Site icon News Continuous Bureau | Mumbai

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ભૂતપૂર્વ સોનુ નીકળી ભારત ભ્રમણ કરવા; પ્રવાસ માટે લીધી ૧૧ લાખની નવી ગાડી, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૨ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

શનિવાર

સબ ટીવી પર આવતી પ્રખ્યાત સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની’ ભૂતપૂર્વ સોનુ એટલે કે ૨૦ વર્ષની નિધિ ભાનુશાલી લૉકડાઉન ખૂલતાં જ હવે રાષ્ટ્રીય પ્રવાસ માટે નીકળી પડી છે. આ ટ્રિપ પર તે તેના ખાસ મિત્રો અને ડૉગીને સાથે લઈ ગઈ છે. આ પ્રવાસ માટે તેણે ખાસ ૧૧ લાખ રૂપિયાની ગાડી ખરીદી તેને કસ્ટમાઇઝ પણ કરાવી છે. નિધિ હાલ મુંબઈથી લેહ-લદ્દાખ રોડ ટ્રિપ માટે નીકળી છે.

બોરીવલી નું સંજય ગાંધી નેશનલ પાર્ક હવે પ્રવાસીઓ માટે આ દિવસથી ખુલ્યું. આ સમય દરમિયાન પ્રવેશ મળશે. જાણો વિગત.

લૉકડાઉન દરમિયાન તેની મેન્ટલ હેલ્થ બગડતાં તેણે હવે પ્રવાસ પર જવાનો નિર્ણય કર્યો હતો. એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં તેણે જણાવ્યું હતું કે “હું હંમેશાંથી વિચારતી હતી કે આપણા દેશના ખૂણે-ખૂણામાં અનેક ખૂબીઓ છે. મારે આ બધું એક્સ્પ્લોર કરવું હતું.”  નિધિએ પોતાની આ ટ્રિપ દરમિયાન પ્રથમ વખત રસોઈ પણ બનાવી હતી. નિધિ આ પડકારોથી ભરપૂર ઍડ્વેન્ચરને એન્જૉય કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે તે હવે ટ્રાવેલિંગમાં કરિયર બનાવવા માગે છે. ટૂંક સમયમાં તે પોતાની યુટ્યુબ ચૅનલ પણ શરૂ કરશે. જ્યાં તે તેના ટ્રાવેલિંગ અનુભવો શૅર કરશે. તે આ રોડ ટ્રિપની પણ ડૉક્યુમેન્ટ્રી બનાવવાની છે. નિધિએ છ વર્ષ તારક મહેતામાં સોનુનું પાત્ર ભજવ્યું હતું અને વધુ અભ્યાસ માટે આ શો છોડી દીધો હતો.

Ramayana Movie Controversy ‘રામાયણ સાથે છેડછાડ થઈ તો ઉગ્ર વિરોધ થશે’ રામલીલા મહાસંઘે રિલીઝ પહેલાં મેકર્સ સમક્ષ મૂકી આ માંગ
Mirzapur The Movie Box Office ‘મિર્ઝાપુર ધ મૂવી’ બની બોલિવૂડની ૫મી સૌથી મોટી Aરેટેડ વીકેન્ડ ઓપનર; તોડ્યા ૫ મોટી ફિલ્મોના રેકોર્ડ્સ
Baba Khatu Shyam Movie Announcement ‘હનુમાન અંશ’ની સફળતા બાદ હવે બાબા ખાટુ શ્યામ પર બનશે ભવ્ય ફિલ્મ શું ૨૦૨૭માં તૂટશે બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ?
Nora Fatehi Defamation Case નોરા ફતેહીની મુશ્કેલી વધી! ચાર્ટર્ડ પ્લેન સામે કરેલી ટિપ્પણી પર ગાંધીનગર અદાલતમાં ₹3 કરોડનો બદનક્ષીનો કેસ
Exit mobile version