Site icon News Continuous Bureau | Mumbai

ફરી ચર્ચામાં આવ્યો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો’, શૈલેષ લોઢાને મેકર્સ પાસેથી નથી મળ્યા બાકી પૈસા

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. રિપોર્ટ અનુસાર, મેકર્સે હજુ સુધી શૈલેષ લોઢા ના પૈસા ચૂકવ્યા નથી. એટલું જ નહીં તેણે અન્ય કલાકારોને પણ પરેશાન કર્યા છે.

taarak mehta ka ooltah chashmah team reply to shailesh lodha alligations

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ની ટીમે શૈલેષ લોઢા ના આરોપ પર આપ્યો જવાબ, જણાવ્યું પેમેન્ટ રોકવાનું કારણ

News Continuous Bureau | Mumbai

શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ નાના પડદા પર લોકપ્રિય શો બની ગયો છે. આ શો છેલ્લા 15 વર્ષથી દર્શકો નું મનોરંજન કરી રહ્યો છે. દર્શકોને શો તેમજ તેના પાત્રો ગમે છે. છેલ્લા કેટલાક સમયથી આ શોમાં ઘણા વિવાદો જોવા મળી રહ્યા છે. સૌપ્રથમ અંજલિ ભાભી ની ભૂમિકા ભજવનાર નેહા એ કેટલાક અણબનાવ ને કારણે શો છોડી દીધો હતો. આ પછી શૈલેષ લોઢા એ પણ અચાનક શો છોડી દીધો હતો. હવે આ શોને લઈને એક નવો વિવાદ સામે આવી રહ્યો છે.

Join Our WhatsApp Channel

 

સામે આવ્યા ચોંકાવનારા સમાચાર 

શૈલેષ લોઢા ના શો ‘તારક મહેતા માંથી બહાર થવા પર તમામ પ્રકારની અટકળો લગાવવામાં આવી હતી. ક્યારેક એવું કહેવામાં આવતું હતું કે તેનો મેકર્સ સાથે ઝઘડો થયો હતો, તો ક્યારેક કહેવામાં આવ્યું હતું કે શૈલેષ લોઢાએ તેના નવા શોને કારણે ‘તારક મહેતા’ ને અલવિદા કહી દીધું છે, પરંતુ હવે એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અહેવાલ છે કે નિર્માતાઓએ હજુ સુધી શૈલેષ લોઢા ને તેની બાકી રકમ ચૂકવી નથી, જ્યારે તેણે શો છોડ્યાને છ મહિના વીતી ગયા છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર શોની નજીકના એક સ્ત્રોતે કહ્યું, “આ પહેલીવાર નથી જ્યારે નિર્માતાઓએ કોઈને ચેક આપવામાં વિલંબ કર્યો હોય. અત્યાર સુધી, નેહા ને પણ 30-40 લાખ રૂપિયા આપવામાં આવ્યા નથી. ટપ્પુ ની ભૂમિકા ભજવનાર રાજ અનડકટ ને પણ આવી જ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.”

 

શૈલેષ લોઢા એ છોડ્યો શો 

જણાવી દઈએ કે શૈલેષ લોઢા તેના પૈસા મેળવવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ નિર્માતા અસિત મોદી તેના પર કોઈ ધ્યાન આપી રહ્યા નથી.આ તમામ બાબતો પર શૈલેષ લોઢા તરફ થી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. શૈલેષ લોઢા એ એપ્રિલ 2022માં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને અલવિદા કહી દીધું હતું.

Avengers Doomsday Advance Booking ‘એવેન્જર્સ ડૂમ્સડે’ નું તોફાની એડવાન્સ બુકિંગ 24 કલાકમાં જ ₹10 કરોડ પાર, મિડનાઈટ શો માટે ભારે ક્રેઝ
Salman Khan Gift પનવેલ ફાર્મહાઉસમાં સલમાન ખાનનું મોટું સરપ્રાઈઝ ‘માતૃભૂમિ’ ની ટીમને આપી મોંઘીદાટ ભેટ
Prince William Dharma Visit મુંબઈમાં પ્રિન્સ વિલિયમ ધર્મા પ્રોડક્શન્સ પહોંચ્યા કરણ જોહર, કરીના અને સૈફ સાથે ભારતીય સિનેમા પર ચર્ચા
Panchayat Season 5 Release Date ફુલેરાની વાપસી ‘પંચાયત’ સીઝન 5 ની રિલીઝ ડેટ જાહેર, આ તારીખના રોજ OTT પર આવશે
Exit mobile version