News Continuous Bureau | Mumbai
The Archies trailer : ઝોયા અખ્તરની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ધ આર્ચીઝ’નું ટ્રેલર આજે એટલે કે ગુરુવારે રિલીઝ થયું છે, જેમાં પહેલીવાર કિંગ ખાનની દીકરી સુહાના ખાન, શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર અને અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા દુનિયાને પોતાનું એક્ટિંગ ટેલેન્ટ બતાવી રહ્યા છે. ઝોયા અખ્તર દ્વારા નિર્દેશિત આ ફિલ્મના ટ્રેલરને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેની સાથે સુહાના ખાન પણ ટ્રેન્ડ કરી રહી છે.
હાલમાં શાહરૂખ ખાનની પુત્રી સુહાનાને લઈને સોશિયલ મીડિયા એપ એક્સ પર #SuhanaKhan ટ્રેન્ડ કરી રહ્યું છે. ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચીઝ’ વર્ષ 2023ની મોસ્ટ અવેઈટેડ ફિલ્મોમાંની એક છે જે ઘણા બધા સ્ટાર કિડ્સના ડેબ્યૂને કારણે શરૂઆતથી જ ચર્ચામાં છે. ‘ધ આર્ચીઝ’માં મિહિર આહુજા, અદિતિ સહગલ, યુવરાજ મેંડા અને વેદાંગ રૈના જેવા અન્ય ઘણા કલાકારો જોવા મળે છે. ફિલ્મની વાર્તા 1950 અને 1960ના વર્ષો પર આધારિત છે અને ટ્રેલરમાં ક્યાંય પણ તેમાં કોઈ ખામી નથી.
આ સમાચાર પણ વાંચો : Nitish Kumar Statement Controversy: નીતિશ કુમારના નિવેદનની વિદેશમાં પણ નિંદા, આ અમેરિકન સિંગરનો ‘નીતિશ કુમાર’ પર ફૂટ્યો ગુસ્સો, પીએમ મોદીના કર્યા વખાણ..
સુહાના ખાનના જૂના વીડિયો થયા વાયરલ
આ ટ્રેલર રિલીઝ થતાની સાથે જ કોલેજ નાટક દરમિયાન સુહાનાની એક્ટિંગનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે અને લોકોએ કહ્યું છે કે, તેના પિતાની જેમ હવે દીકરી પણ પોતાની એક્ટિંગની છાપ છોડવાની છે. કેટલાકે સુહાનાના અવાજના વખાણ કર્યા છે. તો કેટલાક તેની એક્ટિંગના પરંતુ, બીજી તરફ કેટલાક લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
