Site icon News Continuous Bureau | Mumbai

રાતોરાત પ્રસિદ્ધિ મેળવનાર આ ગાયિકા થઈ ગુમનામીમાં ગરકાવ; જાણો તે ગાયિકાની પ્રસિદ્ધિથી ગુમનામી સુધીની સફર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 9 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

 

લતા મંગેશકરનું ગીત ગાઈને રાતોરાત સ્ટાર બનનાર રાનુ મંડલની પ્રસિદ્ધિ પહેલાં જેવી નથી રહી. તેના અવાજને આધારે રાનુએ જે કંઈ પહેર્યું અને ગાયું, તે ઇન્ટરનેટ સેન્સેશન બની હતી. પશ્ચિમ  બંગાળના રાણાઘાટ સ્ટેશનથી પ્રખ્યાત બનેલી રાનુએ ગાયેલું 'તેરી મેરી કહાની' ગીત રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા સેન્સેશન બની ગયું હતું. તેની દરેક જગ્યાએ ચર્ચા થઈ અને તેની લોકપ્રિયતા આસમાને પહોંચી ગઈ, પરંતુ રાનુ મંડલના નસીબનો આ તારો, જે રાતોરાત ચમક્યો, ટૂંક સમયમાં જ અદૃશ્ય થઈ ગયો.

નવેમ્બર 2019માં રાનુ મંડલે હિમેશ રેશમિયા સાથે ત્રણ ગીત રેકૉર્ડ કર્યાં. મીડિયા રિપૉર્ટ્સ અનુસાર કોરોના મહામારીને કારણે તેમની હાલત ખરાબ થઈ ગઈ છે. આ દિવસોમાં રાનુને મુંબઈમાં કોઈ કામ મળતું નથી, જેના કારણે તે ખૂબ પરેશાન પણ છે. ખરેખર, અચાનક પ્રસિદ્ધિ બાદ એક પછી એક વિવાદોથી ઘેરાયેલી 'રાણાઘાટ કી લતા' હવે નવી તકો શોધી રહી છે. મળતી માહિતી મુજબ લોકપ્રિય થયા બાદ રાનુ પોતાનું જૂનું ઘર છોડી નવા ઘરમાં શિફ્ટ થઈ ગઈ, પરંતુ બાદમાં મીડિયા રિપૉર્ટમાં કહેવામાં આવ્યું કે તે આ નવું ઘર છોડીને પોતાના જૂના ઘરમાં પરત આવી ગઈ છે. સમાચાર અનુસાર રાનુને બૉલિવુડમાં વધારે કામ નહોતું. આવી સ્થિતિમાં ખરાબ આર્થિક સ્થિતિને કારણે તે તેના જૂના ઘરમાં પાછી ફરી છે.

તેમ જ આવી પરિસ્થિતિ પર સોશિયલ મીડિયા પર રાનુના વર્તન વિશે ઘણી ચર્ચા થઈ હતી. ખરેખર સ્ટાર બન્યા પછી રાનુ મંડલનું વલણ ઘણું બદલાઈ ગયું હતું. તે ઘણી વખત ચાહકો અને મીડિયા સાથે ગેરવર્તન કરતી પણ જોવા મળી હતી. એટલું જ નહીં, રાનુની હિમેશ સાથેની લડાઈના સમાચાર પણ સામે આવ્યા. આ કારણે તેને ઘણી ટ્રૉલ પણ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા ઉપર પણ લોકો તેને ઘમંડી કહેવા લાગ્યા.

કોરોના ઇમ્પેક્ટ : ફિલ્મો નહીં, પણ જાહેરાતોમાંથી કમાણી કરે છે બૉલિવુડના આ કલાકારો; જાણો કોણે કેટલી કમાણી કરી

જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળના રાણાઘાટના રેલવે સ્ટેશન પર લતા મંગેશકરનું ગીત 'એક પ્યાર કા નગ્મા' ગાતી વખતે રાનુ મંડલની એક વ્યક્તિએ એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો તેણે સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. વીડિયો વાયરલ થતાં જ રાનુ મંડલ રાતોરાત સ્ટાર બની ગઈ. ટૂંક સમયમાં રાનુ મંડલના વાસ્તવિક જીવન પર ફિલ્મ બનવા જઈ રહી છે. અહેવાલો અનુસાર આ ફિલ્મમાં તે પોતે જ પોતાના અવાજમાં એક ગીત ગાશે.

Nana Patekar Funeral Updates અલવિદા ‘નટસમ્રાટ’! પુત્ર મલ્હારની હાજરીમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ, રાજકીય સન્માન સાથે અપાશે નાના પાટેકરને વિદાય
Nana Patekar Last Moments નાના પાટેકરના છેલ્લા 2 કલાક 50 મિનિટમાં શું થયું હતું? જાણો છાતીમાં દુખાવાથી લઈને અંતિમ શ્વાસ સુધીની ક્ષણેક્ષણની વિગત
Nana Patekar Last Words ‘દરેકે જવાનું જ છે, એ સમય આવવાનો જ…’ નિધનથી માત્ર ચાર દિવસ પહેલાં નાના પાટેકરે ઉચ્ચારેલા અંતિમ શબ્દો વાયરલ
Nana Patekar Funeral State Honours નાના પાટેકરની અંતિમ ઈચ્છા પૂર્ણ કરાશે મહારાષ્ટ્ર સરકારે કરી સત્તાવાર જાહેરાત; અહીં રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર
Exit mobile version