Site icon News Continuous Bureau | Mumbai

The Family Man 4: ‘ધ ફેમિલી મેન ૪’ કન્ફર્મ! શ્રીકાંત તિવારી ઉર્ફે મનોજ બાજપેયીનો ધમાકેદાર ખુલાસો, ચાહકોમાં ઉત્તેજના

The Family Man 4: ફેમિલી મેન ની ત્રીજી સીઝન રિલીઝ થયા બાદ ચાહકોને મળ્યો નવો શોક, મનોજ બાજપેયીએ આપ્યું મોટું હિંટ

The Family Man 4 Confirmed, Manoj Bajpayee Drops a Bombshell

The Family Man 4 Confirmed, Manoj Bajpayee Drops a Bombshell

News Continuous Bureau | Mumbai

The Family Man 4: અમેઝોન પ્રાઈમ વિડિયો પર લોકપ્રિય વેબ સિરીઝ ‘ધ ફેમિલી મેન’ ની ત્રીજી સીઝન 21 નવેમ્બર 2025એ રિલીઝ થઇ ગઈ છે. દર્શકોની અપેક્ષાઓ ઊંચી હતી અને રિલીઝ બાદ મિશ્ર પ્રતિસાદ મળ્યા — કેટલાકે તેને શાનદાર ગણાવી તો કેટલાકે કહ્યું કે વધુ સારું હોઈ શકતું હતું.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  Abhinav Shukla: અભિનવ શુક્લા બન્યો આઈડેન્ટિટી થેફ્ટ સ્કેમનો શિકાર, તેની આઈડી પર એક કે બે નહીં પરંતુ આટલા લોકો એ લીધી લોન

સીઝન 4 આવશે? મનોજ બાજપેયીનો જવાબ

સીઝન 3ના અંતે મેકર્સે મોટો ટ્વિસ્ટ અને ક્લિફહેંગર છોડ્યો છે, જેના કારણે ચાહકો હવે આગળના સીઝનની રાહ જોઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક યુઝરે પૂછ્યું: “એપિસોડ 8 ક્યાં છે?” મનોજ બાજપેયીએ સ્મિત સાથે જવાબ આપ્યો: “હવે બધું 4th સીઝન માં!” આ જવાબથી સ્પષ્ટ થઈ ગયું કે સીઝન 4 આવશે.મનોજ બાજપેયીએ ભલે સીઝન 4ની પુષ્ટિ કરી હોય, પરંતુ અમેઝોન પ્રાઈમ વિડિયો અથવા મેકર્સ તરફથી રિલીઝ ડેટ અથવા શૂટિંગ અપડેટ હજુ જાહેર નથી. એટલે ચાહકોને આગળની જાહેરાતની રાહ જોવી પડશે.


ફેમિલી મેન ની પહેલી સીઝન 2019માં આવી હતી,બીજી સીઝન વર્ષ  2021માં અને ત્રીજી સીઝન 2025માં. આ પેટર્નને જોતા લાગે છે કે સીઝન 4 માટે પણ થોડો સમય લાગી શકે છે. આ સીઝનમાં મનોજ બાજપેયી સાથે જયદીપ અહલાવત, પ્રિયામણી, નિમરત કૌર અને શારિબ હાશમી જેવા કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકામાં હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

RJ Mitte Passes Away વોલ્ટર વ્હાઇટ જુનિયર’ નું પાત્ર ભજવનાર સ્ટાર આરજે મિટ્ટેનું નિધન; ૩૪ વર્ષની નાની વયે અંતિમ શ્વાસ લીધા
Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Exit mobile version