ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 10 એપ્રિલ 2021
શનિવાર
બોલીવુડના જાણીતા અભિનેતા અભિષેક બચ્ચનની નવી ફિલ્મ ધ બીગ બુલ રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મ હર્ષદ મહેતા ઉપર બનાવવામાં આવી છે અને અભિષેકે તેમાં હર્ષદ મહેતાનું મુખ્ય પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મનું પ્રમોશન ચાલી રહ્યું છે અને તેવામાં અભિષેકનો ગુજરાતી વસ્તુઓ પ્રત્યેનો પ્રેમ પણ ઉભરાવવા લાગ્યો છે.
આ સમયે અભિષેકનો એક કિસ્સો જાણવા જેવો છે. વર્ષ ૨૦૧૬ દરમિયાન અભિષેક તેની કબડ્ડી ટીમ પિંક પેન્થર્સ સાથે અમદાવાદ આવ્યો હતો. મોડી રાત્રે મેચ બાદ તેને ભૂખ લાગી હતી. નવરાત્રીનો સમય હોવાથી તેની ફેવેરેટ ગોરધન થાળ રેસ્ટોરન્ટ બંધ હતી.
અભિષેકે તેના મિત્ર અને ગોરધન થાળના માલિક સાથે વાત કરી મોડી રાત્રે રેસ્ટોરન્ટ ખોલાવ્યું હતું. ત્યાર બાદ અભિષેકે ત્યાં જમ્યા બાદ ફોટો પણ પડાવ્યો હતો અને લખ્યું હતું કે “અમદાવાદમાં તમારી ટ્રિપ ત્યાં સુધી પૂર્ણ થતી નથી જ્યાં સુધી તમે મારા ફેવરેટ રેસ્ટોરન્ટ ગોરધન થાળમાં જમવા ન જાઓ. મારા મિત્ર મહેન્દ્ર ભાઈનો આભાર જેમણે મારા માટે રેસ્ટોરન્ટ ખુલ્લું રાખ્યું.”