Site icon

યશ રાજે પ્રથમ મેગા બજેટ વેબ સિરીઝ ‘ધ રેલ્વે મેન’ની કરી જાહેરાત, આર માધવન અને કે કે મેનન સાથે નજર આવશે ઈરફાન ખાન નો પુત્ર ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 3 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

 

OTTની દુનિયા ખૂબ જ રોમાંચક છે અને ડિજિટલ સિનેમાને જે રીતે પ્રેક્ષકોનો પ્રેમ મળ્યો છે તે અદ્ભુત છે. દરેક પીઢ સ્ટાર, દરેક મોટા પ્રોડક્શન હાઉસ હવે OTT તરફ વળ્યા છે અને ફિલ્મો તેમજ વેબસિરીઝની શક્યતાઓ શોધી રહ્યા છે. આ હરોળ માં યશ રાજ બેનર પણ આગળ વધી રહ્યું છે.ગુરુવારે યશ રાજ બેનરે તેની પ્રથમ વેબસીરીઝની જાહેરાત કરી હતી. આ વેબસીરીઝનું નામ છે 'ધ રેલ્વે મેન'. આ શ્રેણી 2 ડિસેમ્બર 1984ની રાત્રે બનેલી ભોપાલ ગેસ દુર્ઘટના પર આધારિત છે.

ભોપાલ ગેસ દુર્ઘટનાની 37મી વર્ષગાંઠ પર, નિર્માતાઓએ આ વેબ સિરીઝ 'ધ રેલ્વે મેન'નું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. એક્ટર આર માધવન, 'સ્પેશિયલ ઑપ્સ' ફેમ કે કે  મેનન, 'મિર્ઝાપુર' ફેમ દિવ્યેન્દુ શર્મા ડાર્ક પોસ્ટર પર મોં પર કપડું પહેરેલા જોવા મળે છે.ખાસ વાત એ છે કે આ ત્રણેય સાથે એક વ્યક્તિ એક જ રીતે જોવા મળે છે અને તે છે દિવંગત અભિનેતા ઈરફાન ખાનનો પુત્ર બાબિલ ખાન. 'ધ રેલ્વે મેન'નું શૂટિંગ બુધવારથી શરૂ થઈ ગયું છે. 'ધ રેલ્વે મેન'નું દિગ્દર્શન શિવ રાવૈલ કરશે, જે તેના દિગ્દર્શક તરીકે પદાર્પણ કરી રહ્યા છે.

મેકર્સે આ વેબસીરીઝની રીલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે અને તમને જણાવી દઈએ કે આજથી બરાબર એક વર્ષ પછી એટલે કે 2જી ડિસેમ્બર 2022ના રોજ આ વેબસીરીઝ રીલીઝ થશે. આદિત્ય ચોપરાના જણાવ્યા અનુસાર, વેબ સિરીઝ 'ધ રેલ્વે મેન' એ ભોપાલના હીરોને સલામ કરવાનો પ્રયાસ છે જેમણે 37 વર્ષ પહેલાં જ્યારે શહેર મુશ્કેલીમાં હતું ત્યારે હજારો લોકોના જીવ બચાવ્યા હતા.યશ રાજ ફિલ્મ્સના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અક્ષય વિધાનીએ જણાવ્યું હતું કે ભોપાલ ગેસ દુર્ઘટના એ વિશ્વની સૌથી ખરાબ ઔદ્યોગિક દુર્ઘટના છે જેણે 37 વર્ષ પહેલાં શહેરમાં થયેલી દુર્ઘટના પછી લોકોને અસર કરી છે.આ શ્રેણી એ દુર્ઘટનાના અગણિત નાયકોને અમારી શ્રદ્ધાંજલિ છે, જેમણે તે ઘાતક  દિવસે હજારો જીવન બચાવવા છતાં, વિશ્વભરના લોકો માટે હજુ પણ અજાણ છે.

વિકી-કેટરિનાના લગ્નના કડક નિયમો જાણીને આ અભિનેતા થયો ગુસ્સે, લગ્ન માં હાજરી આપવાની પાડી ના ; જાણો તે એક્ટર કોણ છે

તમને જણાવી દઈએ કે 2 ડિસેમ્બર, 1984ની મધ્યરાત્રિ પછી અમેરિકન યુનિયન કાર્બાઈડ કોર્પોરેશનની જંતુનાશક ફેક્ટરીમાંથી મિથાઈલ આઈસોસાયનેટ ગેસ લીક ​​થયો હતો. આ ગેસના કારણે હજારો લોકો મૃત્યુ પામ્યા, કેન્સર, અંધત્વ, શ્વસન, રોગપ્રતિકારક શક્તિ અને નર્વસ સિસ્ટમ સંબંધિત સમસ્યાઓ હજુ પણ હજારો બચી ગયેલા લોકોમાં જોવા મળે છે.

Farah Khan: ફિલ્મોથી વધુ કમાણી! ફરાહ ખાને YouTubeની કમાણીનું સિક્રેટ ખોલ્યું, જાણો કેવી રીતે થાય છે આટલો મોટો ફાયદો
Masti 4 Review: નિરાશાજનક રિવ્યૂ, ‘મસ્તી 4’એ કોમેડીના સ્તરને નીચે પાડ્યું, પૈસા બરબાદ!
Do Diwane Sheher Mein: સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુર પહેલીવાર સાથે, ભણસાલી પ્રોડક્શનની નવી લવ સ્ટોરીની જાહેરાત
Mrs Deshpande Teaser Out: માધુરીનો જાદુ! ‘મિસેસ દેશપાંડે’ ટીઝર જોઈને ફેન્સ બેકાબૂ, જુઓ ધક ધક ગર્લનો નવો અંદાજ.
Exit mobile version