Site icon

Rakhi sawant: રાખી સાવંત ની મુશ્કેલી વધી, આ અભિનેત્રી એ ડ્રામા ક્વીન વિરુદ્ધ નોંધાવી એફઆઈઆર, નાના પાટેકર ને પણ લીધા આડેહાથ, જાણો સમગ્ર મામલો

Tanusheree dutta:દૃશ્યમ ફેમ અભિનેત્રી ઇશિતા દત્તા ની બહેન તનુશ્રી દત્તા ફરી એકવાર ચર્ચામાં આવી છે. એનું કારણ એ છે કે, તનુશ્રી દત્તા એ રાખી સાવંત વિરુદ્ધ FIR નોંધાવી છે.

tanushree dutta has filed an FIR against rakhi sawant and also blame on nana patekar

tanushree dutta has filed an FIR against rakhi sawant and also blame on nana patekar

News Continuous Bureau | Mumbai

Rakhi sawant: થોડાં વર્ષો પહેલા MeToo મૂવમેન્ટ ને લઈને ચર્ચામાં રહેલી તનુશ્રી દત્તા ફરી એકવાર એક્ટિવ થઈ ગઈ છે. હવે તનુશ્રીએ રાખી સાવંત વિરુદ્ધ FIR દાખલ કરી છે. તનુશ્રી તેના વકીલ સાથે ઓશિવારા પોલીસ સ્ટેશન ની બહાર સ્પોટ થઇ હતી જ્યાં તેને રાખી સાવંત વિરુદ્ધ FIR નોંધાવી છે. આ દરમિયાન તનુશ્રી એ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ઘણી કલમો લગાવવામાં આવી છે. અલગ-અલગ વીડિયોમાં રાખી દ્વારા કરવામાં આવેલા ખોટા આરોપો, માનહાનિ અને છેડતીનો કેસ નોંધવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

 

તનુશ્રી દત્તા એ રાખી સાવંત વિરુદ્ધ નોંધાવી એફઆઈઆર 

રાખી સાવંત વિરુદ્ધ એફઆઈઆર દાખલ કર્યા બાદ તનુશ્રી દત્તાએ મીડિયા સાથે વાત કરી અને કહ્યું કે હવે પોલીસ એક્ટ્રેસ વિરુદ્ધ કાર્યવાહી કરશે. તનુશ્રીએ કહ્યું, ‘આ આખો મામલો વર્ષ 2008નો છે, જ્યારે રાખીને ફિલ્મ હોર્ન ઓકે પ્લીઝ’ માંથી રિપ્લેસ કરવામાં આવી હતી અને ત્યારથી તેને મારી સાથે સમસ્યાઓ હતી. બાદમાં મારી સાથે વિવાદ સર્જાતા નિર્માતાએ રાખીને પરત લઈ લીધી હતી. આ પછી, 2018 માં MeToo ચળવળ દરમિયાન, મને રાખીના કારણે ખૂબ જ ભાવનાત્મક આઘાતનો સામનો કરવો પડ્યો હતો. તેણે મારી વિરુદ્ધ જે પણ કહ્યું છે, મારી પાસે તમામ પુરાવા છે. હવે તેને બક્ષવામાં આવશે નહીં.’ તનુશ્રીએ વધુ માં કહ્યું, ‘નિર્માતાએ મારા તમામ ચેક બાઉન્સ કરી દીધા. હું કહીશ કે નિર્માતાઓએ આવા ખોટા કામો ન કરવા જોઈએ. તે સમયે મારું નામ હતું. મેં સારી ફિલ્મો કરી હતી. ‘આશિક બનાયા આપને’ ફિલ્મ પણ હિટ રહી હતી. આવી સ્થિતિમાં જો એ ગીત રિલીઝ થયું હોત તો મને આગળનું કામ પણ મળત. તે નિર્માતા માટે પણ સારું રહ્યું હોત. પિક્ચરને કારણે મને ઘણો ઈમોશનલ ટ્રોમા સહન કરવો પડ્યો હતો.’

આ  સમાચાર પણ વાંચો : The vaccine war: હવે દુનિયાભરના લોકો વાંચી શકશે ‘ધ વેક્સીન વોર’ ની વાર્તા, વિશ્વની આ મોટી લાઇબ્રરી માં મળ્યું સ્થાન

તનુશ્રી દત્તા એ નાના પાટેકર ને લીધા આડેહાથ 

મીડિયા સાથેની વાતચીત દરમિયાન તનુશ્રી દત્તાનાના પાટેકરનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, ‘નાના પાટેકરે પોતાની એક એવી ઈમેજ બનાવી છે કે તે સમાજસેવા કરે છે. પરંતુ તેઓ માત્ર પ્રેસ કોન્ફરન્સમાં જ સમાજ સેવાની વાત કરે છે અને ક્યારેય સાબિતી બતાવતા નથી. સારો માણસ તે છે જે પોતાના પરિવાર સાથે રહે છે. અભિનેત્રીઓ સાથે સંબંધ બાંધવો કે સંબંધ રાખવો એ સારા માણસની નિશાની નથી. બધા જાણે છે કે નાના પાટેકરના પરિવાર સાથેના સંબંધો સારા નથી. તે તેની પત્ની અને બાળક સાથે રહેતો નથી. તેણે પોતાના બાળકને ઈન્ડસ્ટ્રીમાં પણ સાથ આપ્યો ન હતો.’

Yeh Rishta Kya Kehlata Hai: ૧૬ વર્ષથી રાજ કરતો શો ‘યે રિશ્તા…’ ઓફ-એર થવાના આરે? જાણો શું છે ચેનલનો નવો પ્લાન
Sabeer Bhatia Review Dhurandhar: સબીર ભાટિયાનો ‘ધુરંધર’ પર આકરો પ્રહાર: ‘ક્રિએટિવિટીના નામે માત્ર દેખાડો’, નવી પેઢી પર ફિલ્મની અસરને લઈને વ્યક્ત કરી ચિંતા
Ranveer Allahbadia New House Mumbai: ઝીરોથી કરોડો સુધીની સફર: રણવીર અલ્હાબાદિયાએ મુંબઈમાં ખરીદ્યું લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ; યુટ્યુબ કિંગની નેટવર્થ જોઈ આંખો પહોળી થઈ જશે
Kalki 2898 AD Sequel: બે મહાનાયકોનું મિલન! ‘કલ્કી 2’ના સેટ પર અમિતાભ બચ્ચન અને કમલ હાસનની જુગલબંધી; ફોટા જોઈ ચાહકોમાં ભારે ઉત્સાહ
Exit mobile version