Site icon News Continuous Bureau | Mumbai

Vijay Sangeetha Divorce: સુપરસ્ટાર વિજયના છૂટાછેડા? 27 વર્ષ જૂનું લગ્નજીવન દાવ પર; પત્નીએ કોર્ટના દ્વાર ખખડાવતા ફેન્સમાં નિરાશા

Vijay Sangeetha Divorce: થલાપતિ વિજય વિરુદ્ધ ફેમિલી કોર્ટમાં પત્નીની અરજી; સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ માંગી કાયદાકીય અલગતા, હજુ સુધી વિજય તરફથી કોઈ સત્તાવાર નિવેદન નહીં

Thalapathy Vijay and Sangeetha to Divorce? Sangeetha Files for Divorce in Family Court Citing Alleged Affair with Actress

Thalapathy Vijay and Sangeetha to Divorce? Sangeetha Files for Divorce in Family Court Citing Alleged Affair with Actress

News Continuous Bureau | Mumbai

Vijay Sangeetha Divorce: તમિલ સુપરસ્ટાર અને રાજકારણી વિજયના ચાહકો માટે એક માઠા સમાચાર આવ્યા છે. વિજયની પત્ની સંગીતાએ ચેંગલપટ્ટુ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા જ દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે. સંગીતાએ પોતાની અરજીમાં વિજય પર એક જાણીતી અભિનેત્રી સાથે અફેર હોવાના ગંભીર આરોપો મૂક્યા છે. વિજય અને સંગીતાના લગ્ન ઓગસ્ટ ૧૯૯૯ માં થયા હતા. આ દંપતીને બે બાળકો છે – જેસન સંજય અને દિવ્યા શાશા. ૨૫ વર્ષ સુધી એક આદર્શ અને ખુશહાલ પરિવાર તરીકે ઓળખાતી આ જોડી વચ્ચે અચાનક આવેલી આ તિરાડથી ફેન્સ આઘાતમાં છે. અત્યાર સુધી વિજય કે તેમની ટીમ તરફથી આ મામલે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Arjun Tendulkar Sania Chandhok Pre-wedding: અર્જુન તેંડુલકરની દુલ્હને લૂંટી લાઈમલાઈટ! જામનગરમાં શરૂ થયો લગ્નનો ઉત્સવ; જાણો અંબાણી પરિવારે કેમ સંભાળી છે ખાસ જવાબદારી

છૂટાછેડાનું કારણ અને કાયદાકીય પાસા

સંગીતાએ સ્પેશિયલ મેરેજ એક્ટ, ૧૯૫૪ હેઠળ આ અરજી દાખલ કરી છે. તેણે આરોપ લગાવ્યો છે કે વિજયનું અન્ય અભિનેત્રી સાથેનું અફેર તેના માટે અસહ્ય છે. આ કાયદા મુજબ વ્યભિચાર (Adultery) અથવા ક્રૂરતાના આધારે કોઈ પણ પક્ષ છૂટાછેડાની માંગ કરી શકે છે. કોર્ટે હવે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


વિજયે તાજેતરમાં જ પોતાની રાજકીય પાર્ટી ‘TVK’ લોન્ચ કરી છે અને તે સક્રિયપણે તમિલનાડુના રાજકારણમાં આગળ વધી રહ્યા છે. આવા સમયે તેમના અંગત જીવનમાં આવેલા આ વંટોળની અસર તેમની રાજકીય છબી પર પડી શકે છે તેવી અટકળો પણ તેજ થઈ છે. વિજયને તેમના ચાહકો ‘થલાપતિ’ (નેતા) તરીકે માન આપે છે, ત્યારે આ વિવાદ તેમની પ્રતિષ્ઠા માટે મોટો પડકાર બની શકે છે. એક તરફ પ્રોફેશનલ મુશ્કેલીઓ અને હવે પર્સનલ લાઈફમાં છૂટાછેડાનો કેસ, વિજય માટે અત્યારે મુશ્કેલ સમય ચાલી રહ્યો હોય તેમ જણાય છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version