Site icon News Continuous Bureau | Mumbai

The Bengal Files: પલ્લવી જોશી એ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લખ્યો પત્ર, ધ બંગાળ ફાઇલ્સ ને લઈને કરી આવી વિનંતી

The Bengal Files: પલ્લવી જોશી એ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખી ધ બંગાળ ફાઇલ્સ ફિલ્મના શાંતિપૂર્ણ રિલીઝ માટે રક્ષણની અપીલ કરી

The Bengal Files Pallavi Joshi Appeals to President for Film’s Release in West Bengal

The Bengal Files Pallavi Joshi Appeals to President for Film’s Release in West Bengal

News Continuous Bureau | Mumbai

The Bengal Files: 5 સપ્ટેમ્બરથી રિલીઝ થનારી ફિલ્મ ‘ધ બંગાળ ફાઇલ્સ’ (The Bengal Files) પશ્ચિમ બંગાળમાં વિવાદમાં ફસાઈ ગઈ છે. ફિલ્મની નિર્માતા અને અભિનેત્રી પલ્લવી જોશી એ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ખુલ્લો પત્ર લખીને અપીલ કરી છે કે ફિલ્મને બંગાળમાં શાંતિથી રિલીઝ થવા દેવામાં આવે. પત્રમાં તેમણે લખ્યું કે ફિલ્મ પર કોઈ સત્તાવાર પ્રતિબંધ નથી, છતાં થિયેટર માલિકોને ધમકી આપવામાં આવી રહી છે અને તેઓ ફિલ્મ બતાવવાનો ઇનકાર કરી રહ્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Taarak Mehta Ka Ooltah Chashmah: ડબલ ડેકર બસમાં સવાર થઇ ‘મુંબઈ ચા સેઠ’ પહોંચ્યા ‘તારક મહેતા’ના સેટ પર, ગોકુલધામ વાસીઓએ આ રીતે કર્યું બાપ્પા નું સ્વાગત

અનૌપચારિક પ્રતિબંધ અને રાજકીય દબાણ

પલ્લવી જોશી એ પત્રમાં જણાવ્યું કે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વર્ષો પહેલા ફિલ્મ ની મજાક ઉડાવી હતી. ત્યારથી ફિલ્મના ટ્રેલર પર પોલીસ દ્વારા રોક લગાવવામાં આવી છે, અખબારો જાહેરાતો છાપતા નથી અને તેમના પરિવારને રોજ ધમકી આપવામાં આવે છે. થિયેટર માલિકો કહે છે કે તેમને શાસક પક્ષના કાર્યકરો દ્વારા હિંસાની ધમકી આપવામાં આવી રહી છે.પત્રમાં પલ્લવી જોશીએ લખ્યું: “મા ભારતી ની આત્માની રક્ષા માટે હું કોઈ ઉપકાર નહીં, પણ સુરક્ષા માગું છું. આ ફિલ્મ સત્યની પુકાર છે, જે દબાઈ ગઈ છે. રાષ્ટ્રપતિ તરીકે તમે સમજી શકો છો કે દુઃખને આશા અને હિંમતમાં કેવી રીતે ફેરવી શકાય.” તેમણે રાષ્ટ્રપતિને વિનંતી કરી કે તેઓ તેમના બંધારણીય અધિકારની રક્ષા કરે અને ફિલ્મને બંગાળમાં રિલીઝ થવા દે.


‘ધ બંગાળ ફાઇલ્સ’ એ વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્મિત ‘ફાઇલ્સ ટ્રિલોજી’નો અંતિમ ભાગ છે. ફિલ્મમાં 1946ના ડાયરેક્ટ એક્શન ડે (Direct Action Day), નોઆખાલી હિંસા અને બંગાળના વિભાજનના દુઃખદ પ્રસંગોને દર્શાવવામાં આવ્યા છે. પલ્લવી જોશી ફિલ્મમાં ‘મા ભારતી’  ની ભૂમિકા ભજવે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Nidhi Shah Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2| નિધિ શાહનો ચોંકાવનારો ખુલાસો ‘અનુપમા’ બાદ આ સુપરહિટ શોમાં મળવાનો હતો મોટો રોલ, છેલ્લી ઘડીએ બદલાયું નસીબ!
Pati Patni Aur Woh 2 Controversy| ફિલ્મ ‘પતિ, પત્ની ઔર વો ૨’ પર લાગ્યો છેતરપિંડીને પ્રોત્સાહન આપવાનો આરોપ, આયુષ્માન ખુરાનાએ આપી સફાઈ
Isha Ambani| મેટ ગાલામાં ભારતનો ડંકો ઈશા અંબાણીના આઉટફિટમાં દેખાઈ ભારતીય કારીગરીની તાકાત, જાણો શું છે આ ડ્રેસની ખાસિયત
Lata Mangeshkar Horror Song| શું તમે સાંભળ્યું છે લતા મંગેશકરનું આ હોરર ગીત? ૬ દાયકા પહેલા આ ગીતે મચાવ્યો હતો ફફડાટ, જાણો રસપ્રદ કિસ્સો
Exit mobile version