Site icon

વિવાદ વચ્ચે આખરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ‘ધ કેરલા સ્ટોરી’, આ જગ્યાએ જારી કર્યું હાઈ એલર્ટ

દિગ્દર્શક સુદીપ્તો સેનની ફિલ્મ ધ કેરળ સ્ટોરીને લઈને છેલ્લા ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. આજે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મને A પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.

the kerala story release in theater high alert in tamil nadu

વિવાદ વચ્ચે આખરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ 'ધ કેરલા સ્ટોરી', આ જગ્યાએ જારી કર્યું હાઈ એલર્ટ

News Continuous Bureau | Mumbai

વિવાદોથી ઘેરાયેલી ધ કેરળ સ્ટોરી આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી આ ફિલ્મને લઈને ભારે હંગામો ચાલી રહ્યો છે. આ ફિલ્મમાં 3 આવી છોકરીઓ ની વાર્તા સ્ક્રીન પર બતાવવામાં આવી છે જેઓ ISISમાં જોડાય છે. આ માટે છોકરીઓને ટોર્ચર પણ કરવામાં આવે છે. ફિલ્મમાં જણાવવામાં આવ્યું છે કે કેરળમાં આવી છોકરીઓની સંખ્યા 32,000થી વધુ છે. આ આંકડાને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. ફિલ્મ નિર્માતાઓ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે આંકડાઓ પર ફોકસ કરીને આ મુદ્દા પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Join Our WhatsApp Community

 

આ રાજ્ય માં કરવામાં આવ્યું હાઈ એલર્ટ 

ફિલ્મને લઈને ચાલી રહેલા હંગામા વચ્ચે ઘણી જગ્યાએ હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે. ધ કેરળ સ્ટોરી અંગે તમિલનાડુમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મ જોયા બાદ તેના પર વિરોધ થઈ શકે છે. તેમજ ઘણી જગ્યાએ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરવામાં આવી છે. જો કે આ વાતને ફગાવી દેવામાં આવી છે. કેરળમાં પણ આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. રિલીઝ પહેલા દિલ્હીના જેએનયુમાં ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું, જ્યાં ફિલ્મના ડિરેક્ટર સુદીપ્તો સેને કહ્યું હતું કે અમે જે આંકડા બતાવ્યા છે તે સાચા છે. અમે અમારા સંશોધનના આધારે આ આંકડા એકઠા કર્યા છે. આ અંગે આરટીઆઈ દાખલ કર્યા બાદ પણ સરકાર તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.

 

ધ કેરળ સ્ટોરી ની સ્ટારકાસ્ટ 

હાલમાં ધ કેરળ સ્ટોરી એ સૌનું ધ્યાન ખેંચ્યું છે. ફિલ્મમાં અદા શર્મા લીડ રોલ કરી રહી છે. આ સિવાય સોનિયા બાલાની, સિદ્ધિ ઈદનાની અને યોગિતા બિહાની પણ ફિલ્મના મુખ્ય કલાકારોની યાદીમાં સામેલ છે. વિજય કૃષ્ણા અને પ્રણય ચૌધરી પણ સશક્ત ભૂમિકા ભજવી રહ્યા છે.

Bollywood’s Titanic: સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતા ‘દેશી ટાઈટેનિક’ના AI ફોટોઝ: ઐશ્વર્યા અને રાજેશ ખન્નાની કેમિસ્ટ્રીએ જીત્યા ફેન્સના દિલ, જુઓ વાયરલ તસવીરો
Ishaan Khatter: નાની ઉંમરે મોટી સફળતા! ઈશાન ખટ્ટરે સપનાની નગરી મુંબઈમાં વસાવ્યું નવું ઘર, પાલી હિલના આ લક્ઝરી એપાર્ટમેન્ટની કિંમત જાણીને તમે પણ કહેશો- ‘વાહ!
Vinod Khanna’s Spiritual Journey:પીક કરિયરમાં બધું જ ત્યાગી દીધું! વિનોદ ખન્નાના સંન્યાસ પાછળનું શું હતું કારણ? પત્ની કવિતાના ખુલાસાથી બોલિવૂડમાં ફરી ચર્ચાઓ તેજ
Battle of Galwan Postponed:‘કેમ પાછળ ઠેલાઈ ‘બેટલ ઓફ ગલવાન’? સલમાન ખાને પોતે લીધો આ મોટો નિર્ણય, જાણો હવે કઈ તારીખે સિનેમાઘરોમાં ગજવશે ધૂમ
Exit mobile version