Site icon News Continuous Bureau | Mumbai

બબિતાજી એટલે કે મુનમુન દત્તાના ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો છોડવાના સમાચાર ઉપર પડદો પડી ગયો, શો મેકર અસિત મોદીએ કર્યો મોટો ખુલાસો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 26 જુલાઈ, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

 

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં વર્ષોથી બબિતાજીની ભૂમિકાથી ફૅમસ થયેલી મુનમુન દત્તા વિવાદોમાં ફસાયેલી છે. મુનમુન દત્તાએ થોડા દિવસો પહેલાં જ પોતાના એક વીડિયોમાં આપત્તિજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો. એના કારણે તેને ટ્રૉલ થવું પડ્યું હતું તેમ જ તેની સામે ઘણી ફરિયાદ પણ થઈ હતી. આ ઘટના પછી મુનમુન જાહેરમાં માફી માગી ચૂકી છે, પરંતુ હવે શોના નિર્માતાઓ આવી ઘટનાઓથી બચવા માટે વિશેષ રીત લઈને આવ્યા છે. હવે અન્ડરટેકિંગ પર શોના કલાકારો દ્વારા સહી કરાવવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન સર્જાય. રિપૉર્ટ અનુસાર, અસિત મોદીનું માનવું છે કે મુનમુન દત્તાની માફી પછી પણ આ વિવાદ શાંત નથી થયો. જેના કારણે નિર્માતાઓ દ્વારા શોના કલાકારો પાસે અન્ડરટેકિંગ પર હસ્તાક્ષર કરવામાં આવી રહ્યા છે, જેથી તેઓ સોશિયલ મીડિયા પર કોઈ આપત્તિજનક, જાતિવાદી અથવા અપમાનજનક શબ્દનો ઉપયોગ ન કરે.

છેલ્લા કેટલાક દિવસથી બબિતાજી સેટ પરથી ગાયબ? શું બબિતાજીએ શો છોડી દીધો? જાણો વિગત

ઉપરાંત એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અસિત મોદી ઇચ્છે છે કે મુનમુન દત્તાનો ટ્રેક થોડા દિવસો માટે ન લખાય, જેથી સેટ પર કોઈ વિવાદ ન થાય. એક મહિનાથી શોમાં બબિતાજી એટલે કે મુનમુન દત્તા જોવા નથી મળી રહી. તેના શો છોડવાના સમાચાર સામે આવી રહ્યા છે, પરંતુ હવે આ મામલે શોના મેકર અસિત મોદીએ મોટો ખુલાસો કર્યો છે. અસિત મોદીએ કહ્યું કે મુનમુન દત્તા હજી પણ આ શોનો ભાગ છે અને તે ક્યાંય નથી ગઈ.

Emraan Hashmi Swine Flu બોલિવૂડ અભિનેતા ઇમરાન હાશ્મી સ્વાઇન ફ્લૂની ચપેટમાં; તબિયત વધુ લથડતાં અધવચ્ચે જ લાઈવ શો રદ્દ કરવો પડ્યો
King Vs King 100 Box Office Clash સિનેમા જગતમાં અનોખો ક્લેશ એક જ ટાઇટલ ‘King’ સાથે શાહરૂખ અને નાગાર્જુનની ફિલ્મો આમનેસામને
Nagarjuna Mass and Don No 1 ‘Don No. 1’ અને ‘Mass’ નાગાર્જુનની બે આઇકોનિક ફિલ્મો જેણે ટીવી પર રાજ કર્યું; જાણો OTT પર ક્યાં જોઈ શકાશે
Lawrence Bishnoi Threatens Salman Khan લોરેન્સ બિશ્નોઈના ભાઈએ સલમાન ખાન પર સાધ્યું નિશાન ‘આટલો અહંકાર શેનો?’ કહીને ફરી આપી ધમકી
Exit mobile version