News Continuous Bureau | Mumbai
બોલિવૂડ અભિનેત્રી તબ્બુ હંમેશા ફિલ્મોમાં તેના શ્રેષ્ઠ રોલ માટે ઓળખાય છે. તબ્બુ એ અભિનેત્રીઓમાંની એક છે જે સ્ક્રીન પર દરેક પ્રકારના રોલ નિભાવવામાં માહિર છે. આજે તેનો જન્મદિવસ(Birthday) છે. તબ્બુનો જન્મ 4 નવેમ્બર 1971ના રોજ હૈદરાબાદમાં થયો હતો, તબ્બુનું સાચું નામ તબસ્સુમ ફાતિમા હાશ્મી (Tabassum Fatima Hashmi) છે.
શબાના આઝમી સાથે છે ખાસ સંબંધ
તબ્બુ પીઢ અભિનેત્રી શબાના આઝમી(Shabana Azmi)અને બાબા આઝમીની ભત્રીજી છે. અભિનેત્રી ફરાહ નાઝ તબ્બુની મોટી બહેન છે. ફિલ્મી પરિવારની હોવાથી તબ્બુ બાળપણથી જ ફિલ્મો તરફ ઝુકાવતી હતી. તેણે હંમેશા બિનપરંપરાગત પાત્રો ભજવ્યા છે, જે દર્શકોના દિલ સુધી પહોંચ્યા છે.
દરેક ફિલ્મમાં કર્યુ શાનદાર પ્રદર્શન
તબ્બુને ઈન્ડસ્ટ્રી(Film Industry)ની સૌથી ગંભીર અભિનેત્રીઓમાંની એક કહેવામાં આવે છે. જે સમયે તેણે ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી તે સમયે ઇન્ડસ્ટ્રીમાં અભિનેત્રીઓ કરતાં અભિનેતા વધુ લોકપ્રિય હતા. પરંતુ તબુએ હજુ પણ તેના દરેક પાત્રને પડદા પર શાનદાર દેખાવા માટે સખત મહેનત કરી હતી. તે સ્ક્રીન પર ઘણી હસ્તીઓ સાથે રોમાન્સ કરતી જોવા મળી છે, પરંતુ વાસ્તવિક જીવનમાં તેણે હજુ સુધી લગ્ન કર્યા નથી.
દૂધથી સ્નાન કરે છે તબ્બુ
તબ્બુ 51 વર્ષની થઈ ગઈ હોવા છતાં હજુ પણ તેની ઈચ્છાઓમાં કોઈ કમી નથી. તેની સુંદરતા જોઈને તેની ઉંમરનો અંદાજો લગાવી શકાય તેમ નથી. તબ્બુ(tabu) પાસે પણ તેની સુંદરતાનું એક રહસ્ય છે, જેના વિશે ભાગ્યે જ કોઇ જાણતુ હશે. ખરેખર, તબ્બુ પોતાની ચમક જાળવી રાખવા માટે દૂધથી સ્નાન(bath with milk) કરે છે.
વિવિધ ભાષાઓની ફિલ્મોમાં કર્યુ છે કામ
તબ્બુની ફિલ્મોની વાત કરીએ તો ભલે તે પડદા પર ગમે તેટલા પાત્રો ભજવે, તે હંમેશા પોતાની છાપ છોડે છે. તેની ફિલ્મોમાં, બીજા બધા પાત્રો એક તરફ છે અને તબ્બુ એક બાજુ છે, જે એકલા બધાને ઢાંકી દે છે. તબ્બુ માત્ર હિન્દી ફિલ્મોમાં જ નહીં પરંતુ અંગ્રેજી, મરાઠી, તેલુગુ અને બંગાળી ફિલ્મોમાં પણ શાનદાર અભિનય કરતી જોવા મળી છે.
અજય દેવગન સાથે જોડાયુ છે નામ
અનેક વખત તબ્બુને લગ્ન વિશે પુચ્છવામાં આવ્યુ છે. અનેક વખત તબ્બુએ અજય દેવગન(Ajay devgan) માટે પોતાના મનમાં પ્રેમ હોવાનું સ્વીકાર્યુ છે. જો કે આ વાતા અજય પણ જાણે છે, તેમ છતા પણ તેઓ આજે સારા મિત્રો છે અને ફિલ્મોમાં પણ સાથે કામ કરે છે.