પ્રજાસત્તાક દિવસે અવશ્ય જુઓ આ ફિલ્મો, તમારું માથું ગર્વથી થઈ જશે ઊંચું અને ભીની થઈ જશે આંખો

ગણતંત્ર દિવસ પર પહેલા પરેડ જુઓ અને પછી આ રજા નો સંપૂર્ણ આનંદ માણો. આ દિવસે જો તમારે ઘરની બહાર ના નીકળી ને ઘરમાં જ રહેવું હોય તો દેશભક્તિની ભાવના થી ભરેલી કેટલીક શ્રેષ્ઠ ફિલ્મો તમે જોઈ શકો છો જે ફિલ્મોમાંથી દેશની માટીની સુગંધ આવે છે.

પ્રજાસત્તાક દિવસે અવશ્ય જુઓ આ ફિલ્મો, તમારું માથું ગર્વથી થઈ જશે ઊંચું અને ભીની થઈ જશે આંખો

News Continuous Bureau | Mumbai

આજે આખો દેશ આઝાદીના એ દિવસ ને યાદ કરી રહ્યો છે. બોલિવૂડમાં આવી ઘણી ફિલ્મો બની છે જે આપણને જંગ-એ-આઝાદીની યાદ અપાવે છે, જે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામની ગાથા વર્ણવે છે અને દેશભક્તિની ભાવના જગાડે છે. ચાલો તમને એ ફિલ્મો વિશે જણાવીએ, જેણે આપણને ભારતની આઝાદીના દરેક પાસા નો પરિચય કરાવ્યો.

Join Our WhatsApp Community

લેજેન્ડ ઓફ ભગત સિંહ

ફિલ્મ ‘લેજેન્ડ ઓફ ભગત સિંહ’ સ્વાતંત્ર્ય સેનાની શહીદ ભગત સિંહના જીવન પર આધારિત છે. તેનું નિર્દેશન રાજકુમાર સંતોષી એ કર્યું હતું. આ ફિલ્મની વાર્તા અને સંવાદો રાજકુમાર સંતોષી અને પીયૂષ મિશ્રા એ સંયુક્ત રીતે લખ્યા છે. શહીદ ભગત સિંહની ભૂમિકા અજય દેવગણે ભજવી હતી, જે દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી.

મંગલ પાંડે

ફિલ્મ ‘મંગલ પાંડે’ 2005 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ભારતીય સ્વતંત્રતા સેનાની મંગલ પાંડે પર આધારિત છે. મંગલ પાંડે બ્રિટિશ શાસન દરમિયાન બ્રિટિશ સેનામાં હતા અને તેમણે કારતુસ માં ગાય ની ચરબી ના ઉપયોગ સામે ખૂબ હિંમતથી અવાજ ઉઠાવ્યો હતો. કેતન મહેતાની ફિલ્મમાં આમિર ખાને મંગલ પાંડેની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં રાની મુખર્જી, અમિષા પટેલ, કિરણ ખેર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.

 

નેતાજી સુભાષ ચંદ્ર બોઝ: ધ ફરગોટન હિરો

આ ફિલ્મ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ના જીવન અને સ્વતંત્રતા સંગ્રામ પર આધારિત છે. અભિનેતા સચિન ખેડેકરે આ ફિલ્મમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ની ભૂમિકા ભજવી હતી. તેમાં નેતાજી ના જીવન, તેમના સ્વાતંત્ર્ય સંગ્રામ અને તેમના રહસ્યમય મૃત્યુનું નિરૂપણ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો.

લગાન

ફિલ્મ ‘લગાન’ હિન્દી સિનેમામાં વિશેષ સ્થાન ધરાવે છે. ફિલ્મની વાર્તા ભારતની આઝાદી પહેલાની છે. ક્રિકેટ મેચની જીત અને હાર ના આધારે ગ્રામજનોનું લગાન નક્કી કરવામાં આવે છે. આ ફિલ્મમાં ગ્રેસી સિંહ અને આમિર ખાન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મને દેશ-વિદેશમાં ઘણી ખ્યાતિ મળી હતી. આ ફિલ્મ આશુતોષ ગોવારીકરે ડિરેક્ટ કરી હતી.

મણિકર્ણિકા

વર્ષ 2019 માં આવેલી ફિલ્મ ‘મણિકર્ણિકા’ અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ છે. આ ફિલ્મમાં કંગના રનૌતે રાણી લક્ષ્મીબાઈ નો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં રાણી લક્ષ્મીબાઈ ની બહાદુરી બતાવવામાં આવી હતી. તેમજ રાણી લક્ષ્મીબાઈએ તમામ અવરોધો સામે આઝાદીની લડાઈ કેવી રીતે લડી તે પણ જણાવવામાં આવ્યું હતું.

Kalpana Iyer Dance Video: ઉંમર તો માત્ર એક આંકડો છે! કલ્પના અય્યરે ફરી જીવંત કર્યો ‘રંબા હો’ નો ક્રેઝ; ડાન્સ વીડિયો જોઈ બોલિવૂડ સેલેબ્સ પણ કરી રહ્યા છે પ્રશંસા
Mardaani 3 Box Office Collection Day 1:સની દેઓલના તોફાન સામે ઝુકી નહીં રાની મુખર્જી! ‘મર્દાની 3’ એ મુંબઈમાં મેળવ્યો જોરદાર રિસ્પોન્સ, જાણો પહેલા દિવસના આંકડા
Gandhi Talks Movie Review:‘ગાંધી ટોક્સ’ રિવ્યુ: ડાયલોગ વગર પણ ઘણું કહી જાય છે વિજય સેતુપતિની ફિલ્મ; એ.આર. રહેમાનનું સંગીત અને શાનદાર અભિનય જીતશે દિલ
R Madhavan: શું તમે જાણો છો? આર. માધવન એક્ટિંગ પહેલા આર્મીમાં ઓફિસર બનવાના હતા; જાપાનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રચ્યો હતો ઈતિહાસ
Exit mobile version