Site icon

ધ ફેમિલી મેનની આ અભિનેત્રીએ વિવાહિત પુરુષ સાથે લગ્ન કર્યા; લગ્ન ગેરકાયદે હોવાનો પહેલી પત્નીનો દાવો, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૭ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

ધ ફેમિલી મેનની પ્રસિદ્ધ અભિનેત્રી પ્રિયામણીના મુસ્તફા રાજ સાથેના લગ્ન ગેરકાયદે હોવાનો દાવો તેની પહેલી પત્ની આયેશાએ કર્યો છે. તેણીએ મીડિયાને કહ્યું છે કે હજી મુસ્તફા સાથે કાયદેસર છૂટાછેડા થયા નથી. જોકે, મુસ્તફા અને આયેશા 2013માં છૂટા થઈ ગયા હતા અને તેણે 2017માં પ્રિયમણી સાથે લગ્ન કર્યા હતા. મુસ્તફા રાજ અને આયેશાને બે બાળકો છે. મુસ્તફા રાજ અને આયેશાને બે બાળકો છે.

મુસ્તાફે આ મામલે એક મીડિયા હાઉસને કહ્યું છે કે આ વસૂલી કરવાનો પ્રયાસ છે. તેણે ઉમેર્યું હતું કે “મારી સામેના આરોપો ખોટા છે. હું નિયમિત રીતે આયેશાને બાળકોની દેખરેખ માટે વળતર ચૂકવી રહ્યો છું. તે ફક્ત મારી પાસેથી પૈસા ઉઘરાવવાનો પ્રયાસ કરી રહી છે."

ભાગેડુ વિજય માલ્યાને લાગ્યો મોટો ઝટકો, બ્રિટિશ કોર્ટે જાહેર કર્યો ‘નાદાર’ ; ભારતીય બેંકો હવે આસાનીથી કરી શકશે આ કામ

ઉલ્લેખનીય છે કે મૂળ સાઉથની અભિનેત્રી પ્રિયામણીને ‘ધ ફેમિલી મેન’ સીરીઝથી ખૂબ પ્રસિદ્ધિ મળી છે. આ અભિનેત્રીએ પણ આયેશાના તમામ આરોપોને રદિયો આપ્યો હતો. આ મામલે આયેશાએ એક મીડિયા હાઉસને કહ્યું હતું કે “મુસ્તફા હજી મારી સાથે વિવાહિત છે. મુસ્તફા અને પ્રિયમણીના લગ્ન ગેરકાયદે છે. અમે છૂટાછેડા માટે અરજી પણ કરી નથી અને પ્રિયમણી સાથે લગ્ન કરતી વખતે તેણે કોર્ટમાં જાહેર કર્યું કે તે બેચલર છે."

Dhurandhar The Revenge Runtime: રેકોર્ડબ્રેક રન-ટાઈમ સાથે આવી રહી છે ‘ધુરંધર ૨’: રણવીર સિંહની આ ફિલ્મમાં જોવા મળશે પહેલા ભાગ કરતાં પણ ડબલ એક્શન!
Dhurandhar The Revenge Trailer: ‘ધુરંધર: ધ રિવિંજ’ ના ટ્રેલરની નવી તારીખ જાહેર: ગ્રાન્ડ ઈવેન્ટ રદ, હવે આ દિવસે ડિજિટલી ધૂમ મચાવશે રણવીર સિંહનું ટ્રેલર.
Is Thalapathy Vijay Dating Trisha Krishnan:વિજય-તૃષાના અફેરની ચર્ચાઓએ પકડ્યું જોર! સંગીતા સાથેના છૂટાછેડાના વિવાદમાં નવો વળાંક; જાણો ઇન્ડસ્ટ્રીમાં શું ચાલી રહ્યું છે
Rashmika Vijay Tirupati Balaji Visit: લગ્ન બાદ તિરુપતિ બાલાજીના શરણે પહોંચ્યા રશ્મિકા-વિજય: પરંપરાગત લુકમાં ભગવાન વેંકટેશ્વરના લીધા આશીર્વાદ; દેશભરમાં મીઠાઈ અને અન્નદાનની કરી જાહેરાત.
Exit mobile version