ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 નવેમ્બર 2021
મંગળવાર
ક્રિકેટર મિતાલી રાજની બાયોપિક પૂર્ણ કર્યા બાદ અભિનેત્રી તાપસી પન્નુએ રાજસ્થાનમાં તેની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં તેમની સાથે 'સ્કેમ 1992'માં ફેમસ થયેલા એક્ટર પ્રતીક ગાંધી જોવા મળશે. ફિલ્મનું નામ છે 'વો લડકી હૈ કહાં?' અને ફિલ્મનો ફર્સ્ટ લૂક તેના નિર્માતા જંગલી પિક્ચર્સ અને રોય કપૂર ફિલ્મ્સ દ્વારા સોમવારે રિલીઝ કરવામાં આવ્યો હતો. આ કોમેડી-ડ્રામા સ્ટોરી માટે બંને સ્ટુડિયોએ હાથ મિલાવ્યા છે. ‘વો લડકી હૈ કહાં’ અરશદ સૈયદ દ્વારા લખાયેલ અને નિર્દેશિત ફિલ્મ છે. તાપસી પન્નુ અને પ્રતિક ગાંધી પહેલીવાર સાથે આવી રહ્યા છે. તાપસી પન્નુ ફિલ્મ 'વો લડકી હૈ કહાં?'માં એક સશક્ત પોલીસ ઓફિસર તરીકે તેની પ્રથમ કોમેડી ભૂમિકા ભજવતી જોવા મળશે. પ્રતિક ગાંધી, જેમણે 'સ્કેમ 1992'માં તેની ભૂમિકા માટે પ્રશંસા મેળવી હતી, તે એક મસાલા મહાનુભવના પરિવારના યુવાન નવા પરણેલા વંશજ તરીકે ખૂબ જ અલગ અવતારમાં જોવા મળશે.
પ્રથમ વખત પોલીસની ભૂમિકા ભજવવા પર અને ફિલ્મમાં તેનો અદભૂત દેખાવ શેર કરવા પર, તાપસી પન્નુ કહે છે, “મહિલા કોપનું પાત્ર ભજવવું અને કોમેડી ફિલ્મ કરવી એ હંમેશા મારા ચેકલિસ્ટમાં રહ્યું છે. અને મને આનંદ છે કે આખરે મને આ ફિલ્મમાં બંને પાત્ર ભજવવાની તક મળી છે. મેં પ્રતિકનું કામ જોયું છે અને મને લાગે છે કે તે ખૂબ જ પ્રતિભાશાળી અભિનેતા છે. અરશદે એક અદ્ભુત સ્ક્રિપ્ટ લખી છે જેમાં રમૂજની સાથે ઘણી લાગણીઓ પણ છે."
શું અજય દેવગનની 'સિંઘમ 3' કલમ 370 પર આધારિત હશે? રોહિત શેટ્ટીએ આપ્યો કંઈક આવો જવાબ ; જાણો વિગત
તેમની ભૂમિકા અને આ રોમાંચક ટીમ સાથે કામ કરવાના તેમના અનુભવ વિશે વાત કરતાં, પ્રતીક ગાંધીએ કહ્યું, 'મેં અત્યાર સુધી જેટલું કામ કર્યું છે, 'વો લડકી હૈ કહાં?' માં મારું પાત્ર તેના કરતા ઘણું અલગ છે અને તે ખૂબ જ રોમાંચક છે. તાપસી અત્યંત પ્રતિભાશાળી છે અને હું તેની સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. અરશદ એક મોટી દ્રષ્ટિ ધરાવે છે અને તેણે આ વાર્તા ખૂબ જ બારીકાઇથી લખી છે! મને ખાતરી છે કે દર્શકોને તે ગમશે." ફિલ્મ 'વો લડકી હૈ કહાં?' આવતા વર્ષે રિલીઝ થશે.