Site icon

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના ચાહકો માટે સારા સમાચાર- શો માં થઇ નવા નટુ કાકા ની એન્ટ્રી-ઘનશ્યામ નાયકના જૂના મિત્ર હવે સંભાળશે જેઠાલાલની દુકાન

News Continuous Bureau | Mumbai 

છેલ્લા 14 વર્ષથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (TMKOC)શો લોકો નું મનોરંજન કરી રહ્યો છે  આ શો નું દરેક પાત્ર દર્શકોના દિલોદિમાગમાં છવાઈ ગયું છે. જેઠાલાલ થી લઈને આત્મારામ ભીડે, મહેતા સાહેબ, બાઘા અને નટ્ટુ કાકા સુધી આ તમામ પાત્રો લોકોના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે. જેઠાલાલની દુકાનમાં કામ કરતા નટુ કાકાનું પાત્ર ભજવનાર ઘનશ્યામ નાયક (Ghanshyam Naik passes away)હવે આ દુનિયામાં નથી. ઘનશ્યામ નાયકનું કેન્સરને (cancer)કારણે ગયા વર્ષે 3 ઓક્ટોબરે અવસાન થયું હતું. ઘનશ્યામ નાયકના મૃત્યુ પછી લોકો આ ટીવી શોમાં નટુ કાકાના પાત્રને ખૂબ યાદ કરતા હતા.

Join Our WhatsApp Community

જ્યારે ઘનશ્યામ નાયકનું અવસાન થયું ત્યારે લોકો વિચારતા હતા કે આ ટીવી શોમાં કોઈ નવા નટ્ટુ કાકાની(Natu kaka entry) એન્ટ્રી થશે કે નહીં. અને જો એમ હોય તો કયો કલાકાર આ પાત્ર ભજવશે? આવી સ્થિતિમાં, મેકર્સ માટે શો માટે નવા નટ્ટુ કાકાને શોધવાનું ખૂબ મુશ્કેલ હતું. હવે સમાચાર છે કે શોના નિર્માતા અસિત કુમાર(Asit kumar modi) મોદીને નટ્ટુ કાકાના રૂપમાં નવો ચહેરો મળ્યો છે.હાલમાં જ અસિત કુમાર મોદીએ એક વીડિયો શેર (video share)કર્યો છે. આ વીડિયોમાં તે પહેલા જેઠાલાલની દુકાનની(Gada electronics) અંદર જાય છે અને આખી દુકાનનું નિરીક્ષણ કરે છે. ત્યારે તે કહે છે કે આ દુકાન જોયા પછી તને હંમેશા નટુ કાકા યાદ આવશે. પછી નટુ કાકાની કેટલીક જૂની ક્લિપ્સ ચાલે છે.અસિત મોદી જણાવે છે કે નટ્ટુ કાકા એટલે કે ઘનશ્યામ નાયક એક વર્ષ સુધી કેન્સર સાથે સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારબાદ 3 ઓક્ટોબર 2021ના રોજ તેમનું અવસાન થયું. તે એવા કલાકાર હતા જેને ભૂલવામાં નહીં આવે. પરંતુ છેલ્લા 13 વર્ષથી નટ્ટુ કાકાનું પાત્ર ભજવી રહેલા ધનશ્યામ નાયકને બદલવું સરળ નહોતું, પરંતુ પાત્ર ક્યારેય મરતું નથી. નવા નટ્ટુ કાકાનો પરિચય આપતાં તેમણે કહ્યું કે જૂના નટ્ટુ કાકાએ નવા નટ્ટુ કાકાને (new natu kaka)મોકલ્યા છે. જેમ તમે તેમને તમારો પ્રેમ આપ્યો છે, તેવી જ રીતે તેમને ઘણો પ્રેમ આપો.

આ સમાચાર પણ વાંચો : રિતિક રોશનની આ એક માંગણી થી ફિલ્મ વિક્રમ વેધાનું બજેટ અનેકગણું વધી ગયું-બની અભિનેતાની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ

હવે જાણીતા થિયેટર કલાકાર કિરણ ભટ્ટ (Kiran Bhatt)નટુ કાકાનું પાત્ર ભજવવા જઈ રહ્યા છે. કિરણ ભટ્ટ અને ઘનશ્યામ નાયકની વાસ્તવિક જીવનમાં ખૂબ સારી અને ઊંડી મિત્રતા(friendship) હતી. બંને થિયેટર ઇન્ડસ્ટ્રીમાં (theater industry)આવ્યા ત્યારથી એકબીજાને ઓળખતા હતા.તેના પાત્ર વિશે વાત કરતાં કિરણ ભટ્ટે કહ્યું, “એવું લાગે છે કે જૂના નટ્ટુ કાકાને નવા નટ્ટુ કાકામાં સામેલ કરવામાં આવી રહ્યા છે અને હું મારા પ્રિય મિત્ર ઘનશ્યામનું (Ghanshyam naik)આ પાત્ર ભજવીને ખૂબ જ ખુશ છું. આ મારા માટે ખૂબ જ ભાવનાત્મક રોલ છે અને હું આશા રાખું છું કે ઘનશ્યામે શરૂઆતથી જે રોલ કર્યો છે તેને હું ન્યાય આપી શકીશ. નવા નટ્ટુ કાકા પર વાત કરતા આસિત મોદીએ કહ્યું કે તાજેતરમાં જ તેમણે ગડા ઈલેક્ટ્રોનિક્સના નવા શોરૂમનું ઉદ્ઘાટન કર્યું હતું, પરંતુ તેમનામાં કંઈક ખૂટતું હતું. એટલા માટે તે નટુ કાકાને પાછો લઈ આવ્યો. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે તેમને આશા છે કે જેઠાલાલના (jethalal)નવા સ્ટોરની મુલાકાત લેવા માટે તૈયાર થયેલા નવા નટુ કાકાને પણ દર્શકો ઘણો પ્રેમ આપશે.

Kamini Kaushal passes away: બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન.
De De Pyaar De 2 Review: તમે પણ વિકેન્ડ માં દે દે પ્યાર દે ર જોવા નું વિચારી રહ્યા છો તો ટિકિટ બુક કરાવતા પહેલા વાંચી લો ફિલ્મ નો રીવ્યુ
Dharmendra ICU Video Leak: ધર્મેન્દ્રનો ICU વીડિયો વાયરલ કરનાર હોસ્પિટલ સ્ટાફની ધરપકડ, પ્રાઇવસી ભંગ બદલ પોલીસની કાર્યવાહી
Jaya Bachchan: ફરી પાપારાઝી પર ગુસ્સે થઇ જયા બચ્ચન, ફોટો લેવા ને લઈને કહી આવી વાત
Exit mobile version