Site icon News Continuous Bureau | Mumbai

કપિલ શર્માના આશીર્વાદ લીધા અક્ષયકુમારે? ઇન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કરી કપિલે લખ્યું : નવી ફિલ્મ ‘બેલ બૉટમ’ માટે આશીર્વાદ લઈ રહેલા સુપ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા શ્રી અક્ષયકુમાર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો                                                                                  

મુંબઈ, 10 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

‘ધ કપિલ શર્મા’ શો ટીવી પર ફરી શરૂ થવાનો છે. આ શોનો પહેલો ગેસ્ટ બૉલિવુડ ઍક્ટર અક્ષયકુમાર છે. દરમિયાન કપિલે અક્ષયકુમાર સાથેનો એક ફોટો શૅર કર્યો છે, જેમાં અક્ષયકુમાર કપિલના પગને સ્પર્શ કરતો જોવા મળી રહ્યો છે. આ ફોટા પર ફેન્સે મજેદાર કમેન્ટ્સ કરી હતી. હવે ઑક્ટરે પણ આના પર પોતાની પ્રતિક્રિયા આપી છે. કપિલ શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કરીને લખ્યું હતું કે ‘સુપ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા શ્રી અક્ષયકુમાર તેની નવી ફિલ્મ ‘બેલ બૉટમ’ને માટે આશીર્વાદ લઈ રહેલા.’ આ ફોટાની કમેન્ટ સેક્શનમાં અક્ષયકુમારે કપિલની મજાક ઉડાડતાં લખ્યું ‘આશીર્વાદ પછી શ્રી અક્ષયકુમાર શ્રી કપિલ શર્માના  દિમાગને તેના ઘૂંટણમાં શોધી રહેલા.’ આ કમેન્ટ પર ફેન્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ગોલ્ડન બૉય નીરજ ચોપરા ઉપર બાયોપિક બનાવવાની ચર્ચા જોરમાં, નીરજને કયો બૉલિવુડ ઍક્ટર પસંદ છે પોતાના પાત્ર માટે; જાણો વિગત

વધુમાં જણાવવાનું કે કપિલ અને અક્ષય એકબીજાની પોસ્ટ ઉપર કમેન્ટ કરતા જ રહે છે.

Ranbir Kapoor Ramayana Release Date Changed રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ ફરી બદલાઈ જાણો ભારતમાં ક્યારે થશે પ્રદર્શિત?
Nana Patekar 5 Bollywood Friends નાના પાટેકરે ગણાવ્યા હતા બોલીવૂડના પોતાના 5 ખાસ મિત્રો અંતિમ સંસ્કારમાં પહોંચ્યો માત્ર 1, સિનેમા જગતની કડવી વાસ્તવિકતા
Blackbuck Poaching Salman Khan Notice ‘કાળા હરણ’ વિવાદ પર દિલ્હી હાઈકોર્ટે સલમાન ખાન પાસે 4 અઠવાડિયામાં જવાબ માંગ્યો 16 ડિસેમ્બરે આગામી સુનાવણી
Marathi Film Gondhal Global Release ઓસ્કર 2027માં એન્ટ્રી બાદ મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ને મળી મોટી તક હોમ્બલે ફિલ્મ્સ કરશે વિશ્વભરમાં રિલીઝ
Exit mobile version