Site icon

Tamannaah bhatia: તમન્ના ભાટિયા નું મુશ્કેલી વધી, આ મામલે મહારાષ્ટ્ર સાયબર સેલે મોકલ્યું અભિનેત્રી ને સમન્સ, જાણો સમગ્ર મામલો

Tamannaah bhatia: અભિનેત્રી તમન્ના ભાટિયા ની મુશ્કેલી વધી છે. રિપોર્ટ મુજબ મહારાષ્ટ સાયબર સેલે અભિનેત્રી ને સમન્સ મોકલ્યું છે.તમન્નાને IPL 2023 ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ કેસમાં પૂછપરછ કરવા અંગે સમન્સ મોકલવામાં આવ્યું છે

tamannaah bhatia in trouble maharashtra cyber cell summons actress

tamannaah bhatia in trouble maharashtra cyber cell summons actress

News Continuous Bureau | Mumbai

Tamannaah bhatia: અભિનેત્રી તમન્ના ભાટિયા તેની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં રહે છે ખાસ કરીને અભિનેત્રી તેના અને વિજય ના સંબંધ ને લઈને ચર્ચામાં રહેતી હોય છે પરંતુ આ વખતે અભિનેત્રી નો ચર્ચામાં આવવાનો વિષય અલગ છે. મીડિયા રિપોર્ટ મુજબ મહારાષ્ટ્ર સાયબર સેલે અભિનેત્રી તમન્ના ભાટિયાને ફેરપ્લે એપ પર IPL 2023 ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગના સંબંધમાં પૂછપરછ માટે બોલાવી છે. રિપોર્ટ મુજબ અભિનેત્રી ને 29 એપ્રિલે મહારાષ્ટ્ર સાયબર પોલીસ સમક્ષ હાજર થવું પડશે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Padma bhushan 2024: મિથુન ચક્રવર્તી થયા પદ્મ ભૂષણ થી સન્માનિત, જાણો બીજા કોને મળ્યો આ એવોર્ડ

 

તમન્ના ભાટિયા ને મળ્યું સમન્સ 

મહારાષ્ટ્ર સાયબર સેલે બોલીવુડ અભિનેત્રી તમન્ના ભાટિયાને સમન્સ પાઠવ્યું છે. મહારાષ્ટ્ર સાયબર સેલે વાયકોમ ની ફરિયાદ પર ફેરપ્લે એપ વિરુદ્ધ FIR નોંધી હતી અને આ મામલે વધુ તપાસ કરવા માટે તમન્ના ભાટિયાની પૂછપરછ કરવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ તમન્ના ભાટિયાએ ફેરપ્લેનો પ્રચાર કર્યો હતો, તેથી જ તેને સાક્ષી તરીકે પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. સાયબર પોલીસ અભિનેત્રી પાસેથી એ સમજવા માંગે છે કે ફેર પ્લેને પ્રમોટ કરવા માટે તેનો સંપર્ક કોણે કર્યો, તેણે તે કેવી રીતે કર્યું અને તેના માટે તેને કેટલા પૈસા મળ્યા અને કેવી રીતે આપવામાં આવ્યા.વાયાકોમે તેની ફરિયાદમાં દાવો કર્યો હતો કે ફેરપ્લેએ ટાટા આઈપીએલ 2023ને ગેરકાયદેસર રીતે દર્શાવ્યું હતું અને તેના કારણે તેમને 100 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. 


તમને જણાવી દઈએ કે તાજેતર માં આ જ કેસમાં સંજય દત્તને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો પરંતુ સંજય દત્ત પહોંચ્યો નહોતો. જોકે, તેણે નિવેદન નોંધવા માટે વધુ સમય માંગ્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Aryan Khan: જાણો કેમ કેમેરા સામે હસતો નથી આર્યન ખાન? રાઘવ જુયાલે કર્યો શાહરુખ ખાન ના દીકરા ને લઈને ખુલાસો
Anupama spoiler : ‘અનુપમા’માં ગણપતિ વિસર્જનના એપિસોડમાં થશે ધમાકો, તોષૂ, ગૌતમ અને રાહીનો થશે હિસાબ
Nafisa Ali: અભિનેત્રી નફીસા અલીને ફરીથી થયું કેન્સર, સ્ટેજ 4 કેન્સર માટે શરૂ થશે કીમોથેરાપી
Jolly LLB 3: અક્ષય કુમારની ‘જોલી એલએલબી 3’ પર ચાલી સેન્સર બોર્ડની કાતર, ફિલ્મ માં થયા આટલા મોટા ફેરફાર
Exit mobile version