Site icon

‘તારક મહેતા…’ શો ની ગુણવત્તાને લઈને જેઠાલાલે આપી પ્રતિક્ર્યા, જાણો શું કહેવું છે એમનું

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

07 નવેમ્બર 2020

ટેલિવિઝન જગતનો સૌથી લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા…’ છેલ્લા 12 વર્ષોથી દર્શકોનું મનોરંજન કરતો આવી રહ્યોછે. આ શોના કલાકારોને લોકો તેમના વાસ્તવિક નામોથી જાણે છે કે નહીં, પરંતુ સીરિયલનાં નામથી એકદમ સારી રીતે ઓળખે છે. પરંતુ ‘તારક મહેતા…’ શોની ટીઆરપી હવે ધીરે ધીરે ઘટી રહી છે. ગત સપ્તાહની ટીઆરપીમાં, તો શૉ ટોપ 5માં પણ પોતાનું સ્થાન બનાવી શક્યો નહતો. આ શોના લીડ કલાકાર દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલે ટીઆપરપીના ઘટતાં અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું છે કે શૉ હવે ફેક્ટરી બની ગયો છે, લોકોને હવે તે મળી નથી રહ્યું, જે તેઓ જોવા માંગે છે.

સ્ટેન્ડ-અપ કૉમેડિયન સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, ‘જ્યારે તમે ગુણવત્તા જુઓ છો ત્યારે એની સીધી અસર ક્વૉલિટી પર પડે છે. પહેલા અમે અઠવાડિયામાં એક દિવસ શૉ કરતા હતા, અને રાઈટર્સ પાસે ઘણો સમય પણ રહેતો હતો કે ચાર એપિસોડ લખ્યા અને બીજા ચાર એપિસોડ આવતા મહિને શૂટ કરવાના છે. હવે તે લગભગ ફેક્ટરી થઈ ગઈ છે. હવે લેખકોને દરરોજ નવા વિષયો શોધવા પડે છે. છેવટે, તેઓ પણ મનુષ્ય છે.’ આગળ તેમણે કહ્યું હતું કે, ‘હું માનું છું કે જ્યારે તમે આટલા લાંબા સમય સુધી રોજ શૉ કરો છો, ત્યારે તમે એક જ લેવલના બધા એપિસોડ્સ બનાવી શકતા નથી. હું પોતે સમજી ગયો છું કે કેટલાક એપિસોડ્સ એવા છે જે તે સ્તરના નહોતા.’

આપને જણાવી દઈએ કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો એ તાજેતરમાં 3000 એપિસોડ્સ પૂર્ણ કર્યા છે. થોડા દિવસો પહેલા જ શૉની આખી ટીમ ડાન્સ રિયાલિટી શૉ ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સરમાં જોવા મળી હતી. જ્યાં બધાએ જોરદાર ડાન્સ કર્યો અને મસ્તી કરી હતી.

KRK Arrested in Oshiwara Firing Case: ઓશિવારા ફાયરિંગ કેસમાં KRK ની ધરપકડ! પોલીસને આપ્યું એવું બહાનું કે અધિકારીઓ પણ માથું ખંજવાળતા રહી ગયા; જાણો શું છે મામલો.
Taarak Mehta Ka Ooltah Chashmah: શું ગોકુલધામમાં પાછો ફરશે જૂનો ચહેરો? શોમાં રી-એન્ટ્રીના સમાચારો પર કલાકારનું મોટું નિવેદન; જાણીને ફેન્સ થયા ગદગદ
Border 2 Box Office Collection : બોર્ડર 2’ એ પહેલા જ દિવસે મચાવી ધૂમ! 30 કરોડના કલેક્શન સાથે રણવીર સિંહની ‘ધુરંધર’ ને પછાડી; બનાવ્યો નવો રેકોર્ડ
Abhishek Bachchan Emotional: લગ્નેતર સંબંધો પરની ફિલ્મ જોઈ ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો અભિષેક બચ્ચન, કરણ જોહરે વર્ષો પછી શેર કર્યો આ કિસ્સો
Exit mobile version