News Continuous Bureau | Mumbai
The vaccine war: ધ કાશ્મીર ફાઇલ્સ બાદ વિવેક રંજન અગ્નિહોત્રી તેની ફિલ્મ ‘ધ વેક્સીન વોર’ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મને દેશભરમાં ભરપૂર વખાણ મળી રહ્યા છે તો બીજી તરફ આ ફિલ્મને વૈશ્વિક દુર્લભ સિદ્ધિઓ મળી રહી છે. હવે આ ફિલ્મ સમગ્ર વિશ્વમાં દેશનું નામ રોશન કરી રહી છે. આ ફિલ્મને ઓસ્કારની લાઈબ્રેરીમાં સ્થાન મળ્યું છે. એકેડેમી ઑફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સની લાઇબ્રેરીએ વિવેક રંજન અગ્નિહોત્રીનો સંપર્ક કર્યો છે.
ઓસ્કાર ની લાઈબ્રેરી પહુંચી ધ વેક્સીન વોર
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સની લાઇબ્રેરીએ ‘ધ વેક્સીન વોર‘ની સ્ક્રિપ્ટ માંગી છે. તેઓ આ સ્ક્રિપ્ટને તેમની લાઇબ્રેરીમાં રાખશે. જેથી ભવિષ્યમાં કોઈપણ વિદ્યાર્થી કે ફિલ્મ નિર્માતા સંશોધન માટે આ સ્ક્રિપ્ટ વાંચી શકે.તમને જણાવી દઈએ કે આ પહેલા પણ આમિર ખાનની ‘લગાન’, કપિલ શર્માની ‘ઝ્વેઇગાટો’, અક્ષય કુમારની ‘એક્શન રિપ્લે’ અને શાહરૂખ ખાનની ‘કભી અલવિદા ના કહેના’ ફરહાન અખ્તરની ‘રોક ઓન’ જેવી ભારતીય ફિલ્મોની સ્ક્રિપ્ટ ઓસ્કર લાઇબ્રેરીમાં રાખવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Sushmita sen on aarya 3: ‘સિંહણ પાછી આવી રહી છે’, સુષ્મિતા સેને અલગ અંદાજ માં જાહેર કરી તેની વેબ સિરીઝ ‘આર્યા 3’ ની રિલીઝ ડેટ
ધ વેક્સીન વોર ની વાર્તા
‘ધ વેક્સીન વોર’ ફિલ્મ એ મુશ્કેલ સમયની વાર્તા કહે છે જ્યારે ભારતે રસી બનાવી હતી.આ ફિલોમા માં નાના પાટેકર, સપ્તમી ગૌડા, રાયમા સેન, અનુપમ ખેર અને પલ્લવી જોશી મુખ્ય ભૂમિકામાં છે અને આ પલ્લવી જોશી અને આઈ એમ બુદ્ધ દ્વારા નિર્મિત, આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુમાં 28 સપ્ટેમ્બર 2023ના રોજ રિલીઝ થઇ હતી.
