ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૨ મે ૨૦૨૧
શનિવાર
સંગીતકાર રામલક્ષ્મણની જોડીના લક્ષ્મણ એટલે કે વિજય પાટીલનું નિધન થયું છે.
તેઓ ૮૯ વર્ષના હતા અને પૂનામાં પોતાના નિવાસસ્થાને તેમણે આખરી શ્વાસ લીધા હતા.
વિજય પાટીલે ‘હમ આપકે હૈ કોન’ જેવી અનેક સુપરહિટ ફિલ્મોમાં સંગીત આપ્યું છે. તેમણે કુલ ૯૦ ફિલ્મોને સંગીત આપ્યું છે.