Site icon News Continuous Bureau | Mumbai

બોલિવૂડ ની આ અભિનેત્રી ઓ ખુલ્લેઆમ ઉંદર અને બિલાડીની જેમ બાખડી છે -કોઈએ મારી છે થપ્પડ તો કોઈએ માર્યો છે ટોણો

News Continuous Bureau | Mumbai

ઈન્ડસ્ટ્રીમાં અભિનેત્રીઓ વચ્ચે કેટ ફાઈટના(cat fight) સમાચાર અવારનવાર સામે આવે છે. હાલમાં જ અભિનેત્રી રાખી સાવંત અને શર્લિન ચોપરા વચ્ચે ઝઘડો થયો હતો. શર્લિન ચોપરા અને રાખી સાવંત વચ્ચેની ચર્ચા સોશિયલ મીડિયા(social media) પર ઘણી હેડલાઇન્સ બનાવી રહી છે. તમને જણાવી દઈએ કે શર્લિન ચોપરા અને રાખી સાવંત વચ્ચે MeTooના આરોપી સાજિદ ખાનને(Sajid Khan)લઈને યુદ્ધ છેડાઈ ગયું છે. આ પહેલીવાર નથી જ્યારે અભિનેત્રીઓ વચ્ચેની આ કેટ ફાઈટ ઘણી હેડલાઈન્સ બનાવી હોય. આ પહેલા પણ આવી ઘણી અભિનેત્રીઓ છે જેઓ ખુલ્લેઆમ કુતરા અને બિલાડીની જેમ લડી ચૂકી છે.તો ચાલો જાણીએ તે અભિનેત્રી વિશે 

Join Our WhatsApp Channel

1. ઉર્ફી જાવેદ અને ચાહત ખન્ના

તાજેતરમાં ઉર્ફી જાવેદ અને ચાહત ખન્ના(chahat khanna) વચ્ચે સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી હતી. વાસ્તવમાં ચાહતે ઉર્ફીના કપડા પર કોમેન્ટ કરી હતી, ત્યારબાદ ઉર્ફીએ(Urfi Javed) પણ ચાહતને જડબાતોડ જવાબ આપ્યો હતો.

2. રાખી સાવંત અને શર્લિન ચોપરા

બિગ બોસ 16માં MeTooના આરોપી સાજિદ ખાનની એન્ટ્રીને લઈને અભિનેત્રી રાખી સાવંત અને શર્લિન ચોપરા(Sharlin Chopra) વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જ્યાં એક તરફ શર્લિન ચોપરા સાજિદને કોઈપણ રીતે બિગ બોસના ઘરમાંથી બહાર કાઢવા માંગે છે તો બીજી તરફ રાખી સાવંત ખુલ્લેઆમ સાજિદને સપોર્ટ(support) કરી રહી છે. તાજેતરમાં, રાખીએ શર્લિનની મજાક ઉડાવી, જેના પર શર્લિને પ્રતિક્રિયા આપી અને કહ્યું, "આરોપી- સાજિદ ખાનની ટોમી મને ડરાવવા અને ધમકી આપવાનો પ્રયાસ કરી રહી છે! લોકો કેમ નથી ઈચ્છતા કે #MeToo ના આરોપી સાજિદ ખાન વિરુદ્ધ તપાસ થાય?"

3. સોનમ કપૂર અને ઐશ્વર્યા રાય

અભિનેત્રી સોનમ કપૂર અને ઐશ્વર્યા રાય (Aishwarya rai)વચ્ચે ખુલ્લો સંઘર્ષ પણ થયો છે. વાસ્તવમાં વર્ષ 2009માં ઐશ્વર્યાએ સોનમ સાથે રેડ કાર્પેટ પર જવાની ના પાડી દીધી હતી, ત્યારબાદ સોનમે ઐશ્વર્યાને આંટી (aunty)કહીને બોલાવી હતી. જોકે ઐશ્વર્યાને સોનમની આ વાત બિલકુલ પસંદ નહોતી.

4. એશા દેઓલ અને અમૃતા રાવ

ફિલ્મ 'પ્યારે મોહન'ના શૂટિંગ દરમિયાન અમૃતા રાવ અને એશા દેઓલ વચ્ચે ઝઘડો થયો હતો. જેના કારણે ઈશાએ સેટ પર બધાની સામે અમૃતાને થપ્પડ(slap) મારી હતી. આ ઘટના બાદ ઈન્ડસ્ટ્રીમાં (industry)ખળભળાટ મચી ગયો હતો.

આ સમાચાર પણ વાંચો: શું પોનોગ્રાફી કેસ પછી રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી બન્ને સાથે રહેવાનો ડોળ કરી રહ્યા છે-અભિનેત્રી ના પતિ એ સોશિયલ મીડિયા પર આપ્યો આનો જવાબ

5. કરિશ્મા કપૂર અને રવિના ટંડન

ફિલ્મ 'આતિશ'ના શૂટિંગ દરમિયાન રવિના ટંડન અને કરિશ્મા કપૂર બંનેએ એક્ટ્રેસ અજય દેવગનને(Ajay Devgan) દિલ આપી દીધું હતું, જેના કારણે સેટ પર બંને વચ્ચે ઘણી લડાઈ થઈ હતી.

6. કરીના કપૂર અને બિપાશા બાસુ

ફિલ્મ 'અજનબી'ના શૂટિંગ દરમિયાન અભિનેત્રી કરીના કપૂર અને બિપાશા બાસુ વચ્ચે ડ્રેસને લઈને ઝઘડો થયો હતો. બંને વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો હતો કે કરીનાએ બિપાશાને થપ્પડ મારી દીધી અને તેને 'બ્લેક કેટ' (black cat)પણ કહી દીધી.

7. કંગના રનૌત-તાપસી પન્નુ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ (Sushant singh rajput death)બાદ બોલિવૂડ બે જૂથોમાં વહેંચાઈ ગયું હતું. આ દરમિયાન કંગના તાપસીની ટિપ્પણીથી એટલી નારાજ થઈ ગઈ હતી કે તેણે તાપસીને બી-ગ્રેડ અભિનેત્રી કહી દીધી હતી. બાદમાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

Diljit Dosanjh Delhi Concert Security દિલજીત દોસાંઝના દિલ્હી કોન્સર્ટ માટે અભેદ્ય સુરક્ષા કવચ ૨,૦૦૦ ગાર્ડ્સ તૈનાત, સ્ટેડિયમ ફરતે ૭૦૦ મીટર ‘નોકાર ઝોન’!
Ranbir Kapoor Ramayana Part 2 Delay રણબીર કપૂરની ‘રામાયણ’ ના ચાહકોને લાગી શકે છે મોટો ઝટકો પાર્ટ ૨ ની રિલીઝ ડેટ ટળી; સામે આવ્યું મોટું કારણ!
Ramayana Cast In KBC 18 KBC 18 ના મંચ પર ‘રામાયણ’ ની સ્ટારકાસ્ટ અમિતાભ બચ્ચન સાથે રણબીર કપૂરસાઈ પલ્લવીની જમાવટ, શેર કર્યા દિવાળીના કિસ્સા!
Aryan Khan New Project Genre શું નવા ઝોનરમાં એન્ટ્રી કરશે શાહરૂખ ખાનના પુત્ર? આર્યન ખાને શરૂ કરી નવા લેખકોની શોધખોળ!
Exit mobile version