Site icon News Continuous Bureau | Mumbai

હિન્દી સિનેમા માટે ખતરાની ઘંટી, આ સિનેમા કમાણીના મામલે દેશમાં નંબર વન બની; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 12 ફેબ્રુઆરી 2022    

Join Our WhatsApp Channel

શનિવાર 

હિન્દી સિનેમામાં દરેક ડિરેક્ટર હેરાન પરેશાન છે અને કલાકારોને પણ સમજ નથી પડી રહી કે આગળ શું થવાનું છે. ઓટીટીમાંથી ભરપૂર રૂપિયા મળી રહ્યા છે. થિયેટરની હિન્દી ફિલ્મ જગતને ખાસ કોઈ ચિંતા નથી. મોટા ભાગના મેકર્સ પ્રોજેક્ટ જ બનાવી રહ્યા છે. હવે તો છેલ્લા બે વર્ષનું રિપોર્ટ કાર્ડ પણ સામે આવ્યું છે.  ભારતીય ફિલ્મ જગતમાં ક્યારેક આગળ રહેવાવાળું હિન્દી સિનેમા હવે સાઉથ ઇન્ડિયન ફિલ્મોથી પિટાવા મંડયું છે. આંકડા મુજબ સાઉથ ઇન્ડિયન ભાષાઓમાં બનેલી ફિલ્મોની કમાણી છેલ્લા બે વર્ષ પહેલાં દેશની કુલ કમાણી કરતા માત્ર ૩૬ ટકા રહેતી હતી જ્યારે હવે તે અડધાથી પણ વધારે થઈ ચૂકી છે.  

વનરાજે માલવિકા ને લઈ ને જણાવી તેની ફીલિંગ્સ, કાવ્યાએ લીધો આ નિર્ણય; જાણો અનુપમા ના આવનાર એપિસોડ વિશે

હિન્દી ફિલ્મ સ્ટાર્સનો સંપર્ક તેને ફેન્સ સાથે તૂટી રહ્યો છે. આ રિપોર્ટમાં સૌથી આૃર્ય પમાડે તેવી વાત એ છે કે સાઉથ ઇન્ડિયન ફિલ્મોએ છેલ્લા વર્ષમાં ખૂબ જાેરદાર પ્રદર્શન આપ્યું છે. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓની ફિલ્મોએ મળીને હિન્દી સિનેમાની બોક્સ ઓફિસ પર બેન્ડ બજાવી દીધી છે. તેનું પ્રદર્શન હોલિવૂડ સિનેમા પર પણ ભારે પડી રહ્યું છે.૨૦૧૯માં આ ફિલ્મોનો બિઝનેસ માત્ર ૩૬ ટકા હતો તે વધીને હવે ૫૯ ટકા સુધી પહોંચી ગયો છે. તેમાં પણ તેલુગુ સિનેમાએ એકલાએ ૨૮ ટકા બિઝનેસ વધારવામાં યોગદાન આપ્યું છે. છેલ્લા બે વર્ષમાં ૧૦ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં પણ ચાર ફિલ્મ તેલુગુ જ છે.

Ravi Kishan Solo Lead Hindi Film રવિ કિશન બનશે સોલો લીડ હીરો બોલિવૂડની મોટી હિન્દી ફિલ્મ કરી સાઇન, મહાવીર જૈન ફિલ્મ્સ સાથે નવો પ્રોજેક્ટ!
Urvashi Rautela AI Controversy ‘મારો ચહેરો અને અવાજ વેચીને અબજો કમાયા’ અમેરિકન AI કંપની સામે આ અભિનેત્રીએ કર્યો ₹૭,૦૦૦ કરોડનો કેસ
Personality Rights Bollywood Stars AI અને ડીપફેકના યુગમાં ઓળખ બચાવવાની જંગ ૪ વર્ષમાં ૫૦ થી વધુ સેલેબ્સ પહોંચ્યા કોર્ટ, પર્સનાલિટી રાઇટ્સ મુદ્દે મોટો ટ્રેન્ડ
Aishwarya Rai Paris Fashion Week પેરિસ ફેશન વીકના રેમ્પ પર ઐશ્વર્યા રાયનો જાદુ કેન્ડલ જેનર સાથે ગ્લોબલ રનવે પર જબરદસ્ત વૉક, તસવીરો વાયરલ!
Exit mobile version