Site icon

શાહરુખ ખાન અને નયનતારાની ફિલ્મમાં ‘ધ ફૅમિલી મૅન’ આ અભિનેત્રીની એન્ટ્રી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 4  સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

શનિવાર

 

બૉલિવુડ અભિનેતા શાહરુખ ખાન અને નયનતારાની ફિલ્મનું શૂટિંગ પુણેમાં શરૂ થયું છે. એક મીડિયા હાઉસના અહેવાલ મુજબ ફિલ્મનું શૂટિંગ આજથી શરૂ થઈ ગયું છે. આ ફિલ્મમાં દક્ષિણ ભારતીય ફિલ્મ અભિનેત્રી પ્રિયામની પણ જોવા મળશે. જે છેલ્લે 'ધ ફૅમિલી મૅન'માં જોવા મળી હતી. ફિલ્મની વાર્તામાં અભિનેત્રી પ્રિયામની મુખ્ય પાત્ર ભજવતી જોવા મળશે. શાહરૂખ ખાન અને નયનતારા ફિલ્મના પુણે શેડ્યૂલમાં સાથે જોડાશે. પ્રિયામની પુણે પહોંચી ચૂકી છે.

ઋષિ કપૂરના જન્મદિવસ પર ચાહકોને મળી ભેટ, છેલ્લી ફિલ્મ 'શર્માજી નમકીન'નો ફર્સ્ટ લુક થયો રિલીઝ, આ અભિનેતાએ પૂરી કરી ભૂમિકા; જાણો વિગત

ફિલ્મનું નામ હજુ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ એક મીડિયા હાઉસના અહેવાલ મુજબ ઍક્શનથી ભરપૂર મનોરંજન કરનાર પોતાનું કામ શરૂ કરવા માટે તૈયાર છે. ડેવલપમેન્ટના નજીકના સૂત્રે જણાવ્યું કે ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા અને સુનીલ ગ્રોવર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. રસપ્રદ વાત એ છે કે શાહરુખ અને પ્રિયામનીએ એક વખત ચેન્નઈ એક્સપ્રેસમાં સાથે કામ કર્યું છે. જોકે અભિનેત્રી આ ફિલ્મમાં મહેમાનની ભૂમિકા ભજવી હતી. શાહરુખ ખાનના બૅનર રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ દ્વારા નિર્માણ કરવામાં આવી રહ્યું છે. શાહરુખ ખાનની ડબલ રોલવાળી ફિલ્મના ડિરેક્ટર એટલી છે.   

Dharmendra Hema Malini: ધર્મેન્દ્ર પછી બદલાઈ ગયું સમીકરણ? હેમા માલિની અને દેઓલ પરિવારના સંબંધો પર શોભા ડેના દાવાએ વધારી સનસનાટી
Dhurandhar: પાકિસ્તાનમાં પણ રણવીરનો પાવર! શાહરૂખ અને રજનીકાંતના રેકોર્ડ તોડી ‘ધુરંધર’ બની નંબર-1; જાણો શું છે મામલો
Shilpa Shetty: વિવાદો વચ્ચે પણ બિઝનેસ ટાયકૂન બની શિલ્પા: બેસ્ટિયન પર આઈટી તવાઈ છતાં નવી હોટેલ શરૂ કરવાની તૈયારી, ઇન્સ્ટાગ્રામ પર આપી માહિતી
Tu Meri Main Tera…’ Trailer Out: કાર્તિક-અનન્યાનો મેજિક કે પછી એ જ જૂની વાર્તા? રિલીઝ થયું ‘તૂ મેરી મૈં તેરા…’નું ટ્રેલર, કેમેસ્ટ્રી હિટ પણ સ્ક્રિપ્ટમાં દમ નથી!
Exit mobile version