Site icon

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ઐયર ભાઈ તરીકે પ્રખ્યાત તનુજ મહાશબ્દે ની થઈ હતી લેખક તરીકે એન્ટ્રી પરંતુ બની ગયા સાયન્ટિસ્ટ ; જાણો તનુજને આ પાત્ર કેવી રીતે મળ્યું

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 02 નવેમ્બર, 2021 

Join Our WhatsApp Community

મંગળવાર. 

જ્યારથી નાના પડદા પર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શરૂ થઈ છે ત્યારથી ગોકુલધામ સોસાયટીના રહેવાસીઓ દર્શકોના દિલ જીતી રહ્યા છે. છેલ્લા તેર વર્ષમાં જેઠાલાલ, બબીતાજી, ઐયર ભાઈ, તારક મહેતા અને પોપટલાલ સહિતના તમામ પાત્રોએ ચાહકોના જીવનમાં એક આગવું સ્થાન બનાવ્યું છે. SAB ટીવી પર 28 જુલાઈ 2008થી પ્રસારિત થતી આ સિરિયલમાં તનુજ મહાશબ્દે ઐયરની ભૂમિકા ભજવી રહ્યો છે. કહેવાય છે કે તેને રાઈટર તરીકે સિરિયલમાં એન્ટ્રી મળી હતી. શોમાં જેઠાલાલ અને શ્રી અય્યરની તુ-તુ મૈં-મૈં લોકોને હસાવે છે.

એક ઈન્ટરવ્યુમાં તનુજે કહ્યું હતું કે એકવાર તે મુનમુન દત્તા સાથે સીરિયલને લગતી કોઈ વાત પર ચર્ચા કરી રહ્યો હતો. ત્યારબાદ જેઠાલાલ એટલે કે દિલીપ જોષીએ સિરિયલના નિર્માતાઓને શ્રી અય્યરનું પાત્ર સૂચવ્યું અને તનુજને ઓફર કરી. વૈજ્ઞાનિક કૃષ્ણન અય્યરનું પાત્ર ભજવી રહેલા તનુજે તેના ઘેરા રંગના કારણે અનેકવાર રિજેકશનનો સામનો કરવો પડ્યો હતો. તેણે પોતે પણ અનેક ઈન્ટરવ્યુમાં આ વાત સ્વીકારી છે. રિપોર્ટ્સ અનુસાર, તનુજને  તેના ઘેરા રંગના કારણે નાટકોમાં યમરાજની ભૂમિકા આપવામાં આવતી હતી.

એક મીડિયા હાઉસ ના રિપોર્ટ અનુસાર, તનુજ મહાશબ્દેએ મરીન કોમ્યુનિકેશનમાં ડિપ્લોમા કોર્સ કર્યો છે. ઉપરાંત, તેમણે ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્રમાંથી થિયેટરની મૂળભૂત બાબતો  શીખી છે. શોમાં દક્ષિણ ભારતીય વૈજ્ઞાનિક કૃષ્ણન અય્યરનું પાત્ર ભજવનાર તનુજ મહાશબ્દે મહારાષ્ટ્રનો છે. અહેવાલો અનુસાર, ટીવી ઇન્ડસ્ટ્રીમાં તેની કારકિર્દી વર્ષ 2000 માં શરૂ થઈ હતી. તનુજ, ‘યે દુનિયા હૈ રંગીન સિરિયલનો ભાગ હતો, તે શરૂઆતથી જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોવા મળે છે.

હવે વધુ એક અભિનેત્રી આવી કોરોનાની ઝપેટમાં, થઇ હોમ ક્વોરેન્ટાઈન, લોકોને કરી આ ખાસ અપીલ

ગયા વર્ષે આપેલા એક ઈન્ટરવ્યુમાં તનુજે ભાવુક થઈને કહ્યું હતું કે લોકો તેને ઐયર તરીકે ઓળખે છે, તનુજનું નામ નથી જાણતા. તે ઈચ્છે છે કે લોકો તેને તનુજના નામથી ઓળખે. તે કહે છે કે અય્યરનું પાત્ર મોટું છે અને તે ખુશ છે કે લોકો તેને પસંદ કરે છે. પરંતુ તે તેનાથી વધુ ખુશ થશે કે લોકો જાણે કે આ પાત્ર કોણ ભજવી રહ્યું છે.

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version