Site icon News Continuous Bureau | Mumbai

પહેચાન કૌન-એક કે બે નહીં આ ફોટામાં છે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના 5 મોટા સુપરસ્ટાર-જે કોઈ આ સ્ટાર્સ ને ઓળખી બતાવશે તે કહેવાશે સરતાજ

News Continuous Bureau | Mumbai

આ સમયે સોશિયલ મીડિયા પર એક ફોટો ખૂબ વાયરલ (Photo viral)થઈ રહ્યો છે. આ ફોટોમાં એક નહીં બે નહીં પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના 5 દિગ્ગજ સ્ટાર (bollywood stars)નજરે પડે છે. આ ફોટોમાં દેખાતા આ બાળકો આજે ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ બની ગયા છે. હવે મુશ્કેલ વાત એ છે કે આ ફોટામાં તે તમામ 5 સ્ટાર્સને ઓળખવાની ચેલેન્જ આપવામાં આવી રહી છે, જેમાં બહુ ઓછા લોકો પાસ થઈ શક્યા છે. જો તમે કોઈને ઓળખતા નથી, તો ચાલો તમને એક સંકેત આપીએ. તમને જણાવી દઈએ કે, આ ગ્રુપ ફોટો બોલિવૂડના ફેમસ કપૂર પરિવારનો(Kapoor family) છે, જેમાં તમામ બાળકો દેખાઈ રહ્યા છે. આજની તારીખમાં આ તમામ બાળકો પોતપોતાના ક્ષેત્રમાં મોટું નામ કમાઈ રહ્યા છે.

Join Our WhatsApp Channel

તમને જણાવી દઈએ કે આ ફોટોમાં તમે રણબીર કપૂર, સોનમ કપૂર, અંશુલા કપૂર, હર્ષવર્ધન કપૂર અને અર્જુન કપૂરને જોઈ શકો છો. તો ચાલો સ્ટાર્ટ કરીએ નીચે થી ફોટામાં,  બ્લેક ડ્રેસમાં સોનમ કપૂર (Sonam Kapoor)છે તેના ખોળામા તેનો નાનો ભાઈ હર્ષવર્ધન કપૂર (Harshvardhan Kapoor)છે.તેમજ, અર્જુન કપૂર(Arjun Kapoor) તેની બાજુમાં લાલ ટી-શર્ટ પહેરીને અને ચશ્મા પહેરીને બેઠો છે. સોનમ કપૂરની પાછળ અંશુલા કપૂર(Anshula kapoor)છે તેને એક બાળકને ખોળામાં લીધો છે. તેની  બીજી તરફ, રણબીર કપૂર(Ranbir Kapoor) છે  જેણે પાછળ હાથ રાખીને વિજય ની(Victory sign)) નિશાની બનાવી છે.

આ સમાચાર પણ વાંચો : શું સબા આઝાદ સાથે લગ્ન કરશે રિતિક રોશન-અભિનેતા ના બીજા લગ્ન પર આ વ્યક્તિએ કર્યો હતો ચોંકાવનારો ખુલાસો

આ ફોટો સોશિયલ મીડિયા(Social media) પર આગની જેમ ફેલાઈ રહ્યો છે, જેના પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ફોટો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે, "મેં સોનમ અને અર્જુનને ઓળખ્યા". તો ત્યાં અન્ય એક લખે છે, "કપૂર પરિવાર શ્રેષ્ઠ છે". આ રીતે લોકો આ પોસ્ટ પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version