરે પણ કુંવારી છે તબ્બુ, આ સુપરસ્ટાર સાથે 15 વર્ષથી હતી રિલેશનમાં; જાણો તબ્બુ ની પ્રેમકહાની વીશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 04 નવેમ્બર, 2021  

Join Our WhatsApp Channel

ગુરુવાર

'ગોલમાલ અગેન'માં બધાને હસાવનાર અને 'અંધાધુન'માં પોતાના અનોખા પાત્રથી બધાને ચોંકાવનારી તબ્બુ 50 વર્ષની થઈ ગઈ છે. અભિનેત્રી તબ્બુ શબાના આઝમીની ભત્રીજી અને ફરાહ નાઝની બહેન છે. જો કે તબ્બુ આજ સુધી કુંવારી છે, એવું નથી કે તે ક્યારેય પ્રેમમાં પડી ન હતી પરંતુ તેમનો સંબંધ ક્યારેય લગ્ન સુધી ન પહોંચી શક્યો, તો ચાલો જાણીએ તબ્બુ વિશે કેટલીક ખાસ વાતો.

તબ્બુની માતા એક સ્કૂલ ટીચર હતી, તે પોતે હૈદરાબાદની સેન્ટ એની હાઈસ્કૂલની વિદ્યાર્થીની હતી. 1983માં, તબ્બુ મુંબઈ આવી ગઈ જ્યાં તેણે બે વર્ષ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અભ્યાસ કર્યો. તબ્બુએ પછી બોલિવૂડમાં પગ મૂક્યો, અભિનેત્રીને બોલિવૂડમાં લાવવાનો શ્રેય દેવ આનંદને જાય છે. જેણે પોતાની ફિલ્મ 'હમ નૌજવાન'માં તબ્બુને તક આપી હતી.

કૉલેજમાં સિંગલ હોવાનો ઉલ્લેખ કરતાં તબ્બુએ કહ્યું હતું કે અજય દેવગન આખી કૉલેજમાં એવો માહોલ ઉભો કરતો કે મને કોઈ બોલવા કે પ્રપોઝ કરવા ન આવે. તબ્બુએ જણાવ્યું કે અજય દેવગન અને તેના મિત્રો હંમેશા તેની સુરક્ષાનું ધ્યાન રાખતા હતા અને કોલેજમાં આખો સમય સાથે રહેતા હતા, આવી સ્થિતિમાં કોલેજમાં ક્યારેય કોઈ છોકરો તેની સાથે દિલની વાત કરવા આવ્યો ન હતો.

માધુરી દીક્ષિતે ભાડે લીધું નવું ઘર, દર મહિને ચુકવશે અધધ આટલા લાખ રૂપિયા ભાડું; જાણો વિગત

સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર નાગાર્જુન અને તબ્બુ લગભગ 15 વર્ષ સુધી રિલેશનશિપમાં હતા. તબ્બુ તેના પ્રેમમાં એટલી પાગલ હતી કે તેણે મુંબઈને બદલે હૈદરાબાદમાં ઘર લીધું, જ્યાં નાગાર્જુન રહેતો હતો. વાસ્તવમાં નાગાર્જુન પહેલાથી જ પરિણીત હતો અને તે તેની પત્નીને છૂટાછેડા આપવા માંગતો ન હતો અને તેના કારણે આ સંબંધ કાયમ માટે સમાપ્ત થઈ ગયો. તબ્બુએ વર્ષો સુધી નાગાર્જુનની રાહ જોઈ, પરંતુ સંબંધનું કોઈ ભવિષ્ય ન હતું તેથી 2012માં બંને અલગ થઈ ગયા.

Emraan Hashmi Horror Film Rooh ‘રાજ’ બાદ ઇમરાન હાશ્મી ફરી દર્શકોને ડરાવવા સજ્જ હોરરમ્યુઝિકલ ફિલ્મ ‘રૂહ’ની સત્તાવાર જાહેરાત, ૨૦૨૭માં થશે રિલીઝ
Ramayan Cast Fees Comparison જૂની ‘રામાયણ’થી લઈને નવી ‘રામાયણ’ સુધી અરુણ ગોવિલથી રણબીર કપૂર સુધી કયા કલાકારે કેટલી ફી લીધી? જાણો રસપ્રદ સરખામણી
Jailer 2 Box Office Day 19 રજનીકાંતનો બોક્સ ઓફિસ પર દબદબો ‘જેલર ૨’ ૧૯મા દિવસે ₹૧૦૦ કરોડ ક્લબમાં સામેલ, બની ૨૦૨૬ની પ્રથમ તમિલ ફિલ્મ
Anurag Kashyap Surat Court Warrant બ્રાહ્મણ સમાજ પર વિવાદાસ્પદ ટિપ્પણી મામલે અનુરાગ કશ્યપની મુશ્કેલી વધી સુરત કોર્ટે ફિલ્મમેકર સામે જામીનપાત્ર વોરંટ જારી કર્યું
Exit mobile version