Site icon

‘ધ કેરલા સ્ટોરી’ નો જાદુ યથાવત: ફિલ્મે ત્રીજા દિવસે કર્યું સૌથી વધુ કલેક્શન, અત્યાર સુધીમાં આટલા કરોડની કરી કમાણી

ત્રીજા દિવસે ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી'ની કમાણીમાં જોરદાર ઉછાળો આવ્યો છે. ફિલ્મને રવિવારની રજાનો લાભ મળ્યો અને અત્યાર સુધીનું સૌથી વધુ કલેક્શન કર્યું. હવે તમામની નજર ફિલ્મને લઈને સપ્તાહના દિવસો પર રહેશે.

the kerala story day 3 box office collection

‘ધ કેરલા સ્ટોરી’ નો જાદુ યથાવત: ફિલ્મે ત્રીજા દિવસે કર્યું સૌથી વધુ કલેક્શન, અત્યાર સુધીમાં આટલા કરોડની કરી કમાણી

News Continuous Bureau | Mumbai

સુદીપ્તો સેનની ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’એ પહેલા દિવસથી જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મ રિલીઝ પહેલા જ ઘણી ચર્ચામાં રહી હતી. તેમાં દર્શાવવામાં આવેલા તથ્યોને લઈને વિવાદ થયો હતો, ત્યારબાદ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો. બીજી તરફ, શુક્રવારે ફિલ્મને જે પ્રકારનો પ્રતિસાદ મળ્યો તે પછી એવું માનવામાં આવી રહ્યું હતું કે વીકએન્ડ કલેક્શનમાં વધુ ઉછાળો આવશે. રવિવારના કલેક્શનના પ્રારંભિક આંકડા આવી ગયા છે, જે મુજબ ત્રીજા દિવસે અત્યાર સુધીમાં સૌથી વધુ બિઝનેસ થયો છે.

Join Our WhatsApp Community

 

‘ધ કેરલા સ્ટોરી’ એ ત્રીજા દિવસે કર્યું આટલું કલેક્શન 

અદા શર્મા સ્ટારર ફિલ્મે શુક્રવારે 8.03 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ રીતે, તે વર્ષની પાંચમી સૌથી વધુ ઓપનિંગ કરનારી ફિલ્મ પણ બની ગઈ છે. શનિવારે બીજા દિવસે ફિલ્મનું કલેક્શન 11.22 કરોડ રહ્યું હતું. મીડિયા રિપોર્ટ મુજબ, ફિલ્મ રવિવારે લગભગ 15 કરોડની કમાણી કરવામાં સફળ રહી. આ રીતે 3 દિવસમાં ફિલ્મે 34.25 કરોડનું કલેક્શન કર્યું છે. અંતિમ આંકડા આવે ત્યાં સુધી નાના ફેરફારો થઈ શકે છે. તમને જણાવી દઈએ કે ફિલ્મનું બજેટ 30 કરોડ હોવાનું કહેવાય છે.

 

‘ધ કેરલા સ્ટોરી’ પર થયો હતો વિવાદ 

જ્યારે ‘ધ કેરલા સ્ટોરી’નું ટીઝર રિલીઝ થયું ત્યારે દાવો કરવામાં આવ્યો હતો કે કેરળમાંથી 32,000 છોકરીઓ ગુમ થઈ ગઈ છે. જેમાંથી મોટાભાગના લોકોનું ધર્મપરિવર્તન કરીને સીરિયા મોકલવામાં આવી છે. જ્યારે મામલો કોર્ટમાં પહોંચ્યો ત્યારે નિર્માતાઓને 32,000 મહિલાઓને ISIS આતંકવાદીઓમાં ફેરવવાની વાતને ટીઝરમાંથી હટાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. બાદમાં નિર્માતાઓએ દાવો કર્યો કે તે 3 છોકરીઓની વાર્તા પરથી પ્રેરિત છે.

Satish Shah: ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’ ફેમ સતીશ શાહનું નિધન, ૭૪ વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા
Baahubali The Epic Trailer : મહિષ્મતી ની દુનિયા માં પાછા જવા થઇ જાઓ તૈયાર, પ્રભાસની ‘બાહુબલી – ધ એપિક’નું ટ્રેલર થયું રિલીઝ
Aryan Khan: ધ બેડસ ઓફ બોલિવૂડ બાદ હવે આર્યન ખાન લાવશે આ સુપરહીરો ની વાર્તા! લક્ષ્ય લાલવાણી સાથે કરશે વધુ એક પ્રોજેક્ટ
KBC 17 Child Contestant: KBC 17ના બાળક કન્ટેસ્ટન્ટ ઇશિત ભટ્ટ ને થયો તેના વર્તન પર પસ્તાવો, અમિતાભ બચ્ચનથી માફી માંગતા કહી આવી વાત
Exit mobile version