Site icon

છૂટાછેડા થયા બાદ બિન્દાસ રીતે પોતાની જિંદગી ની મજા માણી રહી છે ટીવી ની આ અભિનેત્રીઓ, બીજી વાર નથી બની કોઈ ની પત્ની

ઘણી ટીવી અભિનેત્રીઓ એવી હતી જે પ્રેમમાં પડ્યા પછી લગ્ન કરી લીધા પરંતુ તે લગ્ન લાંબા સમય ટકી શક્યો નહીં. તેથી છૂટાછેડા તેમના છૂટાછેડા થઇ ગયા. છૂટાછેડા થઇ ગયા બાદ પણ અત્યાર સુધી આ સુંદરીઓએ ફરીથી લગ્ન કર્યા નથી.

these television actress enjoy singlehood and not married after divorced

છૂટાછેડા થયા બાદ બિન્દાસ રીતે પોતાની જિંદગી ની મજા માણી રહી છે ટીવી ની આ અભિનેત્રીઓ, બીજી વાર નથી બની કોઈ ની પત્ની

 News Continuous Bureau | Mumbai

સંબંધો બનાવવા આસાન છે પરંતુ તેને નિભાવવા ખુબ મુશ્કેલ હોય છે. અને જ્યારે વાત હદ થી ઉપર જાય છે ત્યારે અલગ થવા સિવાય કોઈ રસ્તો નથી રહેતો. આવું જ કંઈક તે ટીવી કપલ્સ સાથે થયું જે ખૂબ જ પ્રેમથી પોતાનો સંબંધ બનાવ્યો હતો.. પહેલા પ્રેમ થયો અને પછી કોઈની પરવા કર્યા વગર લગ્ન કરી લીધા. પરંતુ જ્યારે સંબંધ નિભાવવાની વાત આવી ત્યારે તે નબળો સાબિત થયો, તેથી તેમને અલગ થવું પડ્યું. ઘણી ટીવી અભિનેત્રીઓએ ( television actress ) લગ્ન પછી છૂટાછેડા ( divorced )  લઈ લીધા છે, પરંતુ વર્ષોથી અલગ થયા પછી પણ આ સુંદરીઓએ ન તો ફરીથી લગ્ન ( not married )  કર્યા છે અને ન તો આ વિશે વિચાર્યું છે. હાલમાં આ અભિનેત્રીઓ ખુલ્લેઆમ પોતાની ( singlehood  ) લાઈફ એન્જોય કરી રહી છે.

Join Our WhatsApp Community

જુહી પરમાર

કુમકુમ સિરિયલ થી નાના પડદા પર રાજ કરનાર જુહી પરમાર આજે શોબિઝની દુનિયાથી સાવ દૂર છે. તેણીએ 2009 માં સચિન શ્રોફ સાથે લગ્ન કર્યા, જે તેનો કો સ્ટાર પણ હતો, પરંતુ 2016 પછી તેમની વચ્ચે એવો તણાવ હતો કે તેઓએ અલગ થવાનું નક્કી કર્યું. પરંતુ આજે પણ જૂહી પોતાની દીકરીને એકલી જ ઉછેરી રહી છે અને પોતાની શરતે પોતાનું જીવન જીવી રહી છે.

 જેનિફર વિંગેટ

બેહદ સિરિયલ થી લોકો ને પોતાની એક્ટિંગ થી ઘાયલ કરનાર જેનિફર વિંગેટના લગ્ન કરણ સિંહ ગ્રોવર સાથે થયા હતા. જેનિફરના આ પહેલા લગ્ન હતા જ્યારે કરણના બીજા લગ્ન. પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. તેથી ખૂબ જ ટૂંક સમયમાં તેઓએ અલગ થવાનું નક્કી કર્યું. જો કે, જેનિફરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તૂટેલા સંબંધોની તેના પર કેટલી અસર થઈ. પરંતુ હવે વર્ષો પછી, જેનિફર સંપૂર્ણપણે આ દુઃખમાંથી બહાર આવી છે અને ખુલ્લેઆમ જીવનનો આનંદ માણી રહી છે, તે પણ એકલી.

તુનિષા આત્મહત્યા કેસમાં પોલીસને હાથ લાગ્યો મહત્વનો પુરાવો, સુસાઈડ સ્પોટ પરથી મળ્યો તુનિષા નો ‘લેટર’, ખુલશે ઘણા રહસ્યો

રશ્મિ દેસાઈ

ટીવીની લોકપ્રિય અભિનેત્રી રશ્મિ દેસાઈ આજે પણ સોશિયલ મીડિયા પર પ્રભુત્વ જમાવી રહી છે. તેણે તેની સિરિયલ ઉતરન ના કો-સ્ટાર નંદીશ સંધુ સાથે લગ્ન કર્યા પરંતુ 4 વર્ષમાં જ છૂટાછેડા થઈ ગયા. અત્યારે રશ્મિ તેના પાછલા જીવનથી ઘણી આગળ નીકળી ગઈ છે અને તે બીજાને કહી રહી છે કે જીવન કેવી રીતે જીવવું જોઈએ.

 સારા ખાન

સારા ખાને બિગ બોસમાં અલી મર્ચન્ટ સાથે લગ્ન કર્યા હતા, તેથી આ લગ્નની ખૂબ ચર્ચા થઈ હતી. પરંતુ આ સંબંધ એક વર્ષ પણ ટકી શક્યો નહીં અને ઘરની બહાર આવ્યા બાદ તેમનો રસ્તો અલગ થઈ ગયો. હાલમાં સારાએ બીજા લગ્ન કર્યા નથી. અને તે તેનું જીવન બિન્દાસ રીતે જીવી રહી છે.

સંજીદા શેખ

ટીવી ની સુંદર અભિનેત્રી સંજીદા શેખે જ્યારે 2021માં આમિર અલીથી અલગ થવાની જાહેરાત કરી ત્યારે બધાં દંગ રહી ગયા હતા. બંનેના લવ મેરેજ હતા અને તેમનો સંબંધ ખૂબ જ સુંદર હતો, આવી સ્થિતિમાં તેમની વચ્ચે શું વિવાદ થયો તે કોઈ જાણી શક્યું નહીં. સંજીદા આ ક્ષણે ખૂબ જ ખુશ છે અને અત્યાર સુધી અન્ય કોઈ સંબંધમાં નથી.

એન્ટિલિયામાં થયું અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ ની સગાઈની ગ્રાન્ડ પાર્ટી નું આયોજન ,શાહરુખ થી લઇ ને સલમાન સુધીના ઘણા સ્ટાર્સે આપી હાજરી

Sushmita Sen birthday: સિલ્વર સ્ક્રીન થી દૂર હોવા છતાં શાનદાર જીવનશૈલી જીવી રહી છે સુષ્મિતા સેન, જાણો કેટલી અમીર છે 50 વર્ષની મિસ યુનિવર્સ
Jaya Bachchan and Waheeda Rehman: કામિની કૌશલ ની પ્રાર્થના સભામાં જયા બચ્ચન અને વહિદા રહમાન એ આપી હાજરી, દિગ્ગ્જ અભિનેત્રી ને આપી શ્રદ્ધાંજલિ
Shahrukh and Salman: સલમાન ખાન ના ગીત પર શાહરુખ ખાને લગાવ્યા ઠુમકા, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો
SS Rajamouli : ‘વારાણસી’ ટીઝર ઇવેન્ટમાં હનુમાનજી પર રાજામૌલીના નિવેદનથી વિવાદ, પોલીસ સુધી પહોંચી ફરિયાદ
Exit mobile version