Site icon News Continuous Bureau | Mumbai

The Kerala Story 2: મોટા ફેરફાર બાદ રિલીઝ થશે ‘ધ કેરલ સ્ટોરી 2’, સેન્સર બોર્ડે આટલા કટ સાથે આપ્યું સર્ટિફિકેટ

The Kerala Story 2: સેન્સર બોર્ડે ફિલ્મને U/A 16+ રેટિંગ આપ્યું; ૨૭ ફેબ્રુઆરીએ રિલીઝ પૂર્વે કેરળ હાઈકોર્ટમાં સુનાવણી, હિંસાના સીન ૫૦ ટકા ઘટાડાયા

The Kerala Story 2 Cleared by CBFC with 16 Cuts; Rape and Violence Scenes Reduced for U/A 16+ Certificate

The Kerala Story 2 Cleared by CBFC with 16 Cuts; Rape and Violence Scenes Reduced for U/A 16+ Certificate

News Continuous Bureau | Mumbai

The Kerala Story 2: વિવાદોમાં ઘેરાયેલી ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી 2’  ને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા લીલી ઝંડી મળી ગઈ છે. જોકે, સેન્સર બોર્ડે આ ફિલ્મને સર્ટિફિકેટ આપતા પહેલા ૧૬ જેટલા મોટા કાપ  મૂક્યા છે. બોર્ડના આદેશ બાદ મેકર્સે હિંસા અને સંવેદનશીલ દ્રશ્યોમાં કાતર ચલાવવી પડી છે, ત્યારબાદ ફિલ્મને U/A 16+ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.રિપોર્ટ અનુસાર, ફિલ્મમાં બળાત્કાર અને હિંસાના સીન્સને અંદાજે ૫૦ ટકા જેટલા ઘટાડી દેવામાં આવ્યા છે. એક કિસિંગ સીનને ૭ સેકન્ડ નાનો કરવામાં આવ્યો છે, જ્યારે બળાત્કારના દ્રશ્યોને ૨૦ સેકન્ડ જેટલા ટૂંકાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, મહિલા પર થતા શારીરિક હુમલાના બે અલગ-અલગ દ્રશ્યોમાં પણ ૨-૨ સેકન્ડનો કાપ મૂકવામાં આવ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Amitabh Bachchan: અમિતાભ બચ્ચને વર્ષો જૂની ‘જલસા’ની પરંપરા તોડી!આ રવિવારે ચાહકોને નહીં મળે બિગ બી; બ્લોગ પર ભાવુક પોસ્ટ શેર કરી જણાવ્યું કારણ

બુલડોઝર અને સંવાદોમાં ફેરફાર

સેન્સર બોર્ડે ફિલ્મમાં આરોપીના ઘર પર બુલડોઝર ચલાવવાના દ્રશ્યમાં પણ ફેરફાર કરવાની સૂચના આપી છે. આ સિવાય ત્રણ સંવાદો બદલવા અને એક શબ્દને મ્યૂટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ફિલ્મની કુલ લંબાઈ હવે ૧૩૧ મિનિટ ૨૪ સેકન્ડ એટલે કે ૨ કલાક ૧૧ મિનિટ અને ૨૪ સેકન્ડની રહેશે. આ તમામ ફેરફારો બાદ ૧૬ ફેબ્રુઆરીએ ફિલ્મને સત્તાવાર સર્ટિફિકેટ એનાયત કરાયું હતું.


ફિલ્મની વાસ્તવિકતા સાબિત કરવા માટે સેન્સર બોર્ડે મેકર્સ પાસે દસ્તાવેજો અને આખી સ્ક્રિપ્ટ માંગી છે. મેકર્સને ફિલ્મની શરૂઆતમાં એક ડિસ્ક્લેમર ઉમેરવા જણાવાયું છે, જેમાં સ્પષ્ટ લખેલું હશે કે આ ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારિત છે. આ ડિસ્ક્લેમરને ૨ મિનિટ અને ૩ સેકન્ડ સુધી સ્ક્રીન પર રાખવા અને સાથે વોઈસ-ઓવર (Voice-over) જોડવાની પણ તાકીદ કરવામાં આવી છે. ‘ધ કેરલ સ્ટોરી 2’ સિનેમાઘરોમાં ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ રિલીઝ થવાની છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Salman Khan Maatrubhumi।ભાઈજાનની ઈદ મુબારક! સલમાન ખાને ‘માતૃભૂમિ’ના નવા રોમેન્ટિક ગીતથી જીત્યા ફેન્સના દિલ, જુઓ વીડિયો
Katrina Kaif Vicky Kaushal। કેમેરા સામે આવી ગયો કેટરીનાવિક્કીના લાડલાનો ચહેરો! પણ ફોટો ક્લિક કરતા પહેલાં પેપરાઝી સામે કેમ મૂકી આ આકરી શરત?
Office Office Doordarshan| ‘ઓફિસ ઓફિસ’ સીરિયલની ટીવી પર વાપસી! શું ફરી જોવા મળશે પંકજ કપૂર? ડાયરેક્ટર ઉમેશ મહેરાએ આપ્યું મોટું નિવેદન
Anupama। ‘અનુપમા’ શો બંધ કરાવવા પર અડ્યા ફેન્સ? પ્રોડ્યુસર રાજન શાહીની એક ભૂલથી ટીઆરપી ધડાધડ ગગડી, આ રહ્યું કારણ
Exit mobile version