Site icon

પહેચાન કૌન- તસવીર માં આંખોમાં મસ્તી સાથે ઊભેલી આ માસુમ છોકરી ને મળ્યું હતું બોલીવુડની પહેલી ‘ફીમેલ સુપરસ્ટાર’નું બિરુદ, લેતી હતી સૌથી વધુ ફીસ

તસવીર માં જોવા મળતી આ માસુમ છોકરી એ બાળપણ થી ફિલ્મો માં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. મોટી થયા બાદ આ અભિનેત્રી ને બોલિવૂડ ની પ્રથમ ફિમેલ સુપરસ્ટાર નું બિરુદ મળ્યું હતું. જાણો ફોટા માં નહેરુ જેકેટ માં પોઝ આપતી અભિનેત્રી કોણ છે.

this girl seen in nehru jacket and cap is bollywood first superstar sridevi childhood photo

પહેચાન કૌન- તસવીર માં આંખોમાં મસ્તી સાથે ઊભેલી આ માસુમ છોકરી ને મળ્યું હતું બોલીવુડની પહેલી 'ફીમેલ સુપરસ્ટાર'નું બિરુદ, લેતી હતી સૌથી વધુ ફીસ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડમાં ( bollywood )  ઘણા કલાકારો દર વર્ષે ડેબ્યૂ કરે છે અને પછી એક યા બીજા કારણસર થોડા સમયમાં જ બહાર થઈ જાય છે. બહુ ઓછા એવા સ્ટાર્સ ( superstar ) છે જેઓ દર્શકોના દિલ જીતે છે અને તેમના પર પોતાની આગવી છાપ છોડી જાય છે.આજે અમે તમને એવા કલાકાર નો બાળપણ નો ફોટો ( childhood  photo ) શેર કરી રહ્યા છે જેની ગણના આવા સ્ટાર્સ માં થાય છે. કેપ અને નેહરુ જેકેટ ( nehru jacket ) પહેરેલી આ હસતી છોકરીને બોલિવૂડની પ્રથમ મહિલા ( bollywood first superstar ) સુપરસ્ટાર કહેવામાં આવતી હતી. બોલિવૂડની સાથે સાથે સાઉથની અન્ય ભાષાઓની ફિલ્મોમાં પણ તેને પોતાના અભિનયનો જાદુ ચલાવનાર આ છોકરી ( sridevi ) મોટી થઈ અને અનેક પ્રખ્યાત કલાકારો સાથે ખભે થી ખભો મિલાવીને કામ કર્યું.

Join Our WhatsApp Community

જાણો તસવીર માં દેખાતી આ છોકરી કોણ છે.

જો તમે હજુ પણ આ છોકરી ને ના ઓળખી શક્યા હોય તો અમે તમને જણાવી દઈએ કે, તસવીરમાં નેહરુ જેકેટમાં પોઝ આપતી છોકરી બીજી કોઈ નહીં પણ શ્રીદેવી છે. શ્રીદેવીની આંખો તેને સૌથી સુંદર અને અલગ બનાવતી હતી. આ શ્રીદેવીનો બાળપણનો ફોટો છે. શ્રીદેવીનો જન્મ 1963માં થયો હતો. તેણે નાનપણથી જ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. તેણે તેના જીવનમાં તમિલ, મલયાલમ, તેલુગુ, કન્નડ અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું. શ્રીદેવીને ભારતીય સિનેમા ઉદ્યોગની પ્રથમ મહિલા સુપરસ્ટાર કહેવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો: પહેચાન કૌન- તસવીર માં છોકરીઓ ની પાછળ ડાન્સ કરતો છોકરો આજે છે બોલિવૂડનો સફળ અભિનેતા, ઇન્ડસ્ટ્રી ની ટોચ ની અભિનેત્રી સાથે કર્યા છે લગ્ન

શ્રીદેવી ને અભિનય ની કારકિર્દી દરમિયાન મળ્યા ઘણા એવોર્ડ્સ

લિજેન્ડ અભિનેત્રી શ્રીદેવીને તેની કારકિર્દીમાં પાંચ ફિલ્મફેર એવોર્ડ મળ્યા છે. તેમજ વર્ષ 2013માં તેને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવી હતી. શ્રીદેવી 1980 થી 1990 સુધી ભારતની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી હતી. પડદા પર તેની હાજરીથી ફિલ્મ સુપરહિટ થવાની ખાતરી હતી. શ્રીદેવીએ પોતાની ફિલ્મોની સાથે સાથે અંગત જીવનને લઈને પણ ઘણી હેડલાઈન્સ બનાવી હતી.શ્રીદેવીનું નિધન 24 ફેબ્રુઆરી 2018ના રોજ દુબઈમાં થયું હતું. જણાવી દઈએ કે આજે શ્રીદેવીની બંને દીકરીઓ જ્હાન્વી કપૂર અને ખુશી કપૂર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનો હિસ્સો છે.

Dhurandhar OTT Controversy: અનકટના નામે છેતરપિંડી? રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ ના OTT વર્ઝનમાં સેન્સરશિપને લઈને વિવાદ, નેટફ્લિક્સ પર ફેન્સનો રોષ
Daldal Review: કોઈ મસાલો કે શોરબકોર નથી, છતાં હચમચાવી દેશે ભૂમિ પેડનેકરની ‘દલદલ’, વાંચો સંપૂર્ણ રિવ્યુ
Kohrra Season 2 Trailer Out: પંજાબની ધુમ્મસમાં છુપાયેલા છે ખૌફનાક રહસ્યો; મોના સિંહ અને બરુણ સોબતીની જોડી ઉકેલશે મર્ડર મિસ્ટ્રી
Mardaani 3 First Review: રાની મુખર્જીનો દમદાર અંદાજ અને વિજય વર્માનો ખૌફનાક લૂક; જાણો જોવી જોઈએ કે નહીં ‘મર્દાની 3’?
Exit mobile version