Site icon

‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ને લઈને હરિયાણા સરકારે કરી આ જાહેરાત, લોકોને ઈમોશનલ કરી રહી છે આ ફિલ્મ

News Continuous Bureau | Mumbai

દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' 11 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઇ છે. ફિલ્મની વાર્તા લોકોને પસંદ આવી રહી છે. કાશ્મીરી પંડિતોના દર્દને મોટા પડદા પર એવી રીતે લાવવામાં આવ્યા છે કે લોકો તેને જોઈને ભાવુક થઈ જાય છે. અનુપમ ખેર અને મિથુન ચક્રવર્તીની એક્ટિંગના પણ વખાણ થઈ રહ્યા છે. હવે હરિયાણા સરકારે આ ફિલ્મને લઈને મોટી જાહેરાત કરી છે. ખટ્ટરે આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાનો આદેશ જારી કર્યો છે.આબકારી અને કરવેરા વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મ ધ કાશ્મીર ફાઇલને રાજ્યમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે.રાજ્ય સરકારે ફિલ્મને છ મહિના માટે ટેક્સ ફ્રી કરી છે.એટલે કે હરિયાણામાં આ ફિલ્મની ટિકિટ ના દર સસ્તા હશે. જેથી દરેક લોકો કાશ્મીરી પંડિતોનું દર્દ સમજી શકે.

Join Our WhatsApp Community

છ મહિના દરમિયાન, થિયેટર અને મલ્ટિપ્લેક્સ ઓપરેટરો ટિકિટ પર દર્શકો પાસેથી રાજ્ય જીએસટી વસૂલ કરી શકશે નહીં. તમામ નાયબ આબકારી અને કરવેરા કમિશનરોએ તાજેતરના આદેશનો અમલ કરવાનો રહેશે અને 14 માર્ચ સુધીમાં કાર્યવાહી અહેવાલ મુખ્યાલયને મોકલવાનો રહેશે.આ ફિલ્મ ભારતમાં બહુ ઓછી એટલે કે 700 સ્ક્રીનમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ લોકોને ઘણી પસંદ આવી રહી છે. ફિલ્મે પહેલા દિવસે લગભગ 3 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

આ સમાચાર પણ વાંચો : જયારે માધુરી દીક્ષિતને ત્રણેય ખાન સાથે કામ કરવાનો અનુભવ વિશે પૂછવામાં આવ્યું ત્યારે અભિનેત્રી એ આપ્યો આવો જવાબ

તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ 1990માં કાશ્મીર ખીણમાં કાશ્મીરી પંડિતોની દુર્દશા દર્શાવે છે, જેમને આતંકવાદીઓ દ્વારા તેમના ઘર છોડીને ભાગી જવાની ફરજ પડી હતી. આ ફિલ્મ એ પણ સૂચવે છે કે તે માત્ર છટકી જ નહીં પરંતુ હત્યાકાંડ હતો. તેણે ફિલ્મમાં કલમ 370 નાબૂદથી લઈને કાશ્મીરના ઈતિહાસ અને પૌરાણિક કથાઓ વિશે પણ વાત કરી છે.

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version