Site icon

The Kerala Story 2 Trailer Release: ધ કેરળ સ્ટોરી ૨: ટ્રેલર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર ગરમાવો! નવી વાર્તા, નવો ખુલાસો અને એ જ ભયાનક વાસ્તવિકતા; શું ફરી સર્જાશે વિવાદ?

The Kerala Story 2 Trailer Release:વિપુલ અમૃતલાલ શાહ લાવ્યા છે પહેલા કરતા વધુ ઈન્ટેન્સ સિક્વલ; ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ મોટા પડદે રિલીઝ થશે ‘ધ કેરળ સ્ટોરી ૨: ગોઝ બિયોન્ડ’

'The Kerala Story 2 Goes Beyond' Trailer Out: A chilling tale of conversion across India; Film to release on February 27

'The Kerala Story 2 Goes Beyond' Trailer Out: A chilling tale of conversion across India; Film to release on February 27

News Continuous Bureau | Mumbai

The Kerala Story 2 Trailer Release: વર્ષ ૨૦૨૩ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ બાદ નિર્માતા વિપુલ અમૃતલાલ શાહ હવે તેનો બીજો ભાગ લઈને આવી રહ્યા છે. ‘ધ કેરળ સ્ટોરી ૨: ગોઝ બિયોન્ડ’ નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જે પહેલા ભાગ કરતા પણ વધુ ગંભીર અને ડરામણું જોવા મળી રહ્યું છે. આ ફિલ્મમાં માત્ર કેરળ જ નહીં, પરંતુ સમગ્ર ભારતમાં ફેલાયેલા ધર્માંતરણના જાળ વિશે વાત કરવામાં આવી છે.ટ્રેલરની શરૂઆત એક ચોંકાવનારા નિવેદન સાથે થાય છે, જેમાં દાવો કરાયો છે કે આગામી ૨૫ વર્ષમાં ભારતને ઈસ્લામિક સ્ટેટ બનાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. ટ્રેલરમાં ત્રણ હિન્દુ યુવતીઓ – ઉલ્કા ગુપ્તા, અદિતિ ભાટિયા અને ઐશ્વર્યા ઓઝાની કહાની બતાવવામાં આવી છે, જેઓ પ્રેમની જાળમાં ફસાઈને ધર્માંતરણનો શિકાર બને છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Rajpal Yadav: રાજપાલ યાદવને મોટી રાહત: ૧૧ દિવસ બાદ તિહાર જેલમાંથી થશે મુક્તિ; હાઈકોર્ટે જામીન માટે મૂકી આકરી શરત

ટ્રેલરમાં શું ખાસ છે?

ટ્રેલરમાં અલગ-અલગ રાજ્યોની ઘટનાઓ વણી લેવામાં આવી છે.રાજસ્થાન એક ૧૬ વર્ષની સગીરાના બળજબરીથી કરવામાં આવેલા ધર્માંતરણ સામે તેના માતા-પિતાની વેદના બતાવાઈ છે.મધ્યપ્રદેશ  લગ્નની લાલચ આપીને એક હિન્દુ યુવતી સાથે વિશ્વાસઘાત અને તેના પર ધર્મ બદલવા માટે બનાવાતા દબાણની વાસ્તવિકતા.કેરળલિવ-ઈન રિલેશનશિપમાં રહેતા એક મુસ્લિમ યુવક દ્વારા તેની હિન્દુ ગર્લફ્રેન્ડને ઈસ્લામ સ્વીકારવા માટે અપાતી ધમકીઓ.


‘ધ કેરળ સ્ટોરી ૨’ આવતા શુક્રવારે, એટલે કે ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મના નિર્દેશક કામાખ્યા નારાયણ સિંહ છે, જ્યારે વિપુલ અમૃતલાલ શાહ અને આશિન એ. શાહ તેના નિર્માતા છે. સનશાઇન પિક્ચર્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ ધર્માંતરણ અને લવ-જેહાદ જેવા સંવેદનશીલ મુદ્દાઓને વધુ ઊંડાણપૂર્વક રજૂ કરશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Assi Movie Review: શું ‘અસ્સી’ તમારા વિચારો બદલી નાખશે? તાપસી પન્નુની એક્ટિંગ જોઈ રૂંવાડા ઉભા થઈ જશે; જાણો કેમ આ ફિલ્મ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે
Abhishek Bachchan Interview: પિતા અમિતાભ અને પુત્રી આરાધ્યા માટે અભિષેક બચ્ચને કહી આ ખાસ વાત
Salim Khan Health Update: સલીમ ખાનને શ્વાસની તકલીફ બાદ ICUમાં ખસેડાયા, હોસ્પિટલ પહોંચ્યો સલમાન ખાન અને આખો પરિવાર
Salim Khan Hospitalized: જ્યારે સલમાન ખાનની સ્કૂલ ફી ભરવાના પણ પૈસા નહોતા! પ્રિન્સિપાલે ક્લાસની બહાર કાઢ્યો તો પિતા સલીમ ખાને ભોગવી હતી આવી સજા
Exit mobile version