Site icon

‘તારે જમીન પર’ના નાના સ્ટારને ઓળખવો મુશ્કેલ, ચાહકો તેની કરી રહ્યા છે હોલિવુડ ના આ સિંગર કમ એક્ટર સાથે તુલના ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 10 નવેમ્બર  2021

Join Our WhatsApp Community

બુધવાર

આમીરખાન ની સુપરહિટ ફિલ્મ 'તારે જમીન પર' શાનદાર ફિલ્મ હતી. ફિલ્મનો વિષય દર્શકોના હૃદયને સ્પર્શી ગયો. સામાન્ય ફિલ્મો સિવાય, એક એવા વિષય પર ફિલ્મ બનાવવામાં આવી હતી જેને લોકો સામાન્ય રીતે અવગણે છે અથવા સમજી શકતા નથી. આ ફિલ્મમાં બાળક ઈશાનની ભૂમિકા દર્શિલ સફારી નામના બાળ કલાકારે ભજવી હતી. 14 વર્ષ પહેલા આવેલી આ ફિલ્મનો નાનો ઈશાન સમયની સાથે એટલો બદલાઈ ગયો છે કે તેને ઓળખવો મુશ્કેલ છે. આ ફિલ્મમાં દર્શીલે એક બાળકની ભૂમિકા ભજવી હતી જેને વાંચવામાં અને લખવામાં તકલીફ પડે છે, કારણ કે તે ડિસ્લેક્સિયા નામની બીમારીથી પીડિત છે.

દર્શિલ સફરીએ પોતાના શાનદાર અભિનયથી ફિલ્મને હિટ બનાવી હતી. સાદો ચહેરો, મોટા દાંતવાળા આ છોકરાએ પોતાનો રોલ એટલો સરસ રીતે ભજવ્યો કે મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવાતા આમિર ખાન પણ દર્શિલના ફેન બની ગયા. આટલા વર્ષોમાં હવે યંગ હેન્ડસમ હંક બની ગયેલા દર્શિલનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને ચાહકો વિશ્વાસ જ નથી કરી શકતા કે આ નાનકડો ઈશાન આટલો બદલાઈ ગયો છે. આ ફોટોમાં દર્શિલ સફેદ ટી-શર્ટ અને કાળા ચશ્મા પહેરેલો જોવા મળી રહ્યો છે. ફેન્સ આ ફોટો પર લખી રહ્યા છે કે 'તું આજે પણ એટલો જ ક્યૂટ લાગે છે જેવો તું પહેલા હતો’.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ બબીતાજીએ કરોડો ખર્ચીને પોતાનું આ સપનું પૂરું કર્યું; જાણો વિગત

તેમજ, ઘણા ચાહકો દર્શિલ સફારીને ઓળખવામાં અસમર્થ છે. કેટલાક હેન્ડસમ કહી રહ્યા છે તો કેટલાક નાના બાળક દર્શિલ જેવો લાગે છે. દરેક વ્યક્તિ જુદી જુદી પ્રતિક્રિયા આપી રહી છે. એક ચાહકે યંગ દર્શિલની તુલના હોલીવુડ-બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ સાથે કરી હતી.જ્યારે 24 વર્ષીય દર્શિલ સફારીએ 14 વર્ષ પહેલા ડિસ્લેક્સિયાથી પીડિત બાળકની ભૂમિકા ભજવી હતી ત્યારે તેને તેના શાનદાર અભિનય માટે નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. દર્શીલે ઘણા ટીવી શો કર્યા છે. આ સિવાય તે ઘણી એડ ફિલ્મોમાં પણ જોવા  મળ્યો હતો. તેણે તાજેતરમાં એક મ્યુઝિક વીડિયોમાં પણ અભિનય કર્યો છે.

Dharmendra Discharged: ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ઘરે પહોંચ્યા, પરિવારનું પહેલું નિવેદન, મીડિયાકર્મીઓને કરી આવી વિનંતી
Dharmendra: ધર્મેન્દ્રને દર મહિને સરકાર તરફથી મળે છે પેન્શન, જાણો કેમ મળે છે આ સુવિધા
Govinda Hospitalized: અચાનક બગડી અભિનેતા ગોવિંદાની તબિયત! તાત્કાલિક મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરાયા
Dharmendra Discharged: ‘હી-મેન’ ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ! હવે ઘરે જ થશે સારવાર, ચાહકોએ લીધો રાહતનો શ્વાસ.
Exit mobile version